Thailand Fire: થાઈલેન્ડના ફુકેટમાં 4 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ, 11 ના મોત, 16 લોકો ઘાયલ
Thailand Fire: થાઈલેન્ડના ફુકેટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાણવા મળતી માહિતી અનુસાર ફુકેટની 4 માળની ઈમારતમાં આગ લાગી છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 16 જેટલા લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.
Thailand Fire: ભારત સહિત દુનિયાભરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો થાયલેન્ડ ફરવા જતા હોય છે. થાઈલેન્ડમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જાણવા મળતી માહિતી અનુસાર સોમવારે થાઈલેન્ડના ફુકેટમાં 4 માળના કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આગના કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે.
આ પણ વાંચો: એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ 50 વર્ષ જુની, સિસ્ટમ અપગ્રેડ કરવા કોંગ્રેસએ ફંડ આપવાની જરૂર: ડોનાલ્ડ ટ્રંપ
વાહન ભાડે આપવાનું કામ થતું
આ ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર થાઈલેન્ડના ફુકેટમાં ચાર માળની એક કોમર્શિયલ બિલ્ડીંગમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તેની જાણકારી સામે આવી નથી. આગની જાણકારી મળ્યા ની સાથે જ સ્થાનિક પોલીસ અને ફાયર ની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે આગને કાબુમાં લેતા બે કલાકથી વધુનો સમય લાગ્યો હતો. જે કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યાં વાહન ભાડે આપવાનું કામ થતું હતું.
આ પણ વાંચો: Strait of Hormuz: હોર્મુઝમાંથી પસાર થતાં 3 જહાજ સળગ્યા, જહાજ લેન્ડમાઇન્સ સાથે ટકરાયાનો ઈરાની સેનાનો દાવો
બિલ્ડીંગમાંથી 11 મૃતદેહ મળ્યા
આગને કાબુમાં લીધા પછી અધિકારીઓએ કરેલી તપાસમાં બિલ્ડીંગમાંથી 11 મૃતદેહ મળી આવ્યા. તમામ લોકોના મોત આગના કારણે થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં જે 11 લોકોના મોત થયા છે તેમાંથી કોઈ પણ પ્રવાસી નથી. પોલીસે ઘાયલો અંગે આપેલી જાણકારી અનુસાર આગના કારણે જે 16 લોકો ઘાયલ થયા છે તેમાંથી 15 સ્થાનિક એટલે કે થાઈલેન્ડ જ રહેવાસી છે અને એક વ્યક્તિ મ્યાનમારનો છે.
મહત્વનું છે કે જે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી તે ફુકેટના પશ્ચિમ કિનારે આવેલા પાતોંગની નજીક રહેણાંક વિસ્તારમાં છે. પાતોંગ ફુકેટની સૌથી લોકપ્રિય ફરવાની જગ્યા છે. ફુકેટ જતા લોકો પાતોંગ બીચ ની મુલાકાતે અચૂક જાય છે. આગ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી જતી અને આસપાસની બિલ્ડીંગોને પણ આગના કારણે નુકસાન થયું છે. જોકે રહેણાક વિસ્તારમાં આગ ફેલાઈ તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો.