ફ્રાન્સમાં વધતી હિંસા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની આલોચના કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પેરિસ જલ્દી મુસ્લિમ શહેર બની જશે. તેમણે ફ્રાન્સમાં જારી હિંસા માટે ઇમિગ્રેશનને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે મેક્રોએ ઘણા સમય પહેલા દેશની સરહદો બંધ કરી દેવી જોઈતી હતી.
હકીકતમાં ફ્રાન્સમાં 5 લાખથી વધુ લોકો પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોને ઈજા પહોંચી હતી. પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. આ મામલા પર ટ્રમ્પે વ્હાઇસ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા કહ્યુ 'તે મારા મિત્ર છે. મેં તેમને પહેલા કહ્યું હતું કે તમે ફ્રાન્સને લઈને એક મોટી ભૂલ કરી રહ્યાં છો. તમે દુનિયામાંથી લોકોનો પ્રવેશ આપો છો.'
ટ્રમ્પે કહ્યું, ફ્રાન્સમાં વિશ્વભરમાંથી લોકો આવી રહ્યાં છે, જેમ કે તમે જાણો છો, પેરિસ ખુબ જલ્દી એક મુસ્લિમ શહેર બનવાનું છે અને આ કોઈ ડીલ નહોતી.
ગૃહ મંત્રીએ સ્વીકાર કર્યો કે કેટલાક મોટા શહેરોમાં અધિકારીઓએ નિયંત્રણ ગુમવી દીધું હતું. તેમણે સ્વીકાર્યું કે મોટા પાયા પર થયેલી તબાહીએ હિંસાને કંટ્રોલ કરવાની વ્યવસ્થામાં ગંભીર ખામીને ઉજાગર કરી છે.
આ વચ્ચે દક્ષિણપંથી નેશનલ રેલી પાર્ટીના અધ્યક્ષ જોર્ડન બાર્ડેલાએ સરકાર અને મેંક્રો પર ફ્રાન્સના નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મતદારોને ચૂંટણી તાકાતનો ઉપયોગ કરી નેતૃત્વને જવાબદાર ઠેરવવાની અપીલ કરી છે.