ઇઝરાયલમાં 19 વર્ષ બાદ સત્તાપરિવર્તન થવા જઈ રહ્યું છે. આ વખતે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી મળી નથી. બેન્ઝામિન નેતન્યાહુની લિકુડ પાર્ટી બહુમતના આંકડાથી પાછળ રહી ગઈ છે. તો 48 સીટોની સાથે આદી આઇઝનકોટની શાયર પાર્ટી બહુમતની નજીક હતી. અરબ પાર્ટીના સમર્થન બાદ તેમણે બહુમતનો આંકડો પાર કરી લીધો અને પછી રાષ્ટ્રપતિ આઇઝક હરજોગે ગાદી આઇઝનકોટને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.
આઇઝનકોટ ઇઝરાયલના સેના પ્રમુખ રહી ચૂક્યા છે. 2015થી 2019 સુધી તેઓ આ પદ પર હતા. આ સિવાય તેઓ યાશર પાર્ટીના નેતા છે. આ ચૂંટણીમાં તેઓ નેતન્યાહુના હરીફ હતા. હમાસ પર હુમલા બાદ નેતન્યાહુની ઈમરજન્સી વોર કેબિનેટમાં પણ તેઓ પર્યવેક્ષક તરીકે સામેલ હતા.
આ ચૂંટણીમાં આઇઝનકોટને સંવેદના પણ મળી. હકીકતમાં 7 ઓક્ટોબર 2026ના હુમલામાં આઇઝનકોટનો પુત્ર ગૈલ આઇઝનકોટ મોતને ભેટ્યો હતો. ત્યારબાદ આઈડીએફમાં સામેલ થઈ લડતા તેમના બે ભત્રીજા પણ કુરબાન થઈ ગયા હતા. તેવામાં આઇઝનકોટને લોકો દેશભક્તના રૂપમાં જોઈ રહ્યાં છે અને તેમના સન્માનમાં લોકોએ મત આપ્યા હતા.
આઇઝનકોટ સેના અધ્યક્ષ રહ્યાં છે અને તેથી તેઓ શિષ્તમાં વિશ્વાસ રાખે છે. તેમના ભાષણોમાં જોશની કોઈ કમી નહોતી. તેનાથી ઇઝરાયલની જનતા પ્રભાવિત થઈ હતી. તેઓ પોતાની સાદગી માટે પણ જાણીતા છે. 19 વર્ષથી નેતન્યાહુ જ પ્રધાનમંત્રી હતા, તેવામાં જનતા કોઈ નવો ચહેરો શોધી રહી હતી.
સેના પ્રમુખ રહેતા પહેલા તેમણે હિઝબુલ્લાહની સાથે લડવા માટે એક સિદ્ધાંત બનાવ્યો હતો, જેને દહિયા સિદ્ધાંત કહેવામાં આવ્યો. તે હેઠળ દુશ્મન જ્યાં મજબૂત હોય ત્યાં ખુબ બોમ્બવર્ષા થતી હતી. સુરક્ષાના મામલામાં તેમનું વલણ હંમેશા કડક રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે હમાસને પડકાર ફેંક્યો હતો.
ઇઝરાયલના રાષ્ટ્રપતિ સામાન્ય રીતે તે સાંસદોને સરકાર બનાવવા માટે જવાબદારી સોંપે છે, જેમના વિશે તેમને લાગે છે કે તેની પાસે સરકાર બનાવવાની સૌથી સારી સંભાવના છે. આ નિર્ણયમાં ચર્ચા-વિચારણા દરમિયાન રાજકીય દળો તરફથી આપવામાં આવતા સમર્થનનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રક્રિયાનું સીધું પ્રસારણ પણ કરવામાં આવે છે. સરકાર બનાવવાની જવાબદારી મેળવનાર નેતાને ગઠબંધન માટે 28 દિવસનો સમય મળે છે. જો રાષ્ટ્રપતિને લાગે છે કે સરકાર બનાવવાની યોગ્ય સંભાવના છે, તો તેઓ પોતાના વિવેક અનુસાર આ સમયને 14 દિવસ વધારી શકે છે.