SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

60 વર્ષે પણ હાડકાં લોખંડ જેવા મજબૂત રહેશે, અત્યારથી આહારમાં સામેલ કરી લો આ 5 દેશી વસ્તુઓ

Calcium Rich Veg Foods: વધતી ઉંમરે સામાન્ય રીતે હાડકાં નબળા પડવા લાગે છે પરંતુ જો તમે 30 વર્ષની ઉંમરથી જ જાગૃત થઈ જાઓ અને કેલ્શિયમથી ભરપુર આ વસ્તુઓ આહારમાં સામેલ કરવાનું શરુ કરી દો તો વધતી ઉંમરે પણ હાડકાં લોખંડ જેવા મજબૂત રહી શકે.

Written By Krupa Shah
Published: Oct 05, 2026, 11:30 AM IST | Updated: Oct 05, 2026, 11:34 AM IST
Join

Calcium Rich Veg Foods: જેમ જેમ ઉંમર વધે તેમ શરીરમાં અલગ અલગ સમસ્યા વધે છે. શરીર ધીરે ધીરે નબળું પડવા લાગે છે. જેમાં હાડકા પણ નબળા પડી જાય છે. વધતી વયે હાડકા નબળા પડી જાય તેની પાછળનું એક કારણ કેલ્શિયમની ખામી પણ હોય શકે છે. શરીરના હાડકા મજબૂત રહે તે માટે કેલ્શિયમ જરૂરી છે. કેલ્શિયમ માટે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ દૂધ સિવાય કેટલીક એવી વસ્તુઓ છે જે કેલ્શિયમથી ભરપુર હોય છે અને હાડકાંને મજબૂત કરે છે.

આ પણ વાંચો: Good Cholesterol: શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા પર પણ આપો ધ્યાન, જાણી લો કઈ વસ્તુઓ વધારે ગુડ કોલેસ્ટ્રોલ ?

60 વર્ષની ઉંમરે પણ હાડકાંને લોખંડ જેવા મજબૂત રાખવા હોય તો તેના માટે 30 વર્ષની ઉંમર પછી આ વસ્તુઓ આહારમાં સામેલ કરવાનું શરુ કરી દો. આ વસ્તુઓ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. ખાસ વાત એ છે કે આ વસ્તુઓમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. આ 5 વસ્તુઓ કેલ્શિયમની બાબતમાં સુપરફુડ ગણાય છે.

કેલ્શિયમથી ભરપુર સુપરફુડ

આ પણ વાંચો:  Food Poisoning: ફૂડ પોઈઝનિંગના થયું છે તે કેવી રીતે ખબર પડે ? જાણો લક્ષણો અને પ્રાથમિક સારવારના ઉપાયો

રાજગરો

ફરાળમાં ઉપયોગમાં લેવાતો રાજગરાના દાણા અને રાજગરાનો લોટ કેલ્શિયમથી ભરપુર હોય છે. ફક્ત ફરાળમાં નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રાજગરો આહારમાં સામેલ કરી શકો છો. રાજગરો ગ્લુટન ફ્રી અનાજ છે જે હાકડા મજબૂત રાખવામાં મદદ કરી શકે છે.

રાગી

રાગી પણ કેલ્શિયમથી ભરપુર અનાજ છે. રાગી બાળકોને પણ આપી શકાય છે. રાગી હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. રાગી મહિલાઓ અને વડિલો માટે લાભકારી છે. રાગીને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચો: Hemoglobin: દવા વિના હિમોગ્લોબીન વધારવું છે ? આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, 100 ની સ્પીડે વધશે લોહીના ટકા

તલ

તલ પણ કેલ્શિયમથી ભરપુર હોય છે. કેલ્શિયમનો સૌથી સારો સોર્સ તલ ગણાય છે. તલમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ પણ હોય છે જે શરીરમાં કેલ્શિયમને સારી રીતે અવશોષિત કરવામાં મદદ કરી શકે છે.

સરગવાના પાન

સરગવાના પાન પણ કેલ્શિયમથી ભરપુર હોય છે. કેલ્શિયમ માટે સરગવાના પાનનો ડાયટમાં સમાવેશ કરી શકો છો. સરગવાના પાનના પરોઠા, સૂપ કે પાવડર કોઈપણ વસ્તુને ડાયટમાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચો: મૂળા સાથે ભૂલથી ખાતા નહીં આમાંથી કોઈ વસ્તુ, આયુર્વેદમાં ચોખ્ખી ના કહેવામાં આવી છે

રાજમા

રાજમા પ્રોટીન સાથે કેલ્શિયમથી પણ ભરપુર હોય છે. રાજમાને ઉપયોગમાં લેતા પહેલા પાણીમાં બરાબર પલાળી પણ ખાવા જોઈએ. રાજમા પોષકતત્વોથી ભરપુર હોય છે એટલે તે ઓવરઓલ હેલ્થ માટે પણ લાભકારી સાબિત થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES