• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Hemoglobin: દવા વિના હિમોગ્લોબીન વધારવું છે ? આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, 100 ની સ્પીડે વધશે લોહીના ટકા

Hemoglobin: દવા વિના હિમોગ્લોબીન વધારવું છે ? આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, 100 ની સ્પીડે વધશે લોહીના ટકા

Hemoglobin Increasing Food: શરીરમાં લોહીના ટકા ઝડપથી વધારવા હોય અને દવાઓ પણ ન ખાવી હોય તો આજે જ બજારમાંથી આ 5 વસ્તુઓ લઈ આવો અને રોજ થોડી થોડી માત્રામાં ખાવાનું શરુ કરો. આ વસ્તુઓ લોહીના ટકા ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 02, 2026, 03:07 PM IST|Updated: Oct 02, 2026, 03:09 PM IST
joinshare
Hemoglobin: દવા વિના હિમોગ્લોબીન વધારવું છે ? આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, 100 ની સ્પીડે વધશે લોહીના ટકા

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM

    ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM

    2

    ગાંધીનગર મનપા ચૂંટણી: 21 વર્ષના 'Gen Z' થી લઈ 71 વર્ષના બુઝુર્ગ મેદાનમાં, સસરા માટે બે પુત્રવધૂઓએ પ્રચારની કમાન સંભાળી

    3

    ગોવિંદા અને કોમલ રાની પર હવે ભડકી દિવ્યા ખોસલા, કહ્યું પબ્લીસીટી માટે સેથામાં સિંદૂર લગાડ્યું !

    4

    જેલમાંથી ચાલતું હાઈટેક જમીન કૌભાંડ: સસ્તી લોનની લાલચમાં તમે તો નથી ફસાયાને, 40 કરોડની જમીન હડપી લીધી

    5

    8th Pay Commission: શું 1 જાન્યુઆરી, 2026થી વધશે પગાર? એરિયર્સ ક્યારે મળશે અને શું હશે ફોર્મ્યુલા? જાણો વિગતો

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Hemoglobin Increasing Food: આપણા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા જળવાઈ રહે તે જરૂરી છે. હિમોગ્લોબિન એક મહત્વપૂર્ણ પ્રોટીન છે જેને સામાન્ય ભાષામાં લોહીના ટકા પણ કહેવામાં આવે છે. શરીરમાં લોહીના ટકા ઓછા હોય એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય તો અલગ અલગ પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લક્ષણો પરથી તમે જાણી પણ શકો છો કે શરીરમાં લોહીના ટકા ઓછા છે.

    દવા વિના શરીરમાં લોહીના ટકા વધારવા હોય તો તેના માટે આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરી શકાય છે આજે તમને આવી જ વસ્તુઓ વિશે જાણકારી આપીએ. તે પહેલા જાણીએ કે શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો કેવા લક્ષણો જોવા મળે ?

    હિમોગ્લોબિન ઓછું હોવાના લક્ષણો

    શાક અને નબળાઈ લાગે 
    સામાન્ય કરતાં વધારે ઠંડી લાગે 
    હૃદયના ધબકારા વધી જવા 
    છાતીમાં દુખાવો થવો 
    વાળ વધારે પ્રમાણમાં ખરવા 
    ત્વચા ફીકી પડી જવી 
    રોગપ્રતિકારક શક્તિ નબળી હોવી

    લોહીના ટકા વધારતી વસ્તુઓ

    પાલક

    હિમોગ્લોબીન વધારતા ફૂડમાં સૌથી પહેલા પાલક નું નામ આવે છે. એક કપ બાફેલી પાલકમાંથી લગભગ 6.4 mg આયરન મળે છે. પાલકમાંથી જરૂરી વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ પણ મળે છે. લોહીના ટકા ઓછા હોય એવા લોકોએ પાલક ને અલગ અલગ રીતે આહારમાં સામેલ કરવી જોઈએ.

    મસૂરની દાળ

    મસૂરની દાળ પણ આયરનથી ભરપૂર હોય છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરી શકે છે. એક કપ બાફેલી મસૂરની દાળમાંથી 6.6 mg આઇરન મળે છે. મસુરની દાળ પ્રોટીન અને ફાઇબરથી પણ ભરપૂર હોય છે. હિમોગ્લોબીન ઓછુ રહેતું હોય તેવા લોકોએ આહારમાં મસૂરની દાળનો સમાવેશ વધારે કરવો જોઈએ. મસૂરની દાળને બાફીને ખીચડી તરીકે કે પછી તેની દાળ બનાવીને પણ લઈ શકાય છે..

    કીનોવા

    કીનોવા પણ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં પણ આયરનનું પ્રમાણ વધારે હોય છે. કીનોવા ગ્લુટન ફ્રી અનાજ છે જેમાં જરૂરી એમિનો એસિડ પણ હોય છે. વેજિટેરિયન લોકો માટે કીનોવા આયરનનો સૌથી સારો વિકલ્પ છે.

    પમ્પકીન અને ચિયા સીડ

    પમ્પકીન સીડ એટલે કે કોળાના બી પણ થી ભરપૂર હોય છે. પંકીન સીડમાં હેલ્ધી ફેટ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સીડ્સને તમે સલાડમાં કે સ્મુધી સાથે લઈ શકો. તેની સાથે ચિયા સીડ્સ પણ લઈ શકો છો. ચિયા સીડ્સને પાણીમાં પલાળીને લેવાનું રાખવું. ચિયા સીડ્સમાંથી પણ શરીરને ભરપૂર માત્રામાં આયરન મળે છે.

    સોયાબીન

    સોયાબીન અને તેમાંથી બનતી વિવિધ પ્રોડક્ટમાંથી પણ આયરન ભરપૂર માત્રામાં મળી શકે છે. સોયાબીન વેજીટેરિયન લોકો માટે પ્રોટીન, ફાઇબર અને આયરનનો સૌથી સારો સોર્સ છે. સોયાબીનમાંથી શરીરને પ્રોટીન અને આયરન સૌથી વધુ મળે છે. સોયાબીન ને અલગ અલગ રીતે તમે ડાયટમાં સામેલ કરી શકો છો.

    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    health tips