• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /મોરબીના ટંકારા નજીક ભયાનક અકસ્માતનો LIVE VIDEO વાયરલ: 8 થી 10 પલટી ખાઈને કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના બે યુવાનોના મોત

મોરબીના ટંકારા નજીક ભયાનક અકસ્માતનો LIVE VIDEO વાયરલ: 8 થી 10 પલટી ખાઈને કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના બે યુવાનોના મોત

મોરબીના ટંકારા પાસે થયેલા અકસ્માતના ખતરનાક સીસીટીવી સામે આવ્યા છે. આ અકસ્માતમાં બે યુવાનોના મોત થયા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો.

Written ByGokani Dhaval
Published: Nov 16, 2026, 12:22 PM IST|Updated: Nov 16, 2026, 12:25 PM IST
joinshare
મોરબીના ટંકારા નજીક ભયાનક અકસ્માતનો LIVE VIDEO વાયરલ: 8 થી 10 પલટી ખાઈને કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના બે યુવાનોના મોત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
મોરબીના ટંકારા નજીક ભયાનક અકસ્માતનો LIVE VIDEO વાયરલ: 8 થી 10 પલટી ખાઈને કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના બે યુવાનોના મોત

મોરબીના ટંકારા નજીક ભયાનક અકસ્માતનો LIVE VIDEO વાયરલ: 8 થી 10 પલટી ખાઈને કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના બે યુવાનોના મોત

2

Open Fetal Surgery: આવી સર્જરી વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, માતાના ગર્ભમાં જ 25 સપ્તાહના બાળકનું ઓપરેશન

3

હિંમતનગર માર્કેટયાર્ડમાં મુહૂર્તના સોદા: મગફળીની 7,000 બોરીની આવક, ₹1,300 થી ₹2,174 સુધી બોલાયા ભાવ

4

Jay Shah: ક્રિકેટ જગતમાં જય શાહનો દબદબો યથાવત્, બીજી વખત બન્યા ICC ચેરમેન

5

IDBI બેંકના વેચાણ પહેલાં બે મિલકતોની કિંમતમાં ₹2,122 કરોડનો ઘટાડો! Fairfax ડીલ પર ઉઠ્યા મોટા સવાલો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર શનિવારે સવારે 8:30 કલાકની અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતના રૂવાંટા ઊભા કરી દેતો દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડેકોરેશનના વ્યાવસાય સાથે સંકળાયેલા રાજકોટના ત્રણ યુવાનો કારમાં સવાર થઈ રાજકોટથી મોરબી જઈ રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો.

સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત

આ દરમિયાન ટંકારા નજીક પુરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈને 8 થી 10 જેટલી પલટી મારી ગઈ હતી અને રોડ સાઈડના વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર રાજકોટના બે યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત સર્જનાર મૃતક કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ટંકારા પાસે સર્જાઈ ભયાનક કાર દુર્ઘટના: કારે ૮થી ૧૦ પલટી મારી; બે યુવકોના કમકમાટીભર્યા મોત, એક ગંભીર #morbinews #tankaraaccident #gujarat #breakingnews #news https://t.co/hImSs6PHFk

— Zee 24 Kalak (@Zee24Kalak) November 16, 2026

બે યુવાનો બહાર ફેંકાયા

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર જ્યારે પલટી ખાઈ રહી હતી ત્યારે અંદર બેઠેલા ત્રણ યુવાનોમાંથી કાર ચાલક અને આગળ બેઠેક એક યુવક બહાર ફંગોળાયા હતા. આ બંને યુવકો હવામાં ઉડી રોડ પર પટકાયા હતા. બંનેને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે પાછળની સીટ પર સવાર વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જેને સારવાર માટે રાજકોટની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતનું કારણ જાણવા પ્રયાસ

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જીવણ ડાભીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે મોરબીથી ટંકારા પહોંચ્યા ત્યારે ગાડી પલટી મારી ગઈ હતી. ત્યારબાદ શું થયું તેની મને ખબર નથી. અકસ્માત કઈ રીતે થયો તેનો પણ કંઈ ખ્યાલ નથી. તેણે જણાવ્યું કે પ્રભાત અને અમન આગળ બેઠા હતા અને હું પાછળ બેઠો હતો. ઈજાગ્રસ્ત યુવકે કહ્યુ કે ગાડી વાહન સાથે અથડાઈ નથી. મને હોઠ અને કમરમાં ઈજા થઈ છે. ગાડી ઊભી રહી ત્યારબાદ હું તેમાંથી બહાર નીકળ્યો હતો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News