• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Diabetes Precautions: ડાયાબિટીસથી બચવાનો સરળ રસ્તો, લાઈફસ્ટાઈલમાં અત્યારથી કરી લો આ 4 ફેરફાર

Diabetes Precautions: ડાયાબિટીસથી બચવાનો સરળ રસ્તો, લાઈફસ્ટાઈલમાં અત્યારથી કરી લો આ 4 ફેરફાર

Diabetes Precautions Tips: ડાયાબિટીસ એવી બીમારી છે જેનાથી દરેક વ્યક્તિને બચીને રહેવું હોય છે. જીવનશૈલીમાં 4 ફેરફાર કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થઈ શકે છે.

Written ByKrupa Shah
Published: Nov 14, 2026, 02:08 PM IST|Updated: Nov 14, 2026, 02:10 PM IST
joinshare
Diabetes Precautions: ડાયાબિટીસથી બચવાનો સરળ રસ્તો, લાઈફસ્ટાઈલમાં અત્યારથી કરી લો આ 4 ફેરફાર

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diabetes Precautions Tips: ડાયાબિટીસ એવી બીમારી છે જે એક વખત થઈ જાય તો પછી આજીવન તેનાથી પીછો નથી છૂટતો. જે લોકોને ડાયાબિટીસ થઈ જાય તેઓ અફસોસ કરતા હોય કે તેમને સમય રહેતા ડાયાબિટીસથી બચવાનો કોઈ રસ્તો મળી ગયો હોત. એક વખત ડાયાબિટીસ થઈ જાય તેની પાસે તો કોઈ રસ્તો નથી રહેતો પરંતુ જે લોકો લોકોને અત્યારે ડાયાબિટીસ નથી તેઓ ડાયાબિટીસથી બચી શકે છે. ડાયાબિટીસથી બચીને રહેવું હોય તો જીવનશૈલીમાં અત્યારથી જ આ 4 ફેરફાર કરી લો.

આ પણ વાંચો: Amla Juice: આમળા, આદુ અને ગોળનું પાણી રોજ પીવાનું શરુ કરી દો, શિયાળામાં બીમારી આસપાસ પણ નહીં ફરકે

ડાયાબિટીસ થવા માટે કાર્બોહાઈડ્રેટને સૌથી વધારે જવાબદાર ગણવામાં આવે છે. આપણા ભોજનમાં મોટાભાગની વસ્તુઓ એવી હોય છે જે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય. તેવામાં ખાવા પીવાનમાં જડમૂડથી ફેરફાર તો ન કરી શકાય પરંતુ લાઈફસ્ટાઈલમાં 4 ફેરફાર કરીને ડાયાબિટીસનું જોખમ ઓછું કરી શકાય છે. આ વાત જાણીતા સર્જન ડોક્ટર શ્રીરામ નેને એ કહી છે. તેમનું કહેવું છે કે ભોજન છોડ્યા વિના સ્વસ્થ આદતો અપનાવીને જીવનશૈલી સુધારી શકાય છે. જેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થઈ શકે છે.

ડોક્ટર નેનેના જણાવ્યા અનુસાર ભારતીય આહારમાંથી મોટાભાગની વસ્તુઓ એવી છે જેમાં કાર્બોહાઈડ્રેટ અને ખાંડનો ઉપયોગ વધારે થાય છે. પહેલાના સમયમાં લોકો શારીરિક શ્રમ વધારે કરતા હતા જેથી તેમને આવો આહાર પચી જતો પરંતુ હવે મોટાભાગના લોકોને જીવનશૈલી બેઠાડું થતી જાય છે અને શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે. બેઠાડું જીવનશૈલીમાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર અને વધારે કેલેરીવાળું ભોજન લેવાથી ડાયાબિટીસ સહિતની બીમારી થવાનું જોખમ વધે છે.

આ પણ વાંચો: World Diabetes Day 2026: ડાયાબિટીસમાં વારંવાર પેનકિલર ખાતા લોકો ચેતી જાવ, દુખાવો બંધ કરવાની દવા ખાવાથી શું થાય જાણો

ડાયાબિટીસથી બચવું હોય તો શું કરવું ?

ડોક્ટર નેનેનું જણાવવું છે કે ડાયાબિટીસના જોખમથી બચવા માટે ખાવાપીવામાં મોટા ફેરફાર કરવાની જરૂર નથી સરળ અને વ્યવહારિક દ્રષ્ટિ કોણ અપનાવવામાં આવે તો પણ ડાયાબિટીસનું જોખમ ઓછું કરી શકાય છે એટલે કે તમે રોજના આહારમાં રોટલી, ભાત બધું ખાઈને પણ ડાયાબિટીસથી બચી શકો છો. આહારમાં બધી જ વસ્તુ ખાધા પછી પણ ડાયાબિટીસ ન થાય તે માટે ડોક્ટરને એ ખાસ ફોર્મ્યુલા જણાવ્યો છે. ડોક્ટર નેનેના જણાવ્યા અનુસાર રોજની જમવાની થાળીમાં અડધા ભાગમાં એવી વસ્તુ હોવી જોઈએ જે ફાઇબરથી ભરપૂર હોય એટલે કે શાકભાજી, સલાડ. ત્યાર પછી એક ચતુર્થાંશ વસ્તુ એવી હોવી જોઈએ જે પ્રોટીનથી ભરપૂર હોય. અને ત્યાર પછી ચોથા ભાગમાં એવી વસ્તુનો સમાવેશ કરો જે કાર્બોહાઈડ્રેટ ધરાવતી હોય.

આહારમાં હેલ્ધી વિકલ્પ પસંદ કરો

ડોક્ટર નેનેના જણાવ્યા અનુસાર ખાવા પીવામાં ઉપર જણાવેલો ફેરફાર કરવા ઉપરાંત રોજની આહારની વસ્તુઓમાં અનહેલ્ધી વસ્તુઓને બદલે હેલ્ધી વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરો. જેમકે જે વસ્તુમાં બટેટાનો યુઝ થતો હોય તેમાં કેળા કે પછી શક્કરિયા નો ઉપયોગ કરો. તેવી જ રીતે આહારમાં આખા અનાજ અને ગ્લુટન ફ્રી અનાજનો સમાવેશ કરો.

આ પણ વાંચો: Health Tips: દિવાળી પછી ઝડપથી ફેલાય છે આ બીમારી, જાણો દિવાળી પછી સ્વસ્થ રહેવા શું કરવું ?

ખાંડનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડો

ડોક્ટર નેનેના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ થઈ જશે તેવી બીકમાં રાતોરાત ખાંડ લેવાનું બંધ કરી દેવાની પણ જરૂર નથી. કોઈપણ ફેરફાર રાતોરાત અમલમાં ન આવી શકે તેનાથી નુકસાન પણ થાય. આવું કરવાને બદલે રોજના આહારમાંથી ધીરે ધીરે ખાંડ ઓછી કરો. જેમકે તમે ચા માં બે ચમચી ખાંડ લેતા હોય તો શરૂઆતમાં એક ચમચી કરો અને પછી અડધી ચમચી. તેવી જ રીતે આહારમાંથી પણ ખાંડને ધીરે ધીરે ઘટાડો.

30 મિનિટ એક્સરસાઈઝ

ખાવા પીવામાં આ ત્રણ ફેરફાર કર્યા સિવાય રોજ 30 મિનિટ એક્સરસાઇઝ કે ફિઝિકલ એક્ટિવિટી કરો. જે લોકોની બેઠાડું જીવનશૈલી હોય તેમણે વ્યાયામને જીવનશૈલીમાં સામેલ કરવો જોઈએ. જેમાં એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઇઝ કરવી જ જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News