• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /SpaceX: સ્પેસએક્સને મળી મોટી સફળતા, અંતરિક્ષમાંથી પરત ફરેલું સ્પેસક્રાફ્ટ લોન્ચ ટાવરમાં થયું લેન્ડ, જુઓ Video

SpaceX: સ્પેસએક્સને મળી મોટી સફળતા, અંતરિક્ષમાંથી પરત ફરેલું સ્પેસક્રાફ્ટ લોન્ચ ટાવરમાં થયું લેન્ડ, જુઓ Video

SpaceX: સ્પેસએક્સને મોટી સફળતા મળી છે જેની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. સ્પેસશિપ 22 કલાકની સફળ ઉડાન પછી ટેક્સાસમાં લાગેલા લોન્ચ ટાવરમાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે. જેનો વીડિયો સ્પેસએક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Written ByKrupa Shah
Published: Nov 15, 2026, 08:32 AM IST|Updated: Nov 15, 2026, 08:35 AM IST
joinshare
SpaceX: સ્પેસએક્સને મળી મોટી સફળતા, અંતરિક્ષમાંથી પરત ફરેલું સ્પેસક્રાફ્ટ લોન્ચ ટાવરમાં થયું લેન્ડ, જુઓ Video

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

SpaceX: એલન મસ્કની કંપની સ્પેસએક્સ એ મોટી સફળતા મેળવી છે. કંપનીએ લોન્ચ કરેલું સ્ટારશીપ સ્પેસ ક્રાફ્ટ અંતરિક્ષમાં 14 ચક્કર લગાવ્યા પછી ધરતી પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે. સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ પણ અદભુત હતું. સ્પેસક્રાફ્ટ વાયુમંડળના ચક્કર લગાવ્યા પછી સુરક્ષિત રીતે તેના લોન્ચ ટાવરમાં જ સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. આ લેન્ડિંગની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે દુનિયામાં પહેલી વખત એવું થયું છે કે અંતરિક્ષમાંથી પરત ફરેલું સ્ટારશીપ કોઈ ટાવરમાં લોન્ચ થયું હોય.

સ્પેસએક્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લેન્ડિંગનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જે સ્પેસ ક્રાફ્ટ લેન્ડ થયું છે તેનું નામ શિપ 42 છે. 14 નવેમ્બરે ટેક્સાસના સ્પેસએક્સ થી આ સ્પેસક્રાફ્ટનું લોન્ચિંગ થયું હતું. સ્પેસક્રાફ્ટ 22 કલાક સુધી અંતરિક્ષમાં રહ્યું. જેણે વાયુમંડળમાં 14 ચક્કર લગાવ્યા ત્યાર પછી 15 નવેમ્બરે સ્પેસ ક્રાફ્ટ સુરક્ષિત રીતે લોન્ચ ટાવર સુધી પહોંચ્યું. લોન્ચ ટાવરની નજીક પહોંચતા જ ટાવરમાં લાગેલી બે વિશાળ મશીનો એ સ્પેસ ક્રાફ્ટને હવામાં જ પકડી લીધું.

 

Mechazilla catches Starship! Congratulations to the entire SpaceX team on this incredible achievement! https://t.co/YJzmGUZb2B

— SpaceX (@SpaceX) November 14, 2026

 

સ્ટારશીપને સુરક્ષિત રીતે લોન્ચ કરવા માટે ટેક્સાસના સ્પેસ એકના લોન્ચ ટાવરમાં બે મોટા મશીનો લગાડવામાં આવ્યા છે જેને ચોપસ્ટીક કહેવામાં આવે છે. ટાવર પર હાથની જેમ લગાવેલા 2 મશીન જ્યારે સ્પેસક્રાફ્ટ પરત ફરે છે તો તેને હવામાં જ પકડી લે છે જેના કારણે લેન્ડિંગ સુરક્ષિત રીતે થઈ જાય. આ ઘટનાની ચર્ચા એટલા માટે વધારે થઈ રહી છે કે અંતરિક્ષમાંથી પરત ફરેલા સ્ટારશીપને પહેલી વખત આ રીતે લેન્ડ કરવામાં આવ્યું હોય

આ પણ વાંચો: Strait of Hormuz: હોર્મુઝમાંથી પસાર થતાં 3 જહાજ સળગ્યા, જહાજ લેન્ડમાઇન્સ સાથે ટકરાયાનો ઈરાની સેનાનો દાવો

14 નવેમ્બરે જે સ્પેસ ક્રાફ્ટને લોન્ચ કરવામાં આવ્યું હતું તેણે ધરતીની આસપાસ 14 ચક્કર લગાવ્યા. સ્પેસક્રાફ્ટમાં બહારની તરફ લગાડેલા કેમેરાથી વીડિયો પણ લેવામાં આવ્યો છે જેનાથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ મળશે કે અંતરિક્ષમાંથી સ્પેસ ક્રાફ્ટ પરત આવી રહ્યું હોય ત્યારે શું થાય છે અને સ્પેસ ક્રાફ્ટ પર કેવી અસર પડે છે.

સ્પેસક્રાફ્ટને લોન્ચ ટાવરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મળેલી સફળતા બાદ કંપનીનું કહેવું છે કે આ ટેકનિકની મદદથી એક રોકેટને વારંવાર ઉપયોગમાં લેવું શક્ય બનશે. તેના કારણે અંતરિક્ષ યાત્રાનો ખર્ચ પણ ઓછો થઈ શકે છે. આ દ્રષ્ટિએ સ્પેસ એક કંપનીને મળેલી સફળતાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News