• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Cyclone Alert: આવી રહ્યું છે વાવાઝોડું તુફાન! આ રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદ, એલર્ટ જાહેર

Cyclone Alert: આવી રહ્યું છે વાવાઝોડું તુફાન! આ રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદ, એલર્ટ જાહેર

Cyclone Alert: હવામાન વિભાગે આવનારા દિવસોમાં એક જોરદાર વાવાઝોડું આવવાનું એલર્ટ જાહેર કર્યું છે, તેના કારણે થોડા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જાણો કયું વાવાઝોડું આવવાનું છે અને કયા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 23, 2026, 05:06 PM IST|Updated: Oct 23, 2026, 05:09 PM IST
joinshare
Cyclone Alert: આવી રહ્યું છે વાવાઝોડું તુફાન! આ રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદ, એલર્ટ જાહેર

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    શેરબજારમાં નવા છો? તો AI જણાવશે કેવી રીતે કરવું રોકાણ, શરૂઆત કરનારાઓ આ 5 બાબતો રાખો ધ્યાનમાં, જાણો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

    શેરબજારમાં નવા છો? તો AI જણાવશે કેવી રીતે કરવું રોકાણ, શરૂઆત કરનારાઓ આ 5 બાબતો રાખો ધ્યાનમાં, જાણો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

    2

    ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?

    3

    3 દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે વાવાઝોડું! 320 કિલોમીટરથી પણ વધુનો વ્યાપ, 190 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

    4

    Cyclone Alert: આવી રહ્યું છે વાવાઝોડું તુફાન! આ રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદ, એલર્ટ જાહેર

    5

    દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા રૂઠ્યા: કલ્યાણપુરમાં દુષ્કાળનો ડાચો, વહાલસોયા પશુધનને બચાવવા માલધારીઓ હિજરત કરવા મજબૂર

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Cyclone Alert: બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે, જેના કારણે આવનારા સમયમાં એક વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તેના કારણે અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક લો પ્રેસર વિસ્તાર કાર્યરત છે. 24 ઓક્ટોબર સુધીમાં તે વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 25 તારીખ સુધીમાં વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. 26 ઓક્ટોબરની સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે તેવી પણ અપેક્ષા છે.

    ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડશે

    આને કારણે, આગામી બે દિવસમાં તે વધુ તીવ્ર બનશે અને ઉત્તર આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આના કારણે 27 અને 28 ઓક્ટોબરે ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

    વધુમાં, 29 ઓક્ટોબરે ઓડિશાના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આ દરમિયાન, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ ક્ષેત્રમાં બનેલા ઓછા દબાણના ક્ષેત્રને કારણે, 27 ઓક્ટોબર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અને 23થી 25 ઓક્ટોબર દરમિયાન કેરળ અને માહેમાં ખૂબ જ ભારે વરસાદ પડશે. આજે, 23 ઓક્ટોબરે દક્ષિણ તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

    27-29 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વરસાદ

    દક્ષિણ ભારતના હવામાનની વાત કરીએ તો, આગામી દિવસોમાં અહીંના ઘણા રાજ્યોમાં પણ વરસાદ પડશે. 23થી 25 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, 23થી 27 ઓક્ટોબર દરમિયાન કેરળ, માહે, 23થી 23 ઓક્ટોબર દરમિયાન લક્ષદ્વીપ, 23-24 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટક, 27-29 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

    અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની જાહેરાત

    26થી 29 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, 28-29 ઓક્ટોબર દરમિયાન કેરળ, માહે, 27-29 ઓક્ટોબર દરમિયાન લક્ષદ્વીપ અને તેલંગાણા, 25-29 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, 23-24 ઓક્ટોબર દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટક, 23-26 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, 23-29 ઓક્ટોબર દરમિયાન રાયલસીમામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 23-24 ઓક્ટોબર દરમિયાન કર્ણાટકમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે.

    પુડુચેરીમાં ભારે વરસાદ ચાલુ, શાળાઓમાં રજા જાહેર

    પુડુચેરી અને તેના ઉપનગરોમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો, અને શુક્રવારે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના અહેવાલો છે. વરસાદને ધ્યાનમાં રાખીને, શિક્ષણ મંત્રી એ. નમસ્સ્વયમે શુક્રવારે પુડુચેરી અને કરાઈકલ પ્રદેશોમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન, પુડુચેરી અને તેના ઉપનગરોમાં 9.6 સેમી વરસાદ નોંધાયો છે, જ્યારે કરાઈકલ ક્ષેત્રમાં 4 સેમી વરસાદ પડ્યો છે.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    India News