• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનું ₹1.35 લાખની નીચે, જ્યારે ચાંદી ઘટીને ₹1.71 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનું ₹1.35 લાખની નીચે, જ્યારે ચાંદી ઘટીને ₹1.71 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

Gold Rate Fall Today: શું સોનું 1 લાખ રૂપિયા સુધી તૂટવાનું છે? છેલ્લા કેટલાક સમયથી આવેલા એક્સપર્ટના અનુમાન સાચા પડી રહ્યાં છે, કારણ કે આ કિંમતી પીળા ધાતુની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Written ByGokani Dhaval
Published: Nov 16, 2026, 12:40 PM IST|Updated: Nov 16, 2026, 12:42 PM IST
joinshare
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનું ₹1.35 લાખની નીચે, જ્યારે ચાંદી ઘટીને ₹1.71 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનું ₹1.35 લાખની નીચે, જ્યારે ચાંદી ઘટીને ₹1.71 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનું ₹1.35 લાખની નીચે, જ્યારે ચાંદી ઘટીને ₹1.71 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

2

Thailand Fire: થાઈલેન્ડના ફુકેટમાં 4 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ, 11 ના મોત, 16 લોકો ઘાયલ

3

મોરબીના ટંકારા નજીક ભયાનક અકસ્માતનો LIVE VIDEO વાયરલ: 8 થી 10 પલટી ખાઈને કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના બે યુવાનોના મોત

4

Open Fetal Surgery: આવી સર્જરી વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, માતાના ગર્ભમાં જ 25 સપ્તાહના બાળકનું ઓપરેશન

5

હિંમતનગર માર્કેટયાર્ડમાં મુહૂર્તના સોદા: મગફળીની 7,000 બોરીની આવક, ₹1,300 થી ₹2,174 સુધી બોલાયા ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સોના-ચાંદીની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખરીદી માટે સારી તક છે. જ્યાં એક તરફ વાયદા કારોબારમાં ચાંદી સસ્તી થઈ રહી છે તો કિંમતી પીળી ધાતુના ભાવમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સોનું એક ઝટકામાં આશરે 2300 રૂપિયા સસ્તુ થઈ ગયું. આ ઘટાડાના જોતા છેલ્લા કેટલાક દિવસમાં એક્સપર્ટના આવેલા અનુમાન સાચા પડી રહ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સોનાનો ભાવ 1 લાખ રૂપિયાના સ્તર સુધી તૂટી શકે છે.

સપ્તાહના પ્રથમ દિવસે ધડામ થયું સોનું

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ્યારે એમસીએક્સ પર વાયદા કારોબારની શરૂઆત થઈ, તો બંને કિંમતી ધાતુઓના ભાવ ધડામ થઈ ગયા. એમસીએક્સ ગોલ્ડ રેટમાં નજર કરો તો 4 ડિસેમ્બરના કોન્ટ્રાક્ટવાળું 10 ગ્રામ 24 કેરેટ સોનું પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે 136705 રૂપિયા પર બંધ થયું હતું અને આજે ખુલવાની સાથે ઘટાડો લઈ 135312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું પછી કારોબાર આગળ વધતા વધુ કડાકો જોવા મળ્યો હતો. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે સોનું 135385 રૂપિયા સુધી આવી ગયું હતું. આ પ્રમાણે સોનું 2320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.

પોતાના હાઈથી આટલું સસ્તું છે સોનું

4 ડિસેમ્બરની એક્સપાયરીવાળા 24 કેરેટ ગોલ્ડનો એમસીએક્સ પર લાઈફ ટાઈમ હાઈ 177590 રૂપિયા છે અને ત્યાંથી આ કિંમતી ધાતુ સતત ક્રેશ થઈ રહી છે. વર્તમાન ભાવથી તુલના કરીએ તો અત્યાર સુધી તે પોતાના ઓલ ટાઈમ હાઈથી 42278 રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે. એટલે કે જો વાયદા સોનામાં રોકાણ કરવાનો પ્લાન છે તો આ તક તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો

સોના બાદ ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોમવારે વાયદા કારોબારની શરૂઆત થતાં 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ આશરે 6000 રૂપિયા કે 3 ટકા ઘટી 1.70 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આવી ગયો હતો. આ મોટા ઘટાડા બાદ ચાંદી પોતાના લાઈફ ટાઈમ હાઈ 4,20,048 રૂપિયાથી આશરે 2.50 લાખ પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.

આવનાર સપ્તાહમાં સોના-ચાંદી ખરીદનારે શું કરવું જોઈએ?

આવનાર સપ્તાહમાં સોના અને ચાંદીની કિંમતો પર ઘણા ઘરેલું અને વૈશ્વિક કારણોની અસર પડી શકે છે. અમેરિકી મોંઘવારી, ફેડના સંકેત, ડોલરની ચાલ અને પશ્ચિમ એશિયાનો તણાવ બજારમાં અચાનક ઉતાર-ચઢાવ લાવી શકે છે. લાંબા સમયગાળાની દ્રષ્ટિએ કેન્દ્રીય બેંકોની ખરીદી અને ભારતમાં લગ્નની સિઝનની માંગ સોનાને સહારો આપી શકે છે. પરંતુ નજીકના ભવિષ્યમાં વ્યાજદરોને લઈને ચિંતા કિંમતો પર દબાણ બનાવી રાખી શકે છે.

તેથી સોના-ચાંદી ખરીદવા કે રોકાણ કરવાની યોજના સાથે જોડાયેલા લોકોએ બજારની ચાલ અને પોતાની જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. માત્ર વર્તમાન ઘટાડાને જોઈ ઉતાવળમાં રોકાણ કરવાની રણનીતિ યોગ્ય ન હોઈ શકે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold