SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

Satpadi Puri Recipe: બજારમાં મળે એવી જ સાત પડવાળી ફરસી પુરી ઘરે બનાવવી સરળ છે. પુરીમાં અહીં દર્શાવેલી રીતે સાટો બનાવીને લગાડજો. આ રીત ફોલો કરી પુરી બનાવશો તો બધા લેયર ખુલશે અને પુરી એકદમ સ્ક્રિસ્પી બનશે.

Written By Krupa Shah
Published: Oct 28, 2026, 02:41 PM IST | Updated: Oct 28, 2026, 02:47 PM IST
Join

Satpadi Puri Recipe: દિવાળી સમયે ઘરમાં અલગ અલગ ફરસાણ બને છે. દિવાળીમાં ઘરે આવતા મહેમાનોને વિવિધ મિઠાઈ અને ફરસાણ પીરસવામાં આવે છે. દરેક મહિલા ઈચ્છે કે તેના ઘરે એવા પકવાન બને કે જેને ખાઈને મહેમાન તેના વખાણ કરે. આ વર્ષે દિવાળીમાં ખાસ શું બનાવવું તેવો પ્રશ્ન તમને પણ થતો હોય તો તેનો જવાબ છે સાત પડવાળી પુરી. બજારમાં મળે તેવી જ સાત પડવાળી ખસ્તા પુરી ઘરે કેવી રીતે બને ચાલો તમને જણાવીએ.

સાત પડવાળી પુરી

બજારમાં અલગ અલગ પ્રકારની ફરસી પુરી મળતી હોય છે. જેમાંથી સૌથી ખાસ અને સ્વાદિષ્ટ હોય છે સાત પડવાળી પુરી કે જેને ઘણા લોકો સતપડી પણ કહેતાં હોય છે. આ પુરી ખાસ એટલા માટે હોય છે તેમાં ખારી બિસ્કીટમાં પડે એવા લેયર થયેલા હોય છે. જેના કારણે આ પુરી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. સાત પડવાળી પુરી જોઈને લાગે કે આ પુરી બનાવવી મુશ્કેલ હશે પણ જો તમને પુરીમાં સાત પડ પાડવાની ટ્રિક ખબર હોય તો આ પુરી ઘરે સરળતાથી બનાવી શકો છો.

સાત પડવાળી પુરી બનાવવાની સીક્રેટ રીત

આ પણ વાંચો: Thalipeeth Recipe: સવારના નાસ્તામાં ખાવાની મજા પડે તેવી જુવારના લોટની થાલીપીઠ બનાવવાની રીત

સાત પડવાળી પુરી માટેની સામગ્રી

મેંદાનો લોટ અથવા ઘઉંનો લોટ
મોણ માટે તેલ અથવા ઘી
મીઠું
અધકચરું વાટેલું જીરું અને મરી
સાટા માટે ચોખાનો લોટ અને ઘી
તળવા માટે તેલ

આ પણ વાંચો: Kalakand: ફાટેલા દૂધમાંથી ઘરે બનાવો કલાકંદ, સ્વાદિષ્ટ કલાકંદ બનાવવા ફાટેલા દૂધ સિવાય ફક્ત 4 વસ્તુઓની જરૂર પડશે

સતપડી પુરી બનાવવાની રીત

આ પુરી બનાવ્યા પછી એરટાઈટ કંટેનરમાં ભરી લો. આ રીતે બનાવેલી પુરી તમે 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો. જો કે આ પુરી એટલી ટેસ્ટી લાગે છે કે બનાવ્યાના 2 જ દિવસમાં ડબ્બો સાફ થઈ જશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES