• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Japan Earthquake: જાપાનમાં વહેલી સવારે નોંધાયો 6 ની તીવ્રતાનો ભૂકંપ, 7 દિવસમાં બીજીવાર નોંધાયો ધરતીકંપ

Japan Earthquake: જાપાનમાં વહેલી સવારે નોંધાયો 6 ની તીવ્રતાનો ભૂકંપ, 7 દિવસમાં બીજીવાર નોંધાયો ધરતીકંપ

Japan Earthquake: જાપાનમાં ફરી એકવાર ધરતીકંપ નોંધાયો છે. રવિવારે વહેલી સવારે જાપાનમાં 6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી જાપાનમાં ભૂકંપના ઝટકા નોંધાઈ રહ્યા છે.

Written ByKrupa Shah
Published: Nov 01, 2026, 08:37 AM IST|Updated: Nov 01, 2026, 08:39 AM IST
joinshare
Japan Earthquake: જાપાનમાં વહેલી સવારે નોંધાયો 6 ની તીવ્રતાનો ભૂકંપ, 7 દિવસમાં બીજીવાર નોંધાયો ધરતીકંપ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

2

White House Lockdown: વ્હાઇટ હાઉસ બહાર કારનો અકસ્માત, સમગ્ર વિસ્તારમાં લોકડાઉન!

3

કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની તૈયારીઓ પૂર્ણ, ક્યારે લેશે ફેરા અને કોણ હશે મહેમાનો ? જાણો

4

સરકારી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! 48 કલાકમાં થશે સસ્પેન્ડ, જાણો

5

જો દિવાળી બાદ આ 5 શુભ સંકેત જોવા મળે, તો સમજો તમારા પર છે મા લક્ષ્મીની કૃપા!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Japan Earthquake: જાપાનમાં ફરી એક વખત ધરતીકંપ નોંધાયો છે. રવિવારે વહેલી સવારે 6 ની તીવ્રતાનો ભૂકંપ જાપાનમાં નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાપાનના શીમાથી 58 km દૂર નોંધાયું હતું. રવિવારે વહેલી સવારે આવેલા આ ભૂકંપમાં જાનમાલની નુકસાની ની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

વહેલી સવારે નોંધાયો તીવ્ર ભૂકંપ

જાપાનમાં આવેલા ભૂકંપની મળતી વિગતો અનુસાર 1 નવેમ્બર રવિવારે વહેલી સવારે 3.45 મિનિટ ભૂકંપ નો ઝટકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 ની નોંધાઈ હતી. 1 નવેમ્બરે આવેલા ભૂકંપ પહેલા 25 ઓક્ટોબરે પણ જાપાનના બોનીન ટાપુ પાસે 6.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આમ જાપાનમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપ આવવાની ગતિવિધિઓ વધી રહી છે.

ટેકટોનિક પ્લેટમાં વધી હલચલ

એક્સપર્ટ અનુસાર જાપાન પ્રશાંત મહાસાગરના એવા વિસ્તારમાં આવે છે જ્યાં ઘણી ટેકટોનિક પ્લેટ મળે છે. જેના કારણે જ જાપાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા નોંધાતા હોય છે. આ વિસ્તારમાં જ્યારે પ્લેટો ખસકતી રહે છે ત્યારે પ્રેશર અને ઊર્જાના કારણે ભૂકંપનો ઝટકો નોંધાય છે. આ ગતિવિધિઓને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવી ગતિવિધિઓ વધી છે

ભૂકંપની તીવ્રતા

ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો 2 કે તેનાથી ઓછી તીવ્રતાના ભૂકંપને માઇક્રો ભૂકંપ કહેવામાં આવે છે આવા ઝટકાનો અનુભવ ઘણી વખત થતો પણ નથી. જ્યારે ભૂકંપ 4 કે 4.5 થી વધુની તીવ્રતાનો હોય છે ત્યારે ધરતી હલી હોય તેવો અનુભવ થાય છે. આવા ભૂકંપમાં ઘરને નાનું મોટું નુકસાન પણ થઈ શકે છે. 4.5 થી વધારેની તીવ્રતાના ભૂકંપને ખતરનાક માનવામાં આવે છે. જેમાં સૌથી વધારે ખરાબ 7 ની તીવ્રતાનો ભૂકંપ ગણાય છે. આવા ભૂકંપમાં જાનમાલમાં મોટી નુકસાની થવાની સંભાવના હોય છે.

જાપાનમાં પણ છેલ્લા એક સપ્તાહથી 6 અને 6 થી વધુની તીવ્રતાના ભૂકંપ નોંધાઈ રહ્યા છે. જોકે સદનસીબે રવિવારે આવેલા ભૂકંપમાં હજુ સુધી ભૂકંપમાં જાનમાલની નુકસાનીની વાત સામે આવી નથી.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News