• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /બંગાળની ખાડીમાં ફરી મંડરાયું વાવાઝોડાનું જોખમ: 'અકવાન' તોફાન બનશે વધુ ખતરનાક, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ફરી મંડરાયું વાવાઝોડાનું જોખમ: 'અકવાન' તોફાન બનશે વધુ ખતરનાક, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

IMD Weather Warning: માત્ર ત્રણ સપ્તાહની અંદર બંગાળની ખાડીમાં ત્રીજા ચક્રવાત અકવાનનો ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગની ચેતવણી બાદ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Written ByGokani Dhaval
Published: Nov 16, 2026, 09:26 AM IST|Updated: Nov 16, 2026, 09:28 AM IST
joinshare
બંગાળની ખાડીમાં ફરી મંડરાયું વાવાઝોડાનું જોખમ: 'અકવાન' તોફાન બનશે વધુ ખતરનાક, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Image Credit: AI Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

2

બંગાળની ખાડીમાં ફરી મંડરાયું વાવાઝોડાનું જોખમ: 'અકવાન' તોફાન બનશે વધુ ખતરનાક, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

3

જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે 1-1 કિલોમીટર લાંબી કતારો

4

Punjab Elections 2027: પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ટીમ તૈયાર, સમિતિમાં રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહનું પણ નામ

5

જેન્સન હુઆંગ ફરી બનશે Nvidia ના CEO? એલન મસ્ક સહિત ટેક જગતના દિગ્ગજોએ શરૂ કરી ઝુંબેશ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Akvan: ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો પૂર્વી ભારતના સમુદ્રી રાજ્યો માટે ભારે પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં વધુ એક ખતરનાક વાવાઝોડાની સંભાવના બની રહી છે. તાજેતરમાં આવેલા ચક્રવાત અર્ણબ અને ચક્રવાત મુરૂસુ (Cyclone Murasu) બાદ વધુ એક તોફાન અકવાન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગની ચેતવણી બાદ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શું કહે છે IMD નું નવું અપડેટ?

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર બંગાળની ખાડીની ઉપર બનેલું ડીપ ડિપ્રેશન હવે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

નામકરણઃ આ સંભવિત ચક્રવાતનું નામ અકવાન (Akvan) રાખવામાં આવ્યું છે, આ નામ ઈરાને આપ્યું છે.

ગતિ અને તાકાત

આ સિસ્ટમ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતા આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનારા તરફ વધી રહ્યું છે. તે ખતરનાક વાવાઝોડામાં બદલાઈ શકે છે, જે દરમિયાન પવનની ગતિ 120થી 130 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

રાજ્યો પર શું થશે અસર?

આ ચક્રવાતી તોફાનને કારણે ઘણા રાજ્યોમાં મૂશળધાર વરસાદ અને ભયંકર આંધીનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આંધ્ર પ્રદેશ: 19 અને 20 નવેમ્બરે સમુદ્રી વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરી દરિયાકાંઠાના જિલ્લામાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે. 19 નવેમ્બરની સાંજ સુધી ભારે પવન ફૂંકાવા લાગશે.

ઓડિશાઃ તાજેતરમાં અર્ણબ ચક્રવાતને કારણે તબાહીનો સામનો કરી ચુકેલા ઓડિશામાં સરકારે કમર કસી લીધી છે. 18 નવેમ્બરથી હળવો વરસાદ શરૂ થઈ જશે, જે 19થી 31 નવેમ્બર વચ્ચે દક્ષિણી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદમાં પરિવર્તિત થશે.

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલઃ ઉત્તરી કિનારાના જિલ્લામાં ભારે વરસાદ અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. 18 અને 19 નવેમ્બરે અહીં હવામાન ખરાબ રહેશે.

અન્ય રાજ્યઃ આ સિસ્ટમની અસર તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પર પડશે. જ્યાં 19-21 નવેમ્બર વચ્ચે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સરકારો એલર્ટ, NDRF તૈનાત

છેલ્લા બે તોફાનોથી થયેલા નુકસાનને જોતા આ વખતે તંત્ર હાઈ એલર્ટ પર છે. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સુરેશ પુજારીએ જણાવ્યુ કે તમામ જિલ્લા, ખાસ કરી દક્ષિણી અને સમુદ્રી વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈપણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે NDRF, ODRAF અને ફાયરની ટીમોને તૈનાત રાખવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News