• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /3 દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે વાવાઝોડું! 320 કિલોમીટરથી પણ વધુનો વ્યાપ, 190 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

3 દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે વાવાઝોડું! 320 કિલોમીટરથી પણ વધુનો વ્યાપ, 190 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

Taiwan Typhoon : કુદરત જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે માણસે બનાવેલું સામ્રાજ્ય પણ ઘૂંટણિયે પડી જાય છે. અત્યારે પૂર્વ એશિયાના ત્રણ મોટા દેશો તાઈવાન, જાપાન અને ચીન એક એવા જ મહાસંકટના મુખ પર ઊભા છે, જેનું નામ છે ચાંપી વાવાઝોડું. કલાકના 191 કિલોમીટરની ઝડપે ફૂંકાતા વિનાશક પવનોએ પ્રશાંત મહાસાગરમાં એવો ચક્રવ્યૂહ રચ્યો છે. જેણે તાઈવાનના ધબકારા વધારી દીધા છે, જાપાનને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે અને ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં દહેશત ફેલાવી દીધી છે.

Written ByKaran Rajput
Published: Oct 23, 2026, 05:16 PM IST|Updated: Oct 23, 2026, 05:26 PM IST
joinshare
3 દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે વાવાઝોડું! 320 કિલોમીટરથી પણ વધુનો વ્યાપ, 190 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સુરતમાં મોબાઈલ ફોન બન્યો મોતનું કારણ, ધાબા પરથી પટકાતા 42 વર્ષીય યુવકનું કરૂણ મોત, પરિવારમાં શોક

સુરતમાં મોબાઈલ ફોન બન્યો મોતનું કારણ, ધાબા પરથી પટકાતા 42 વર્ષીય યુવકનું કરૂણ મોત, પરિવારમાં શોક

2

શેરબજારમાં નવા છો? તો AI જણાવશે કેવી રીતે કરવું રોકાણ, શરૂઆત કરનારાઓ આ 5 બાબતો રાખો ધ્યાનમાં, જાણો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

3

ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?

4

3 દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે વાવાઝોડું! 320 કિલોમીટરથી પણ વધુનો વ્યાપ, 190 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

5

Cyclone Alert: આવી રહ્યું છે વાવાઝોડું તુફાન! આ રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદ, એલર્ટ જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Typhoon Champi  : તાઈવાન..એશિયાનું એવું આર્થિક પાવરહાઉસ, જે ક્યારેય ઊંઘતું નથી. આજે ચાંપી વાવાઝોડાના ખૌફે આખા ટાપુને જાણે થંભાવી દીધો છે. પ્રશાંત મહાસાગરમાંથી ઊછળતાં છ મીટર ઊંચાં મોજાં ચેતવણી આપી રહ્યાં છે કે આગામી 48 કલાક તાઈવાન માટે કેટલા મુશ્કેલ સાબિત થઈ શકે છે. ચાંપી વાવાઝાડાને પગલે એકનું મોત થયું છે અને 99 લોકો ઈજાગ્રસ્ત છે. 

  • ચાંપી વાવાઝોડાથી તાઈવાનમાં હાહાકાર
  • પ્રશાંત મહાસાગરમાં છ મીટર ઊંચાં મોજાં.
  • ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
  • વાવાઝોડાના ખતરાથી જાપાનમાં રેડ એલર્ટ
  • ભૂસ્ખલન અને પૂરથી તાઈવાનમાં વધી મુશ્કેલી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાનો વ્યાપ 320 કિલોમીટરથી પણ વધુ છે. એટલે કે વાવાઝોડાનું કેન્દ્ર ભલે તાઇવાનની ધરતી સાથે સીધું ન અથડાય, પરંતુ તેનું વિશાળ સ્વરૂપ આખા દેશને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યું છે.

 

SON DAKİKA: Tayvan'ı vuran Champi Tayfunu 1 can aldı, 94 kişiyi yaraladı; dev dalgaların kıyıları dövdüğü adada bini aşkın uçuş iptal edilirken, yaklaşık 1.300 kişi tahliye edildi ve 19 binden fazla haneye elektrik verilemiyor. https://t.co/1Ec93a78Tv

— FAP Spor (@FapSpor) October 23, 2026


તાઈવાનની સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશન એટલે કે CWAના અનુમાન પ્રમાણે, આ વાવાઝોડું તાઇવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાની સમાંતર પસાર થશે. એટલે કે દરિયાકાંઠાને અડીને આગળ વધશે પરંતુ તેનો ખતરો હજુ ટળ્યો નથી. તેની અસરને કારણે.

 

  • રાજધાની તાઈપેઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાકમાં 200 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો
  • દરિયાકાંઠે છ મીટર એટલે કે લગભગ 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે
  • પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે અને નદીઓ ગાંડીતૂર બની છે
  • દરિયાઈ મોજાંમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 94 લોકો ઘાયલ થયા છે
  • 1,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે
  • સેનાને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

#TyphoonChampi #Taiwan Typhoon Champi, tied as 2026's strongest storm with 185 mph peak winds, has already left 1 dead and the injury count climbing past 171 in Taiwan. Nearly 1,000 flights grounded, almost 2,700 people evacuated, schools and offices shut islandwide. And the storm hasn't even made full landfall yet.The real test comes in the hours after landfall, when the storm's full force actually lands.

— Rizwan Ashraffi (@rizwanace) October 23, 2026


તાઈવાનની સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, વાવાઝોડું સીધું તટ સાથે અથડાય એટલે કે લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે. તે તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાની સમાંતર આગળ વધીને ઉત્તર તરફ જશે. જોકે, આગામી બે દિવસ સુધી ભારે વરસાદ અને તીવ્ર પવનનો ખતરો યથાવત્ રહેશે.

ચાંપી વાવાઝોડાની ચેતવણીને પગલે તાઈવાને પણ સાવચેતીનાં પગલાં ભર્યાં છે.
 

  • 262 સ્થાનિક અને 669 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
  • રાજધાની તાઈપેઈ સહિત ટાપુના મોટા ભાગમાં મેટ્રો અને હાઈ-સ્પીડ ટ્રેનની સેવાઓ મર્યાદિત કરવામાં આવી છે
  • તાઈવાન સ્ટોક એક્સચેન્જ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે
  • રાજધાની તાઈપેઈ સહિત 20થી વધુ શહેરોમાં શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને ખાનગી ઓફિસો બંધ રાખવામાં આવી છે

જાણકારોના મતે, આ કુદરતી આફત મોટું વૈશ્વિક આર્થિક સંકટ પણ ઊભું કરી શકે છે. તાઈવાન દુનિયાના સૌથી મોટા સેમિકન્ડક્ટર એટલે કે ચિપ ઉત્પાદકોમાંનું એક છે. જો ચાંપી વાવાઝોડાના કારણે તાઇવાનની ચિપ ફેક્ટરીઓ લાંબા સમય સુધી બંધ રહે, તો દુનિયાભરમાં સ્માર્ટફોન, કાર અને કમ્પ્યુટરની કિંમતો વધી શકે છે. એટલે કે ચાંપીનો પ્રહાર માત્ર એશિયા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક બજારોને પણ તેની અસર થઈ શકે છે.

જાપાનમાં અત્યારથી જ રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાઈવાનને હચમચાવ્યા બાદ ચાંપી વાવાઝોડાનો આગામી નિશાન જાપાન બની શકે છે. જાપાનના ઈશિગાકી અને યોનાગુની ટાપુઓ પર આ વાવાઝોડું ત્રાટકી શકે છે.આ જોખમને ધ્યાનમાં રાખીને જાપાનમાં અત્યારથી જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાપાનની હવામાન એજન્સી JMAએ ચેતવણી આપી છે કે ચાંપી વાવાઝોડું જાપાનના ટાપુઓ સાથે અથડાશે ત્યારે પવનની ઝડપ કલાકના 180 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

આ જોખમને ધ્યાનમાં રાખીને અગાઉથી જ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ટ્રેનો રોકવામાં આવી રહી છે, બુલેટ ટ્રેનોના રૂટ બદલવામાં આવી રહ્યા છે અને દરિયાકાંઠે આવેલા ગામોને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. જાપાન માટે આ અઠવાડિયું કુદરતી આફત સામેની અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ શકે છે.

🚨 BREAKING 🇹🇼: Typhoon Champi batters Taiwan, leaving 1 dead and 94 injured. 🌪️ 77,000+ homes lost power, nearly 1,000 flights were cancelled, and 1,286 people were evacuated. 🌊 Waves reaching 8 METERS are pounding the Taitung coast, while 19,029 homes remained without power as of 2 PM. https://t.co/doxJ4zIB1d

— Rabindra. 🚩 (@rabindraX238) October 23, 2026

હવામાન અનુમાનો ચીનને થોડી રાહત આપી રહ્યાં છે

ચાંપી વાવાઝોડાના સંકટને કારણે ચીનના શાંઘાઈ અને ઝેજિયાંગ પ્રાંતમાં પણ ચિંતાનો માહોલ છે. જો કે, તાજેતરના હવામાન અનુમાનો ચીનને થોડી રાહત આપી રહ્યાં છે. અનુમાન છે કે વાવાઝોડું ચીનની મુખ્ય ભૂમિ સાથે સીધું નહીં અથડાય અને દરિયાકાંઠાના સમુદ્ર પરથી જ ઉત્તર તરફ આગળ વધશે.

Topan champi kecepatan angin maksimum berkelanjutannya berkisar antara 176 hingga 184 km/jam, dengan embusan angin (gusts) dahsyat mencapai 191 hingga 227 km/jam di dekat pusat badai - radius badai mencapai 320 kilometer - memicu gelombang laut raksasa ketinggian mencapai 6 - 8 meter

— jktlife (@joneshop) October 23, 2026

પરંતુ આ રાહત વચ્ચે પણ ચીને કોઈ બેદરકારી દાખવી નથી. ચીનના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. તાઈવાન ચાંપી વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે, ચીન એલર્ટ પર છે અને જાપાન તેના સંભવિત પ્રહારનો સામનો કરવા માટે કમર કસી રહ્યું છે.

સ્પષ્ટ છે કે ચાંપી વાવાઝોડું માત્ર એક મોસમી ઘટના નથી, પરંતુ ત્રણ દેશોની સરકારો, તેમની અર્થવ્યવસ્થાઓ અને કરોડો લોકો માટે મોટી ચેતવણી છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપ સામે હવે ત્રણેય દેશોની તૈયારી, વ્યવસ્થા અને ધીરજની કસોટી થવાની છે.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News