SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tibet Earthquake: 7 ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું તિબેટ, 16 લોકોના મોત, 32 ઘાયલ, પાક, અફઘાનિસ્તાન, ચીનમાં પણ ધરતી ધ્રુજી

Tibet Earthquake: તિબેટમાં વિનાશકારી ભૂકંપ આવ્યો. 7 ની તિવ્રતાના ભૂકંપના કારણે તિબેટમાં તબાહી મચી છે. આ ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપ નોંધાયો હતો.

Written By Krupa Shah
Published: Oct 23, 2026, 08:14 AM IST | Updated: Oct 23, 2026, 08:16 AM IST
Join

Tibet Earthquake: તિબેટમાં ગુરુવારે મોડી રાત્રે 7 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ ના કારણે અહીં અનેક ઘર ઘસી ગયા અને આ ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યો સાથે જ 32 લોકો ઘાયલ થવા હોવાનું પણ જાણવા મળ્યું છે. 7 ની તીવ્રતાના ભૂકંપ પછી તિબેટમાં તબાહી મચી છે જેના માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે સવારે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર તિબેટમાં ગુરુવારે રાત્રે 7 ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે તિબેટમાં જાન માલની મોટી નુકસાની થઈ હોવાનો અંદાજ છે. તિબેટ બાદ શુક્રવારે સવારે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં 4.1 થી 4.9 ની તીવ્રતાના ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. સવારમાં ભૂકંપના તીવ્ર ઝટકાનો અનુભવ થતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

તિબેટમાં ભૂકંપથી તબાહી

જાણવા મળતી માહિતી અનુસાર તિબેટમાં ગુરુવારની રાત્રે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના કારણે નાગકૂ નામના શહેરમાં સૌથી વધુ નુકસાની થઈ હોવાની જાણકારી ચીની મીડિયા દ્વારા આપવામાં આવી હતી. અહીં ભૂકંપથી 300 થી વધુ ઘર ધસી પડ્યા હતા. જેમાં 16 લોકોના મોત થયા અને 32 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પછી તુરંત જ શહેરમાં બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું.

આ અંગે મળતી જાણકારી અનુસાર ઘાયલોમાંથી પણ 11 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મોતનો આંકડો વધી શકે છે. તિબેટમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનનું આંકલન હજુ સુધી લગાવી શકાય તેમ નથી. હાલ અહીં બચાવ અને રાહત કાર્ય શરૂ કરી લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી રહી છે. રાહત અને બચાવ કર્યો માટે 300 થી વધુ પોલીસકર્મીઓ ભૂકંપ ગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે.

ચીન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપ

ગુરુવારે રાત્રે તિબેટમાં આવેલા ભૂકંપ પછી વહેલી સવારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના ઝટકા નોંધાયા. નેશનલ સેન્ટર ફોર સિસમોલોજીના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સૌથી પહેલાં સવારે 4.56 મિનિટે ભૂકંપના ઝટકા નો અનુભવ થયો. પાકિસ્તાનમાં 4.9 ની તીવ્રતા નો ભૂકંપ નોંધાયો હતો. પાકિસ્તાન પછી સવારે 5.54 મિનિટે અફઘાનિસ્તાનમાં ભૂકંપનો ઝટકો નોંધાયો. અફઘાનિસ્તાનમાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ચીનમાં ભૂકંપનો ઝટકો નોંધાયો. ચીનમાં સવારે 6.05 મિનિટે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આમ વહેલી સવારે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા નોંધાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES