• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /IDBI બેંકના વેચાણ પહેલાં બે મિલકતોની કિંમતમાં ₹2,122 કરોડનો ઘટાડો! Fairfax ડીલ પર ઉઠ્યા મોટા સવાલો

IDBI બેંકના વેચાણ પહેલાં બે મિલકતોની કિંમતમાં ₹2,122 કરોડનો ઘટાડો! Fairfax ડીલ પર ઉઠ્યા મોટા સવાલો

IDBI Bank ના વેચાણને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. બેંકએ નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન પોતાની બે અચલ સંપત્તિઓની કિંમતમાં 2122 કરોડનો ઘટાડો કર્યો છે. ચોંકાવનારી વાત છે કે બેંકએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં ન તો સંપત્તિઓના નામ જણાવ્યા છે અને ન કિંમત ઘટાડવાનું કારણ સ્પષ્ટ કર્યું છે.

Written ByGokani Dhaval
Published: Nov 16, 2026, 10:37 AM IST|Updated: Nov 16, 2026, 11:15 AM IST
joinshare
IDBI બેંકના વેચાણ પહેલાં બે મિલકતોની કિંમતમાં ₹2,122 કરોડનો ઘટાડો! Fairfax ડીલ પર ઉઠ્યા મોટા સવાલો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Jay Shah: ક્રિકેટ જગતમાં જય શાહનો દબદબો યથાવત્, બીજી વખત બન્યા ICC ચેરમેન

Jay Shah: ક્રિકેટ જગતમાં જય શાહનો દબદબો યથાવત્, બીજી વખત બન્યા ICC ચેરમેન

2

IDBI બેંકના વેચાણ પહેલાં બે મિલકતોની કિંમતમાં ₹2,122 કરોડનો ઘટાડો! Fairfax ડીલ પર ઉઠ્યા મોટા સવાલો

3

Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

4

બંગાળની ખાડીમાં ફરી મંડરાયું વાવાઝોડાનું જોખમ: 'અકવાન' તોફાન બનશે વધુ ખતરનાક, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

5

જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે 1-1 કિલોમીટર લાંબી કતારો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IDBI Bank ના વેચાણને લઈને ફરી સવાલ ઉભા થયા છે. Business World ના પત્રકાર પલક શાહના રિપોર્ટ પ્રમાણે બેંકએ નાણાકીય લવર્ષ 2025-2026 દરમિયાન પોતાની બે સંપત્તિઓની કિંમતમાં કુલ 2122 કરોડનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાનો ઉલ્લેખ બેંકના વાર્ષિક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ જાણકારી રિપોર્ટના નાણાકીય સ્ટેટમેન્ટમાં માત્ર એક વાક્યમાં આપવામાં આવી છે.

બેંક દ્વારા ન તો બંને સંપત્તિઓના નામ જણાવાયા અને ન તો તે સ્પષ્ટ કર્યું કે આખરે તેની સાથે એવું શું થયું, જેના કારણે તેની કિંમતમાં આટલો ઘટાડો કરવો પડ્યો. આ ખુલાસા બાદ બેંકની જમીન અને ઇમારતોના મૂલ્યાંકનને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. ખાસ કરી તે સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે સંપત્તિઓની કિંમત ઘટાડવા પાછળ કઈ કાયદાકીય અડચણ હતી અને બેંકે રોકાણકારોને તેની સંપૂર્ણ જાણકારી કેમ ન આપી.

IDBI બેંકને વેચવાની મંજૂરી

આ મામલો એટલા માટે મહત્વનો છે, કારણ કે જે સમયે આ સંપત્તિની કિંમત ઘટાડવામાં આવી, તે દરમિયાન સરકાર IDBI Bank ના વેચાણની પ્રક્રિયા આગળ વધારી રહી હતી. ઓક્ટોબરમાં કેન્દ્રીય મંત્રી મંડળે કેનેડાની Fairfax ને બેંક વેચવાની મંજૂરી81 રૂપિયા પ્રતિ શેરના ભાવે આપી હતી.

રિપોર્ટ પ્રમાણે આ પાંચમી વખત છે જ્યારે Business world એ આઈડીબીઆઈ બેંકના વેચાણ સાથે જોડાયેલા કોઈ આવા મુદ્દાને સામે રાખ્યો છે, જેના પર સ્પષ્ટીકરણની જરૂર છે. જોકે કેન્દ્ર સરકાર સતત કહેતી રહી છે કે વેચાણની પ્રક્રિયા નક્કી નિયમો અનુસાર થઈ છે અને કિંમત નક્કી કરવા માટે બે સ્વતંત્ર મૂલ્યાંકન કરાવવામાં આવ્યા હતા.

વાર્ષિક રિપોર્ટમાં બેંકએ શું જણાવ્યું?

IDBI Bank ના નાણાકીય વર્ષ 2025-2026ના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બેંકની બે અચલ સંપત્તિઓ સાથે જોડાયેલા કેટલાક કાયદાકીય ઘટનાક્રમ થયા છે. તેના કારણે બેંક માટે તે સંપત્તિઓને વેચવાનું સીમિત થઈ ગયું છે. પરંતુ આ બંને સંપત્તિઓ પર બેંકનો કબજો અને માલિકી હક પહેલાની જેમ છે. આ કારણ બેંકે સ્વતંત્ર મૂલ્યાંકનકર્તાઓ દ્વારા આ સંપત્તિઓનું ફરી મૂલ્યાંકન કરાવ્યું છે.

સરળ ભાષામાં સમજો તો બેંકની બે સંપત્તિઓને લઈને કોઈ કાયદાકીય અડચણો સામે આવી છે. તેના કારણે બેંક તેને પહેલાની જેમ સરળતાથી વેચી ન શકે. પરંતુ બેંક હજુ પણ તે સંપત્તિની માલિક છે અને તેનો ઉપયોગ પણ કરી રહી છે. પરંતુ વેચવાની આઝાદી સીમિત હોવાને કારણે બેંકએ તેની કિંમત 2122 કરોડ ઓછી કરી દીધી છે.

અહીં સૌથી મોટો સવાલ છે કે બેંકે આટલા મોટા ઘટાડાની જાણકારી તો આપી, પરંતુ તે ન જણાવ્યું કે બંને સંપત્તિઓ કઈ છે અને ક્યાં સ્થિત છે. બેંકએ કાયદાકીય વિવાદની જાણકારી, મૂલ્યાંકન ઘટાડનારના નામ અને ઘટાડા પહેલા તે સંપત્તિઓની કિંમતનો પણ ખુલાસો કર્યો નથી.

ધ્યાન આપવાની વાત છે કે આ ઘટાડાને કારણે બેંકમાંથી કોઈ રોકડ પૈસા બહાર ગયા નથી. આ માત્ર બેંકના વહીખાતામાં નોંધાયેલી સંપત્તિઓની કિંમતમાં કરવામાં આવેલો ઘટાડો છે. એટલે કે કાગળો પર આ બંને સંપત્તિઓનું મૂલ્ય 2122 કરોડ ઘટાડવામાં આવ્યું છે.

એક વર્ષ પહેલા વધારી હતી સંપત્તિઓની કિંમત, પછી કેમ આટલો મોટો ઘટાડો?

IDBI Bank ની સંપત્તિઓના મૂલ્યાંકનમાં આવેલા આ ઘટાડાને સમજવા માટે એક વર્ષ પહેલાની સ્થિતિને જોવી જરરૂરી છે.

રિપોર્ટ પ્રમાણે માર્ચ 2025મા એક સ્વતંત્ર મૂલ્યાંકનકર્તાએ બેંકની સંપત્તિઓની તપાસ કરી. આ દરમિયાન તેમની કિંમતોની તુલના બજાર ભાવથી કરવામાં આવી. મૂલ્યાંકનમાં સામે આવ્યું કે બેંકની સંપત્તિઓની કિંમત તેના ખાતામાં નોંધાયેલા મૂલ્યથી ₹2,855 કરોડ વધુ હતી. ત્યારબાદ બેંકએ પોતાની સંપત્તિઓની કિંમત વધારી દીધી હતી.

પરંતુ તેના એક વર્ષ બાદ સ્થિતિ બદલાઈ ગઈ. માર્ચ 2025મા IDBI Bank ની જમીન અને ઇમારતોની કુલ કિંમત ₹11,383 કરોડ હતી. માર્ચ 2026 સુધી તે ઘટીને ₹8,881 કરોડ રહી ગઈ. રિપોર્ટ પ્રમાણે આ બંને સંપત્તિઓની કિંમતમાં 2122 કરોડનો ઘટાડો છે, જેની બેંકએ જાણકારી આપી છે.

પરંતુ બેંક દ્વારા હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જે બે સંપત્તિઓની કિંમત હવે ઘટાડવામાં આવી છે, શું તે એ સંપત્તિઓમાં સામેલ હતી, જેનું મૂલ્યાંકન માર્ચ 2025મા વધારવામાં આવ્યું હતું.

બેંકના છમાસિક નાણાકીય ખાતાથી સંકેત મળે છે કે સંપત્તિઓની કિંમતમાં આ ઘટાડો ઓક્ટોબર 2025થી માર્ચ 2026 વચ્ચે આવ્યો છે. આ તે સમય હતો જ્યારે સરકાર આઈડીબીઆઈ બેંકના વેચાણની પ્રક્રિયાને આગળ વધારી રહી હતી.

આ દરમિયાન વેચાણ સાથે જોડાયેલી ત્રણ મહત્વની ઘટનાઓ થઈ.

  1. 8 જાન્યુઆરી 2026: સરકારે IDBI Bank ના વેચાણ માટે અંતિમ બોલીઓ આમંત્રિત કરી.
  2. 6 ફેબ્રુઆરી 2026: સરકારને અંતિમ બોલીઓ પ્રાપ્ત થઈ.
  3. 12 માર્ચ 2026: અંતિમ બોલીઓ ખોલવામાં આવી.

તેવામાં સવાલ ઉઠે છે કે વેચાણની પ્રક્રિયા દરમિયાન બેંકએ બે સંપત્તિઓની કિંમત ઘટાડવાની જરૂરિયાત કેમ પડી?

₹81 પ્રતિ શેરની કિંમત નક્કી કરવામાં સંપત્તિઓનું મૂલ્યાંકન કેટલું મહત્વનું હતું?

IDBI Bankને ₹81 પ્રતિ શેરના ભાવ પર વેચવાનો નિર્ણય સાચો હતો કે નહીં, તેનો જવાબ જાણવા માટે સરકારે બે અલગ-અલગ મૂલ્યાંકન કરાવ્યા હતા. તેમાંથી એક મૂલ્યાંકન બેંકની કુલ સંપત્તિઓના આધાર પર કરવામાં આવ્યું હતું. તેમાં બેંકની જમીનો અને ઈમોરતોને સામેલ કરવામાં આવી હતી.

આ કામ BDO Valuation Advisory નામની કંપનીઓને આપવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં DIPAM એટલે કે રોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ વિભાગે એક આંતરિક નોટનો પણ ઉલ્લેખ છે. આ વિભાગ આઈડીબીઆઈ બેંકની વેચાણ પ્રક્રિયાને સંભાળી રહ્યો હતો. 13 ઓગસ્ટે તૈયાર કરવામાં આવેલી આ નોટમાં જણાવવામાં આવ્યું કે સંપત્તિ મૂલ્યાંકનકર્તાએ 31 માર્ચ 2026ના સમાપ્ત નાણાકીય વર્ષના ખાતાના આધાર પર નવું મૂલ્યાંકન કર્યું હતું. આ તે ખાતા હતા, જેમાં બેંકની સંપત્તિઓની કિંમત 2122 કરોડ ઘટાડવામાં આવી હતી.

એટલે કે સરકારે મૂલ્યાંકનકર્તાએ બેંકના તે નાણાકીય આંકડાને આધાર બનાવ્યા, જેમાં આ સંપત્તિઓની કિંમત પહેલાથી ઓછી કરવામાં આવી હતી.

આ નોટમાં વેચાણની પ્રક્રિયા પર નજર રાખી રહેલા સચિવોના સમૂહ તરફથી મૂલ્યાંકનકર્તાને આપવામાં આવેલા નિર્દેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. તે પ્રમાણે મૂલ્યાંકનકર્તા પોતાના પ્રોફેશનલ મતના આધાર પર એક નિશ્ચિત મૂલ્ય આપવાનું હતું. તેણે એવા અલગ-અલગ સંભવિત અનુમાન ન આપવાના હતા, જેનાથી બેંકની અચલ સંપત્તિઓનું સાચુ મૂલ્ય નક્કી કરવામાં મદદ ન મળે.

પરંતુ આ નોટમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે સંપત્તિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો મતલબ તેની કિંમતને વધારવાનો હતો કે ઘટાડવાનો. તેમાં તે પણ નથી જણાવાયું કે અંતમાં BDO એ IDBI Bank ની સંપત્તિઓની કુલ કિંમત કેટલી નક્કી કરી.

સૌથી મહત્વની વાત છે કે BDO નો સંપૂર્ણ મૂલ્યાંકન રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

DIPAM સચિવે જણાવી બેંકની બે સૌથી મહત્વની સંપત્તિઓ

બેંકએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં તે બે સંપત્તિઓનું નામ નથી જણાવ્યું જેની કિંમત 2122 કરોડ ઘટાડવામાં આવી છે. પરંતુ કેબિનેટની મંજૂરીના એક દિવસ બાદ વેચાણ પ્રક્રિયાની આગેવાની કરનાર DIPAM સચિવ અરૂણિશ ચાવલાએ Business Standard ને આપેલા એક ઈન્ટરવ્યુમાં IDBI બેંકની બે સૌથી મહત્વની સંપત્તિઓ વિશે જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું કે પ્રથમ સંપત્તિ હૈદરાબાદમાં સ્થિત બેંકનું તાલીમ કેન્દ્ર છે. તે આશરે 50 એકરમાં ફેલાયેલું પરિસર છે. આ સંપત્તિ વિશે ચાવલાએ કહ્યુ હતું કે તેને કોઈપણ રૂપે કોઈ બીજી વ્યક્તિ કે સંસ્થાને હસ્તાંતરિત ન કરી શકાય અને તેનો ખુલ્લા બજારમાં કારોબાર ન થઈ શકે.

બીજી સંપત્તિ મુંબઈમાં સ્થિત બેંકનું મુખ્યાલય છે. આ જમીન બેંકની પોતાની નહીં, પરંતુ પટ્ટા પર લેવામાં આવી છે. એટલે કે આ સંપત્તિ પર બેંકનો અધિકાર પટ્ટાની શરતોના આધાર પર છે. મુંબઈ સ્થિત સંપત્તિ વિશે તેમણે કહ્યું હતું કે તે પટ્ટા પર છે, તેથી તેના પટ્ટાનું યોગ્ય બજાર મૂલ્ય નક્કી કરી શકાય છે.

ચાવલાએ તે પણ જણાવ્યું હતું કે મૂલ્યાંકનકર્તાઓએ સંપત્તિઓના માલિકી દસ્તાવેજો અને જમીનની શરતોની તપાસ કરી. ત્યારબાદ બજાર ભાવના આધાર પર યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ સંપત્તિઓની કિંમત કેટલી નક્કી કરવામાં આવી છે, તો તેમણે કહ્યું હતું કે તેઓ મૂલ્યાંકન પ્રક્રિયા વિશે જણાવી શકે છે, પરંતુ બાકી વસ્તુ મૂલ્યાંકન રિપોર્ટમાં છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News