સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ
બાંગ્લાદેશ અને નેપાળ બાદ છાત્રો આંદોલને સર્બિયામાં સત્તા પરિવર્તન કરી દીધું છે. સર્બિયામાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં હતા, જેની સામે 14 વર્ષથી સત્તામાં રહેલાં નેતાએ હાર માનવી પડી, કારણ કે તેઓ ચૂંટણી હારી ગયા છે.
નેપાળ અને બાંગ્લાદેશ બાદ સર્બિયામાં વિદ્યાર્થીઓ સત્તા પરિવર્તન કરવામાં સફળ થઈ રહ્યાં છે. અહીં 2 વર્ષથી ચાલી રહેલા છાત્રોના વિરોધ પ્રદર્શનને કારણે 14 વર્ષથી સત્તામાં રહેલા એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણીમાં તેમની દક્ષિણપંથી પાર્ટીને છાત્રોના નેતૃત્વવાળા વિપક્ષી આંદોલને જોરદાર ટક્કર આપી. આ આંદોલન હેઠળ 2 વર્ષથી વુચિચની સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તો બાલ્કન દેશમાં થયેલો આ રાજકીય અપસેટ મોટા રાજનીતિક પરિવર્તનનો સંકેત માનવામાં આવી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સમર્થક વુચિચ 14 વર્ષથી બહુમતની સાથે દેશની સરકાર ચલાવી રહ્યાં હતા. હવે ચૂંટણી હાર બાદ તેમણે છાત્ર આંદોલનને તેમને સત્તામાંથી હટાવવાનું વિદેશી ષડયંત્ર ગણાવ્યું છે.
વુચિચે હાર માટે યુરોપિયન દેશોને જવાબદાર ઠેરવ્યા
મહત્વનું છે કે સર્બિયામાં 64 લાખ મતદાતા છે, જેમણે 250 સભ્યોવાળી સંસદ માટે પ્રતિનિધિ ચૂંટ્યા છે. ચૂંટણીમાં હાર સ્વીકાર કરતા વુચિચે કહ્યુ કે તેમની પાર્ટીનું અનુમાન હતું કે યુવાઓના સમર્થનવાળી વિપક્ષી પાર્ટી સ્ટૂડેન્ટ્સ લિસ્ટને 135થી 140 સીટો મળી શકે છે અને તેમની SNS પાર્ટીને 105 સીટ મળવાની આશા છે. પરંતુ તે ન થયું અને તે માટે સ્વતંત્ર મીડિયાની સાથે-સાથે યુરોપના દેશોનો હસ્તક્ષેપ જવાબદાર છે. ચૂંટણી પરિણામ જાહેર થવાની સાથે બેલગ્રેડમાં જશ્ન શરૂ થઈ ગયો છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે કારનું હોર્ન વગાડી ડાન્સ અને નારેબાજી કરી જીતનો જશ્ન મનાવ્યો, પરંતુ આ જીત વિદ્યાર્થીઓની નહીં, સર્બિયાની નહીં, પરંતુ દેશના વિરોધીઓની જીત છે.
2024મા 16 મોતના વિરોધમાં શરૂ થયું હતું આંદોલન
વુચિચે કહ્યુ કે સ્ટૂડન્ટ લિસ્ટના સમર્થકો નારા લગાવી રહ્યાં છે કે એલેક્ઝેન્ડર જતાં રહ્યાં. સ્થિતિને જોતા સર્બિયા પોલીસે રાજધાનીમાં ચૂંટણી પંચના મુખ્યાલયની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. 2 વર્ષ ચાલેલા વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે ચૂંટણી કરાવવામાં આવી હતી. છાત્ર પ્રદર્શન વર્ષ 2024મા નોવી સાદના રેલવે સ્ટેશન પર દુર્ઘટનામાં 16 લોકોના મોતના વિરોધમાં શરૂ થયું હતું. આ આપદાએ ભ્રષ્ટાચાર, સરકારી જવાબદારી અને સુરક્ષા માપદંડોને લઈને લોકોના ગુસ્સાને વધાર્યો. વુચિચે કહ્યુ કે પછી ધીમે-ધીમે વિરોધ પ્રદર્શન સર્બિયાની Gen-Z પેઢીના સૌથી મોટા વિરોધ આંદોલનમાં સામેલ થઈ ગયું. પ્રદર્શનકારીઓએ રાજકીય પરિવર્તનની માગ કરતા મારા રાજીનામાની માગ અને સરકાર પર દબાવ વધાર્યો હતો.
આ પણ વાંચોઃ Brazil: ચોથીવાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા લૂલા ડા સિલ્વા, 80 વર્ષીય સિલ્વા ટ્રંપના કટ્ટર વિરોધી
વિદ્યાર્થી આંદોલનના દબાણમાં યોજાઈ ચૂંટણી
મહત્વનું છે કે વુચિચ પોપુલિસ્ટ અને નેશનલિસ્ટ પોલિટિશનય છે, જેમણે વર્ષ 2014થી અત્યાર સુધી સર્બિયાની રાજનીતિમાં પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ તરીકે પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. પરંતુ વિદ્યાર્થી આંદોલનના વધતા દબાણ વચ્ચે સપ્ટેમ્બર 2026મા તેમણે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા. તેમના સમર્થક તેમને આર્થિક વિકાસ, આંતરમાળખાના પ્રોજેક્ટ્સ જેમ કે હાઈવે, રેલવે, સ્કૂલ અને હોસ્પિટલ માટે ક્રેડિટ આપે છે. આલોચકો તેમની સરકાર પર ડેમોક્રેટિક સંસ્થાઓને નબળી કરવા અને વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવતા હતા, પરંતુ વુચિચે આ આરોપોને વારંવાર નકાર્યા હતા. સપ્ટેમ્બરમાં કરાવવામાં આવેલી ચૂંટણીમાં મતદાન 70 ટકા નજીક પહોંચ્યું, જે 1992મા યુગોસ્વાલિયાના તૂટ્યા બાદ સૌથી વધુ હતું.