• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Bajra Roti: બાજરાનો રોટલો વારંવાર તુટી જાય છે ? રોટલા માટે લોટ આ રીતે તૈયાર કરજો, એકદમ પરફેક્ટ રોટલો બનશે

Bajra Roti: બાજરાનો રોટલો વારંવાર તુટી જાય છે ? રોટલા માટે લોટ આ રીતે તૈયાર કરજો, એકદમ પરફેક્ટ રોટલો બનશે

Bajra Roti: બાજરાના રોટલા બનાવતા હોય ત્યારે રોટલો તુટવા લાગતો હોય કે સાઈડમાંથી ક્રેક થઈ જતો હોય તો શું કરવું જોઈએ ચાલો આજે તમને જણાવીએ. આ ટ્રીકની મદદથી તમે ગોળ અને તુટે નહીં તેવા રોટલા બનાવી શકશો.

Written ByKrupa Shah
Published: Nov 14, 2026, 04:19 PM IST|Updated: Nov 14, 2026, 04:22 PM IST
joinshare
Bajra Roti: બાજરાનો રોટલો વારંવાર તુટી જાય છે ? રોટલા માટે લોટ આ રીતે તૈયાર કરજો, એકદમ પરફેક્ટ રોટલો બનશે

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bajra Roti: વાતાવરણમાં ઠંડક વધે એટલે ઘરમાં બાજરાના રોટલા બનવા લાગે છે. ઘણા લોકોના ઘરમાં બાજરાના લોટની રોટલી પણ બનતી હોય છે. બાજરાના રોટલા બનાવવા કેટલાક લોકોને મુશ્કેલ લાગે છે કારણ કે રોટલો બનાવતી વખતે જો લોટ બરાબર બંધાયો ન હોય તો રોટલો બનાવતી વખતે તે ફાટવા લાગે છે. જો તમારાથી પણ બાજરાનો રોટલો બરાબર ન બનતો હોય તો આજે તમને કેટલીક એવી સિક્રેટ ટ્રીક જણાવી દઈએ જેની મદદથી તમે પરફેક્ટ બાજરાનો રોટલો બનાવી શકશો.

જો તમારાથી પણ બાજરાનો રોટલો બરાબર ન બનતો હોય કે પછી રોટલો બનાવતા હોય ત્યારે જ રોટલો તૂટી જતો હોય તો આ જાણકારી તમારા માટે મહત્વની છે. આજે તમને જણાવીએ બાજરાનો રોટલો બનાવતી વખતે કઈ ભૂલ કરવાથી તે તૂટી જાય છે અને કેવી રીતે લોટ બાંધવાથી બાજરાનો રોટલો પરફેક્ટ બને છે.

આ પણ વાંચો: Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

બાજરાનો રોટલો તૂટી જવાનું કારણ

બાજરો, મકાઈ, જુવાર સહિતના લોટ ઘઉંના લોટની સરખામણીમાં થોડા જાડા હોય છે. તેમાં ઘઉંના લોટની જેમ ગ્લુટન નથી હોતું તેથી તેને રોટલીના લોટની જેમ બાંધીને વણી શકાતા નથી. બાજરીના રોટલા અને રોટલાને ઘડીને અથવા તો થાબડીને બનાવવા પડે છે. આ પ્રક્રિયા દરમિયાન પણ ઘણા લોકોથી ભૂલ થઈ જાય છે અને બાજરાનો રોટલા બરાબર બનતા નથી. રોટલા વારંવાર તૂટી જાય છે. આવું ન થાય અને બાજરાનો રોટલો પરફેક્ટ બને તે માટે શું કરવું ચાલો જાણીએ.

બાજરાનો રોટલો બનાવવાની રીત

1. બાજરાનો રોટલો બનાવતા હોય ત્યારે રોટલો સાઈડમાંથી તૂટવા લાગતો હોય તો તેનો મતલબ છે કે તમે લોટ કડક રાખ્યો છે. બાજરાનો રોટલા બનાવવા માટે લોટ હંમેશા સોફ્ટ રાખવો.

2. ઘઉંના લોટમાં જે રીતે પાણી ઉમેરીને લોટ બાંધવામાં આવે છે તે રીતે બાજરાનો લોટ એક સાથે બાંધી રાખવો નહીં. જેટલી જરૂર પડે એટલો જ લોટ પલાળવો અને તેમાંથી રોટલો બનાવવો. બાજરાના લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને એકદમ સોફ્ટ લોટ રાખવો અને રોટલો બનાવતા પહેલા હાથની મદદથી લોટને સારી રીતે કૂણો કરી લેવો.

આ પણ વાંચો: Gulab Jamun: માવાની જરૂર જ નથી, મિલ્ક પાવડરથી બનાવો મોમાં મુકતાં જ ઓગળી જાય એવા ગુલાબજાંબુ

3. રોટલો ઘરથી વખતે જો એવું લાગે કે રોટલો સાઈડમાંથી ફાટી રહ્યો છે કે તૂટી રહ્યો છે તો પાણી લગાડીને રોટલાને બરાબર કરો. હાથ પાણીવાળા કરતા રહેશો તો રોટલો બરાબર બની જશે.

4. જો તમે પહેલી વખત જ રોટલા બનાવી રહ્યા છો તો બાજરાના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી શકો છો તેનાથી રોટલો બનાવવામાં સરળતા રહેશે.

5. બાજરાનો રોટલો ઘડીને ન બનાવી શકો તો શરૂઆતમાં પાટલા વેલણની મદદથી રોટલો બનાવવો. બાજરાનો રોટલો વણીને બનાવવો હોય તો પાટલા ઉપર ઘઉંનો લોટ છાંટો અથવા તો સાફ પ્લાસ્ટિક પાથરી દો. ત્યાર પછી હળવા હાથે વેલણ ફેરવીને બાજરાની રોટલી કે રોટલો બનાવી લો.

બાજરાના લોટની રોટલી બનાવવાની રીત

જો તમારે બાજરાના લોટની પાતળી રોટલી બનાવી હોય તો ગરમ પાણીથી લોટ બાંધો. તેના માટે જેટલો લોટ હોય એટલું પાણી તપેલામાં ગરમ કરો. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં મીઠું થોડું ઘી અને લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. બાજરાના લોટને ગરમ પાણીમાં મિક્સ કરીને દસ મિનિટ ઢાંકી રાખો. ત્યાર પછી લોટને થાળીમાં કાઢી બરાબર મસળી લો અને તેમાંથી રોટલી બનાવો.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe