SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો

Strong Bone Remedy: 35 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં હાડકા નબળા પડવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા જેવી સમસ્યા વધવા લાગે છે. આ સમસ્યાથી બચવાનો સરળ ઉપાય છે હાડકાને મજબૂત કરવા. હાડકાને લોખંડ જેવા મજબૂત કરવા હોય તો આ હોમમેડ પાવડર રોજ પીવાનું શરુ કરી શકો છો.

Written By Krupa Shah
Published: Nov 02, 2026, 11:58 AM IST | Updated: Nov 02, 2026, 12:01 PM IST
Join

Strong Bone Remedy: 35- 40 વર્ષની ઉંમરમાં મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે. જેના કારણે શરીરમાં દુખાવા અને ફ્રેકચર થવા જેવી તકલીફો વધી જાય છે. 40 વર્ષની ઉંમર પછી તો કમર અને સાંધાના દુખાવા જાણે નોર્મલ થઈ જાય છે. આ બધું જ હાડકા નબળા પડી જવાના કારણે થાય છે. 60 ની ઉંમરે પણ હાડકા લોખંડ જેવા મજબૂત રહે તે માટે અત્યારથી જ હાડકાને મજબૂત કરતી 3 વસ્તુઓથી બનેલો પાવડર પીવાનું શરુ કરી દો.

હાડકા નબળા પડવાનું કારણ

જેમ જેમ ઉંમર વધે તેમ હાડકા નબળા પડતા જાય છે. હાડકા નબળા પડવાના કારણો અલગ અલગ હોય છે. સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર પછી હાડકામાં ઘસારો ઝડપથી લાગે છે અને તેની રિકવીર સ્લો થઈ જાય છે જેના કારણે હાડકાનું ઘનત્વ ઘટી જાય છે. મહિલાઓમાં 35 વર્ષની ઉંમર પછી હોર્મોન્સમાં થતા ફેરફારોના કારણે હાડકામાં ઘસારો વધી જાય છે. આ નેચરલ કારણો સિવાય શરીરમાં કેલ્શિયમની ખામી, વિટામિન ડીની ખામી કે બીમારીના કારણે પણ હાડકા નબળા થઈ જાય છે.

આ પણ વાંચો:  Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે

હાડકા મજબૂત થાય તે માટે માર્કેટમાંથી મોંઘા પાવડર ન ખરીદવા હોય તો ઘરે આ પાવડર બનાવી લો. આ પાવડરમાં એવી 3 વસ્તુઓનો ઉપયોગ થાય છે જે હાડકાને લોખંડ જેવા મજબૂત રાખશે. શિયાળામાં આ પાવડર વધારે ફાયદો કરશે.

હાડકા માટે હોમમેડ હેલ્ધી પાવડર

હાડકા માટે જે હેલ્ધી પાવડર બનાવવાનો છે તેના માટે મખાના, સફેદ તલ અને ખસખસની જરૂર પડશે. સૌથી પહેલા મખાના અને તલને અલગ અલગ ડ્રાય રોસ્ટ કરી લો. મખાના અને તલ ઠંડા થઈ જાય એટલે તેને અલગ અલગ પીસી લો. ત્યારબાદ ખસખસના બીને પણ પીસી પાવડર બનાવો. આ ત્રણેય વસ્તુઓના પાવડરને એરટાઈટ કંટેનરમાં ભરી લો.

આ પણ વાંચો: બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

દૂધ સાથે લેવો પાવડર

તૈયાર કરેલા પાવડરની 1 ચમચી 1 ગ્લાસ દૂધમાં ઉમેરી રોજ લેવી. ઘરે બનાવેલા આ પાવડરમાં પ્રોટીન, મગ્નેશિયમ, કેલ્શિયમ સહિતના પોષકતત્વો છે જે હાડકાને મજબૂત બનાવવાની સાથે સાંધાના દુખાવાથી રાહત આપે છે. આ પાવડર બાળકો, પુરુષો, મહિલાઓ કોઈપણ પી શકે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES