નોબેલ કમિટીએ વર્ષ 2026ના શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષનો શાંતિ પુરસ્કાર નવનેથ નાવી પિલ્લઈ (Navanethem Navi Pillay) ને આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોબેલ પુરસ્કારના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રમાણે પિલ્લઈને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તો નોબેલ શાતિં પુરસ્કાર મેળવવાની ઈચ્છા ઘણીવાર પ્રગટ કરી ચૂકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષે પણ સન્માન મળ્યું નથી.
BREAKING NEWS The Norwegian Nobel Committee has decided to award the 2026 #NobelPeacePrize to Navanethem “Navi” Pillay for her efforts to promote peace and international law. #NobelPrize https://t.co/97vurspw6z
— The Nobel Prize (@NobelPrize) October 9, 2026
દક્ષિણ આફ્રિકા ડરબનમાં 23 સપ્ટેમ્બર 1941ના જન્મેલા નાવી પિલ્લઈએ રંગભેદ વિરુદ્ધ સંઘર્ષ કરનાર નેલ્સન મંડેલા સહિત ઘણા લોકોની કાયદાકીય લડત લડી હતી. તેઓ ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી પર પણ સતત સવાલ ઉઠાવતા રહ્યાં છે. આ સિવાય તેમણે યુદ્ધ અપરાધ અને નરસંહારને જવાબદાર લોકોને ન્યાયના કઠગરામાં લાવવા માટે મહત્વનું કામ કર્યું છે.
નાવી પિલ્લઈને કેમ મળ્યું નોબેલ?
1. યુદ્ધ અપરાધો વિરુદ્ધ કામઃ તેમણે યુદ્ધ અપરાધ, માનવતા વિરુદ્ધ અપરાધ અને નરસંગારના મામલામાં ન્યાયિક કાર્યવાહીને આગળ વધારવામાં યોગદાન આપ્યું.
2. રવાંડા નરસંહારના મામલામાં ઐતિહાસિક ભૂમિકાઃ રવાન્ડાના આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાધિકરણમાં જજ રહેતા તેમણે કાયદાકીય ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવી, જેમાં યૌન હિંસાને માનવતા વિરુદ્ધ અપરાધ અને નરસંગારના રૂપમાં માન્યતા આપવાનો માર્ગ મજબૂત થયો.
3. નરસંહાર માટે ઉશ્કેરવા પર કાર્યવાહીઃ શેર કરવામાં આવેલા લેખ અનુસાર પ્રચારના માધ્યમથી નરસંગાર માટે ઉશ્કેરવાના આરોપમાં કોઈ વ્યક્તિ પર કેસ ચલાવવા સાથે જોડાયેલી ઐતિહાસિક કાયદાકીય ઘટનાક્રમમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું.
4. રંદભેદ વિરુદ્ધ સંઘર્ષઃ દક્ષિણ આફ્રિકામાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મેલા પિલ્લઈએ રંગભેદના સમયમાં ભેદભાવ અને અસમાનતાનો સામનો કર્યો. બાદમાં વકીલ અને જજના રૂપમાં સમાન અધિકારો તથા ન્યાય માટે કામ કર્યું.
Newly awarded peace laureate Navi Pillay has held states and national leaders accountable and brought hope to victims of violence and conflict. Navi Pillay is one of the great defenders of international legal principles in our time. Her distinguished career reminds us of the need to support, fortify and expand the global rule of law. Navi Pillay’s commitment to justice and human dignity is a source of hope and inspiration to all who seek to bring about a more peaceful world. Read more about the 2026 #NobelPeacePrize: https://t.co/JMjpp1jPKc #NobelPrize
— The Nobel Prize (@NobelPrize) October 9, 2026
5. આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંસ્થાઓને મજબૂત કરવીઃ તેમણે દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટ, રવાન્ડાના આંતરરાષ્ટ્રીય ન્યાયાધિકરણ, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ન્યાયાલય અને સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. આપવામાં આવેલી માહિતીમાં મ્યાનમાર વિરુદ્ધ નરસંહારના મામલામાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં તેમની ભૂમિકાનો પણ ઉલ્લેખ છે.
6. શક્તિશાળી દેશોને પણ કાયદા હેઠળ લાવવાની વકાલતઃ ઘોષણા-પત્રનો મૂળ વિચાર છે કે વિશ્વમાં શાંતિ માત્ર સૈન્ય તાકાત કે શક્તિશાળી દેશોના નિર્ણયથી નહીં, પરંતુ કાયદા, ન્યાય અને જવાબદારીથી નક્કી થઈ શકે છે.
તેમના કામને શાંતિ સાથે કઈ રીતે જોડવામાં આવ્યું?
પુરસ્કાર માટે આપવામાં આવેલા આ કથિત તર્કનો સાર છે કે સ્થાયી શાંતિ માટે ન્યાય જરૂરી છે. જો યુદ્ધ, નરસંહાર અને માનવાધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર લોકો પર કાયદાકીય કાર્યવાહી થાય છે, તો પીડિતોને ન્યાય મળવા અને ભવિષ્યમાં હિંસા રોકવાની સંભાવના મજબૂત થાય છે.