Dark Underarms: ડાર્ક અંડરઆર્મ્સથી નવરાત્રી પહેલા છુટકારો મેળવવા અપનાવો આ અચૂક ઉપાય, 2 દિવસમાં ડાર્ક સ્કિન નોર્મલ થઈ જશે
Get Rid Of Dark Underarms: નવરાત્રીમાં તમારે પણ સ્લીવલેસ, બેકલેસ ચોલી પહેરવી હોય પણ ડાર્ક અંડરઆર્મ્સના કારણે ન પહેરી શકતા હોય તો 2 દિવસ આ ઉપાય ટ્રાય કરી જુઓ. નવરાત્રી સુધીમાં ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા ગાયબ થઈ શકે છે.
Get Rid Of Dark Underarms: નવરાત્રીમાં મોટાભાગે યુવતીઓ સ્લીવ લેસ અને બેકલેસ ચોલી પહેરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીક યુવતીઓ એવી હોય છે જેઓ સ્લીવલેસ કપડા ફક્ત એટલા માટે નથી પહેરી શકતી કે તેમના અંડરઆર્મ્સ ડાર્ક હોય છે. ડાર્ક અંડર આર્મની સમસ્યાના કારણે સ્લીવ લેસ ન પહેરી શકતી યુવતીઓ માટે આજે જબરદસ્ત ઉપાય જણાવી દઈએ. આ ઉપાય અપનાવીને તમે ડાર્ક આર્મ્સથી છુટકારો મેળવી શકો છો. નવરાત્રી શરૂ થવાને ગણતરીના દિવસોની વાર છે ત્યારે આ ઉપાય અત્યારથી જ અમલમાં મૂકી દો. નવરાત્રીના દિવસ સુધીમાં અંડર આર્મ્સની સ્કીન થોડી નોર્મલ થઈ જશે. નવરાત્રી દરમિયાન પણ આ સરળ ઘરેલુ નુસખા અજમાવતા રહો
આ પણ વાંચો: Home Remedy: શિયાળો શરુ થાય તે પહેલા અપનાવી લો આ ઉપાય, ગમે એટલી ઠંડી પડશે હોઠ કે એડી નહીં ફાટે
અંડર આર્મ્સ ડાર્ક થઈ જવાના કારણો
અંડર આર્મ્સની સ્કીન ડાર્ક થઈ જાય તેના અલગ અલગ કારણ હોય છે. વધારે પડતું ગરમ વેક્સ યુઝ કર્યું હોય કે પછી અંડર આર્મ્સ પર રેઝર નો ઉપયોગ વારંવાર થતો હોય તો સ્કીન ધીરે ધીરે કાળી પડી જાય છે. આ સિવાય હોર્મોનલ સમસ્યાના કારણે પણ યુવતીઓને આ તકલીફ વધે છે. કોઈપણ કારણસર અંડર આર્મ્સ ડાર્ક રંગના થઈ ગયા હોય તો તેને નોર્મલ કરવા માટે ઘરની કઈ વસ્તુઓ ઉપયોગી સાબિત થાય તે જાણી લો.
બટેટાનો રસ
નવરાત્રી સુધીમાં ડાર્ક અંડર આર્મ્સને નોર્મલ કરવા હોય તો બટેટાનો ઉપયોગ સૌથી બેસ્ટ ગણાય છે. બટેટામાં નેચરલ બ્લીચ હોય છે જે અંડર આર્મ્સની સ્કીનને નોર્મલ કરવામાં મદદ કરી શકે છે. બટેટાને પાણીથી ધોયા પછી તેના ટુકડા કરી લો અને બટેટાનો ટુકડો અંડર આર્મ્સ પર થોડી મિનિટ રોજ લગાવો. થોડા દિવસ આ ઉપાય કરશો એટલે અંદર આમ ધીરે ધીરે નોર્મલ થવા લાગશે.
આ પણ વાંચો: Anxiety: 1 મંત્ર અને સવારની 10 મિનિટ, બસ એક વીકમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી સહિત હેલ્થ પ્રોબ્લેમથી મળવા લાગશે રાહત
લીંબુનો રસ
લીંબુના રસમાં પણ નેચરલ બ્લીચ હોય છે જે ડાર્ક સ્કિનને લાઈટ કરવામાં મદદ કરી શકે છે. અંડર આર્મ્સ માં લીંબુનો રસ લગાડવાથી ડેડ સ્કીન પણ દૂર થાય છે અને બેક્ટેરિયાથી પણ છુટકારો મળે છે. તેના માટે લીંબુનો ટુકડો કરી તે ટુકડાથી આમ પેટ પર મસાજ કરો.
દહીં અને ચણાનો લોટ
દહીં અને ચણાના લોટની પેસ્ટ પણ અંડર આર્મ્સ ને નોર્મલ કરવામાં મદદ કરી શકે છે. દહીં અને ચણાનો લોટ ડેડ સ્કિન સેલ્સ હટાવીને સ્કિન ટોનને એક સમાન કરે છે. ચણાના લોટમાં દહીં ઉમેરીને અંડર આર્મ્સ પર લગાડો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરી હુંફાળા પાણીથી સાફ કરો.
ડાર્ક અંડર આર્મ્સની સમસ્યા દૂર કરવા માટે તમે અહીં દર્શાવેલા 3 માંથી કોઈ એક ઉપાયને અપનાવી શકો છો તેને નિયમિત કરવાથી થોડા જ દિવસોમાં અસર દેખાવા લાગશે. જો અંડર આર્મ્સ વધારે ડાર્ક નહીં હોય તો એક કે બે દિવસમાં જ ફરક દેખાઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)