SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત

Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયેલના તેલઅવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને ક્રેશ થતી બચાવનારા ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈના રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. આ ફ્લાઈટમાં 174 મુસાફરો અને ક્રૂસભ્યો હતા જેમના જીવ તેમના શૌર્યના કારણે બચ્યા હતા.

Written By Viral Raval
Published: Oct 28, 2026, 10:04 AM IST | Updated: Oct 28, 2026, 10:09 AM IST
Join

30 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈથી તેલઅવીવ ઉડેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કોપાયલોટે અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી નાખતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મરણતોલ ઘા પડ્યા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને કોકપિટનો દરવાજો ખોલ્યો અને મુસાફરોને અંદર આવવાનો રસ્તો મોકળો  કરતા વિમાન જે ક્રેશ થવા તરફ જઈ રહ્યું હતું તે બચ્યું અને અનેક લોકોના જીવ બચ્યા. કેપ્ટન સ્મિતના આ સાહસને પગલે તેમને દુબઈના પ્રતિષ્ઠિત સન્માન ઓર્ડર ઓફ ઝાયદ દ્વિતિય, ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા છે.

આ સમારોહમાં જ્યારે તેઓ ઘાયલ અવસ્થામાં હાથમાં બ્રેસ પહેરીને ક્રૂ સાથે પહોંચ્યા તો દરેકની આંખ આ અસલી હીરોના જૂનૂન અને સમર્પણને જોઈને ગર્વ અને સન્માનથી ગદગદ થઈ હતી.

Russia Ukraine: રશિયા યુક્રેન વચ્ચે શરુ થયું સીઝફાયર, મેલાનિયા ટ્રંપ એ આપી જાણકારી

કેપ્ટન સ્મિતને મળ્યું સર્વોચ્ચ સન્માન

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને કેપ્ટન સ્મિતને પહેલા તો ભેટી પડ્યા. આ અવસરે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ અને બંને અમીરાતના શાહી પરિવારોના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ અવસરે ફ્લાઈદુબઈના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છર અને સાથે સાથે ક્રૂ મેમ્બર્સને પણ સન્માનિત કરાયા.

દુબઈનો સર્વોચ્ચ પુરસ્કર ઓર્ડર ઓફ ઝાયેદ II

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

અદમ્ય સાહસથી બચ્યા હતા 174 લોકોના જીવ

અત્રે જણાવવાનું કે 30 ઓક્ટોબરના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કેપ્ટન તરીકે સ્મિત મચ્છર અને કો પાયલટ તરીકે ઓમાની પાયલટ હમ્મામ અલ હમ્મામ હતો. જેણે વધુ લોકોના જીવ લેવાના હેતુથી કોકપિટમાં અચાનક કેપ્ટન પર હુમલો કર્યો હતો અને આ  ભયાનક અને ડરામણી સ્થિતિમાં પણ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે ગંભીર અને જીવલેણ ઘા  પડ્યા છતાં અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય કરાવ્યો અને દર્દથી કણસવા છતાં કોકપિટનો દરવાજો ખોલ્યો અને લોકોએ અંદર આવીને આ હુમલાખોર કો પાયલટને કાબૂમાં કર્યો.

ત્યારબાદ UAEના એટોર્ની જનરલ ડો. સૈફ અલ શમ્સીએ 9 ઓક્ટોબરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનાના આરોપી ઓમાની સહ પાયલટનો ઈરાદો વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડવાનો હતો.

ઈઝરાયેલે પણ આપ્યું છે આમંત્રણ

જે ઈઝરાયેલીઓને કેપ્ટન સ્મિતના સાહસે  બચાવ્યા તેનો આભાર વ્યક્ત કરવા માટે ઈઝરાયેલે પણ પીએમ મોદી અને કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયેલ તરફથી  આમંત્રણ આપ્યું છે. ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ ફોન કરીને પીએમ મોદી અને કેપ્ટન સ્મિત મચ્છરને સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રજ્વલિત કરવા માટે આમંત્રણ આપ્યું છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES