• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Food Poisoning: ફૂડ પોઈઝનિંગના થયું છે તે કેવી રીતે ખબર પડે ? જાણો લક્ષણો અને પ્રાથમિક સારવારના ઉપાયો

Food Poisoning: ફૂડ પોઈઝનિંગના થયું છે તે કેવી રીતે ખબર પડે ? જાણો લક્ષણો અને પ્રાથમિક સારવારના ઉપાયો

Food Poisoning: ખરાબ ભોજન ખાધા પછી ફૂડ પોઈઝનિંગ થવું શક્ય છે. ખાદ્ય વસ્તુઓમાં જ્યારે બેક્ટેરિયા, વાયરસ કે ટોક્સિન વધી ગયા હોય અને આવી વસ્તુ ભુલથી ખવાઈ જાય છે ત્યારે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ થયું છે તે કેવી રીતે જાણવું અને આ સમસ્યામાં તુરંત શું કરવું જોઈએ ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Oct 03, 2026, 09:19 AM IST|Updated: Oct 03, 2026, 09:31 AM IST
joinshare
Food Poisoning: ફૂડ પોઈઝનિંગના થયું છે તે કેવી રીતે ખબર પડે ? જાણો લક્ષણો અને પ્રાથમિક સારવારના ઉપાયો

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    "પટેલ-વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો 50 હજાર આપું": શંકરસિંહ વાઘેલાના નિવેદનથી નવો વિવાદ!

    "પટેલ-વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો 50 હજાર આપું": શંકરસિંહ વાઘેલાના નિવેદનથી નવો વિવાદ!

    2

    Food Poisoning: ફૂડ પોઈઝનિંગના થયું છે તે કેવી રીતે ખબર પડે ? જાણો લક્ષણો અને પ્રાથમિક સારવારના ઉપાયો

    3

    ફેફસાંના કેન્સર પહેલા શરીરમાં દેખાય છે આ 10 લક્ષણો, સમયસર કરાવી લો તપાસ

    4

    ભારત-પાકિસ્તાન ફાઈનલ વરસાદને કારણે ધોવાઈ જાય, તો કોને મળશે ગોલ્ડ મેડલ? જાણો શું છે એશિયન ગેમ્સના નિયમ

    5

    કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર ઓમાની પાઇલટની ઓળખ જાહેર, વિવાદાસ્પદ રહ્યો છે ઈતિહાસ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Food Poisoning: દૂષિત ભોજન કે પાણીના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ખાદ્ય સામગ્રી કે પ્રવાહીના માધ્યમથી જ્યારે શરીરમાં બેક્ટેરિયા, વાયરસ કે ઝેરી તત્વો પહોંચી જાય તો તેના કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે. શરૂઆતથી લક્ષણો સામાન્ય લાગે છે પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં ન આવે અને જરૂરી પગલાં લેવામાં ન આવે તો ફૂડ પોઈઝનિંગ ગંભીર સ્થિતિ સર્જી શકે છે. આજે તમને જણાવીએ ફૂડ પોઈઝનિંગ થયું હોય તે વાતની ખબર કયા લક્ષણો પરથી પડે અને કોઈ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થાય તો તેણે તુરંત શું કરવું જોઈએ ?

    ફૂડ પોઈઝનિંગના લક્ષણો

    દૂષિત પાણી કે ખાદ્ય વસ્તુના કારણે જો ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોય તો તેના શરૂઆતથી લક્ષણો સામાન્ય હોય છે. જેમકે શરૂઆતમાં પેટમાં દુખાવો થાય, પેટમાં ચૂંક આવે, ઉલટી થઈ જાય, ડાયેરિયા થાય, માથામાં દુખાવો રહે અને શરીરમાં નબળાઈ જેવો અનુભવ થાય છે. ઘણા લોકોને ફૂડ પોઈઝનિંગમાં તાવ પણ આવે છે, ધ્રુજારી થાય છે અને પાણી ઘટી જવાથી ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે.

    ફૂડ પોઈઝનિંગ થાય તો તુરંત શું કરવું ?

    ડોક્ટરના જણાવ્યા અનુસાર ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે મોટાભાગે વ્યક્તિને ઝાડા કે ઉલટી થાય છે. આ સ્થિતિમાં શરીરમાંથી પાણી ઝડપથી નીકળી જાય છે. એટલા માટે સૌથી પહેલું કામ છે કે શરીરને હાઇડ્રેટ રાખવું. ડીહાઇડ્રેશનના આવા લક્ષણ દેખાય તો દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીતા રહેવું. પાણીની સાથે નાળિયેર પાણી, છાશ, લીંબુ શરબત જેવું પ્રવાહી પણ લેતા રહેવું જેથી શરીરમાં પાણીની ખામીના કારણે ડિહાઇડ્રેશન ન થાય. ડિહાઇડ્રેશનથી બચવા માટે ઓઆરએસ પણ લઈ શકાય છે.

    ભારે ખોરાક લેવાનું બંધ કરો

    ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો જણાતા હોય તો શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે ખોરાકમાં પણ ફેરફાર કરો. ફૂડ પોઈઝનિંગના લક્ષણો દરમિયાન ભારે ખોરાક લેવાનું બંધ કરો. આ સમય દરમિયાન હળવો અને પચવામાં સરળ હોય તેવો ખોરાક લેવો. ભરપેટ જમવાનું પણ ટાળવું. ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિમાં ખીચડી, દલિયા, દાળ ભાત, મગનું પાણી કે પછી ફળ ખાવાનું રાખવું.. પચવામાં ભારે હોય તેવો ખોરાક કે મસાલેદાર વસ્તુઓ ખાવાથી તબિયત બગડી શકે છે.

    પૂરતો આરામ કરો

    ફૂડ પોઈઝનિંગના કારણે શરીરમાં નબળાઈ આવી શકે છે. આ સિવાય શરીરને વાઇરસ કે બેક્ટેરિયા સામે લડવામાં પણ ઊર્જાની જરૂર પડે છે. તેથી આવા સમયે પૂરતા પ્રમાણમાં આરામ કરો. આરામ કરવાથી રિકવરી ઝડપથી થાય છે અને ઈમ્યુમ સિસ્ટમ સારી રીતે કામ કરે છે.

    ડોક્ટરને ક્યારે દેખાડવું

    ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાતા હોય અને ઉપર જણાવ્યા અનુસારની પ્રાથમિક સારવાર લીધા પછી પણ જો જાડા કે ઉલટી બંધ ન થાય અને નબળાઈ આવી જાય તો તુરંત જ ડોક્ટરને બતાવો. આ સિવાય મળમાં લોહી દેખાય કે પછી મળનો રંગ કાળો થઈ જાય તો પણ તુરંત જ ડોક્ટરને દેખાડો. ફૂડ પોઈઝનિંગના લક્ષણોની સાથે દર્દીને વધારે તાવ આવે કે શરીરમાં તીવ્ર દુખાવો થતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો.

    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Health News