SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ફ્લાવરની ટેસ્ટી ટિક્કી બનાવવાની રીત, ફ્લાવરનું શાક ન ખાતા લોકો પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે

ફ્લાવરનું શાક જોઈને ઘણા લોકો મોં બગાડતા હોય છે. આવા લોકોને જો ફ્લાવર ખવડાવવું હોય તો ફ્લાવરની ટિક્કી બનાવીને ખવડાવો. ફ્લાવરની ટિક્કી એટલી ટેસ્ટી બને છે કે જેને ફ્લાવર નહીં ભાવતું હોય તેઓ પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે.

Written By Krupa Shah
Published: Nov 25, 2026, 13:12 IST | Updated: Nov 25, 2026, 13:15 IST
Join

ઘરમાં જ્યારે કારેલાનું શાક બને ત્યારે જ ઘરના લોકો મોં બગાડે છે એવું નથી. ઘરમાં ફ્લાવરનું શાક બને છે ત્યારે પણ લોકો મોં બગાડતા હોય છે. ફ્લાવરનું શાક ન ભાવતું હોય એવા અનેક લોકો હશે. શિયાળામાં બજારમાં ખુબ જ સરસ ફ્લાવર મળે છે. ફ્લાવર પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે પરંતુ જો ઘરના લોકો ફ્લાવર ખાતા જ ન હોય તો તેમને ફ્લાવર કેવી રીતે ખવડાવવું ? આ સમસ્યાનું સમાધાન છે ફ્લાવરની ટેસ્ટી ટિક્કી.

જો તમારા ઘરમાં પણ એવા સભ્યો છે જે ફ્લાવર જોઈને મોં બગાડે છે તો તેમના માટે શાક બનાવવાની મહેનત કરવાનું છોડો અને એક વખત આ ટિક્કી બનાવો. ગેરંટી છે કે જે લોકો ફ્લાવર જોઈને પણ મોં બગાડતા હશે તેઓ આ ટિક્કી હોંશે હોંશે ખાશે અને બીજી વખત બનાવવાનું પણ કહેશે. પરિવારના લોકોને ફ્લાવર ખવડાવવાની આ બેસ્ટ રીત છે. તો ચાલો જાણીએ ફ્લાવરની ટિક્કી બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે અને ટિક્કી બનાવવી કઈ રીતે ?

આ પણ વાંચો: ચા બનાવો ત્યારે એલચી-આદુ સાથે આ 2 વસ્તુ પણ ઉમેરજો, કાંટો ચડે એવી મસાલા ચા બનશે

ફ્લાવરની ટિક્કી માટેની સામગ્રી

મીડીયમ સાઈઝનું ફ્લાવર 
એક બાફેલું બટેટુ 
ઝીણી સમારેલી ડુંગળી 
ઝીણું સમારેલું લીલું મરચું 
અડધી ચમચી અજમા 
મીઠું 
હળદર 
લાલ મરચું પાવડર 
શેકેલો ચણાનો લોટ બે થી ત્રણ ચમચી 
બે થી ત્રણ ચમચી ચોખાનો લોટ 
ઝીણા સમારેલા લીલા ધાણા

આ પણ વાંચો: અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે

ફ્લાવરની ટિક્કી બનાવવાની રીત

જો તમે ઈચ્છો તો આ ટિક્કીને તેલમાં તળી પણ શકો છો. પરંતુ ફ્લાવર 80% કુક કરેલું હોવાથી તમે ટીક્કીને ઓછા તેલમાં શેલો ફ્રાય કરીને પણ બનાવી શકો છો. ફ્લાવરની ટિક્કી બંને તરફ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો અને પછી ગરમાગરમ ટિક્કી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES