• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /IPL 2027 હરાજી પહેલા SRHના રિલીઝ લિસ્ટમાં સૌથી ઉપર હશે આ 3 નામ, 2 વારના પર્પલ કેપ વિજેતાનું પત્તું કપાશે!

IPL 2027 હરાજી પહેલા SRHના રિલીઝ લિસ્ટમાં સૌથી ઉપર હશે આ 3 નામ, 2 વારના પર્પલ કેપ વિજેતાનું પત્તું કપાશે!

IPL 2027 ના મિની ઓક્શનની તારીખ નજીક આવી રહી છે. તે પહેલા જાણી લો સનરાઇઝર્સ હૈદરાબાદ ક્યા ખેલાડીને ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે.

Written ByGokani Dhaval
Published: Nov 08, 2026, 12:55 PM IST|Updated: Nov 08, 2026, 12:57 PM IST
joinshare
IPL 2027 હરાજી પહેલા SRHના રિલીઝ લિસ્ટમાં સૌથી ઉપર હશે આ 3 નામ, 2 વારના પર્પલ કેપ વિજેતાનું પત્તું કપાશે!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IPL 2027 હરાજી પહેલા SRHના રિલીઝ લિસ્ટમાં સૌથી ઉપર હશે આ 3 નામ, 2 વારના પર્પલ કેપ વિજેતાનું પત્તું કપાશે!

IPL 2027 હરાજી પહેલા SRHના રિલીઝ લિસ્ટમાં સૌથી ઉપર હશે આ 3 નામ, 2 વારના પર્પલ કેપ વિજેતાનું પત્તું કપાશે!

2

પુત્ર અને બે ભત્રીજા દેશ માટે કુરબાન: જાણો કોણ છે ઇઝરાયેલના નવા પ્રધાનમંત્રી ગાદી આઇઝનકોટ

3

વિક્રમ સંવત 2083 Rashifal: કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ? વાંચો તમારૂ વાર્ષિક રાશિફળ

4

દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ

5

Vikram Samvat 2083 Rashifal: વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેવે નવું વર્ષ, નોકરી-વ્યવસાયમાં પ્રગતિ, ધનલાભની નવી તકો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IPL 2027 ના મિની ઓક્શનની તારીખ નજીક આવી રહી છે. તમામ 10 ટીમોએ 17 નવેમ્બર સુધી પોતાનું રિટેન્શન લિસ્ટ જારી કરવાનું છે. હરાજી પહેલા અત્યાર સુધી 8 ખેલાડી ટ્રેડ થયા છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી વધુ સક્રિય રહી છે. SRH ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ અને ભારતીય ફાસ્ટ બોલર ખલીલ અહમદ અને ટી નટરાજનને ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.

આઈપીએલ 2026મા સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફ સુધી પહોંચી હતી, પરંતુ એલિમિનેટરમાં તેને રાજસ્થાન સામે હાર મળી હતી. હવે સવાલ છે કે આગામી સિઝન માટે હૈદરાબાદની ટીમમાં ક્યા ફેરફાર થઈ શકે છે. અહીં તેવા ત્રણ ખેલાડીઓ વિશે જાણો જેને ફ્રેન્ચાઇઝી રિલીઝ કરી શકે છે.

હર્ષલ પટેલ

હર્ષલ પટેલ છેલ્લી બે સિઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો છે. પાછલી સિઝનમાં પટેલ 5 મેચમાં એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. ફ્રેન્ચાઇઝી તેને 8 કરોડ રૂપિયા આપે છે. પરંતુ તેનું પ્રદર્શન જોતા બે વખતના પર્પલ કેપ વિનર બોલરને બહાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

જયદેવ ઉનડકટ

જયદેવ ઉનડકટ પણ છેલ્લી કેટલીક સિઝનથી ફ્લોપ રહ્યો છે. ઉનડકટ 2024થી સનરાઇઝર્સનો હિસ્સો છે. તેણે પાછલી સિઝનમાં 4 મેચ રમી માત્ર ચાર વિકેટ લીધી હતી. તેનો ઇકોનોમી રેટ પણ મોંઘો રહ્યો હતો. તેવામાં ફ્રેન્ચાઇઝી સૌરાષ્ટ્રના આ બોલરને રિલીઝ કરી શકે છે.

ગેરાલ્ડ કોએત્ઝી

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને પાછલી સિઝનમાં હૈદરાબાદ ડેવિડ પેનના રિપ્લેસમેન્ટ તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોએન્ઝીને સિઝનમાં કોઈ મેચ રમવાની તક મળી નહીં. હૈદરાબાદ ટીમમાં ફાસ્ટ બોલરોની ભરમાર છે અને એક વિદેશી હોવું કોએત્ઝી માટે રાહતની વાત નથી. તેવામાં તેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મુશ્કેલ બની રહી છે. લાગી રહ્યું છે કે મિની ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી તેને રિલીઝ કરી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News