ઈઝરાયેલમાં પણ ગાજ્યો 'વોટચોરી'નો મુદ્દો! સરકાર બનાવવી એ નેતન્યાહૂ માટે કપરાં ચઢાણ, અરબ પાર્ટીઓ બનશે કિંગમેકર?
Israel Parliamentary Election 2026: ઈઝરાયેલમાં હાલમાં સંસદીય ચૂંટણી યોજાઈ અને હવે તેના પરિણામ પણ આવી રહ્યા છે. મતગણતરી પૂરી થઈ ગઈ છે અને કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નથી. ત્રિશંકુ હાલત જોવા મળી રહી છે. જો કે પીએમ બેન્જામીન નેતન્યાહૂની પાર્ટીવાળું ગઠબંધન સૌથી વધુ સીટો સાથે આગળ છે. પરંતુ સરકાર બનવા માટે બહુમત નથી. તેમણે અરબ નેતૃત્વવાળી મુસ્લિમ પાર્ટીઓ પર વિદેશી ફંડિંગ અને મતદારોને લાંચ આપીને ચૂંટણી પ્રભાવિત કરવાના આરોપ પણ લગાવ્યા છે. જો કે આ આરોપો સામે કોઈ પુરાવા રજૂ થયા નથી. ત્યારે હવે ઈઝરાયેલમાં કોણ બનાવશે સરકાર?
ઈઝરાયેલ હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તો યુદ્ધમાં ધકેલાયેલું છે. જ્યારે બીજી બાજુ દેશમાં 27 ઓક્ટોબરના રોજ સંસદીય ચૂંટણી યોજાઈ અને હવે મતગણતરીનું કામ પણ પૂરું થયું છે. જે મુજબ કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી નથી. પીએમ બેન્જામીન નેતન્યાહૂની પાર્ટીવાળા ગઠબંધનને 53 સીટ મળી છે. બીજી બાજુ વિપક્ષી ગઠબંધનને 48 સીટો અને અરબ પાર્ટીઓને 19 સીટો મળી છે. ઈઝરાયેલમાં સંસદમાં 120 સભ્ય હોય છે. ત્યાંની સંસદને નેસેટ કહે છે જેમાં સરકાર બનાવવા માટે 61 સીટની જરૂર પડે છે. આવામાં કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમત ન મળતા અસમંજસ જોવા મળી રહ્યું છે.
નેતન્યાહૂની પાર્ટીને સૌથી વધુ સીટો, પણ બહુમત નથી
ઈઝરાયેલના ચૂંટણી પરિણામો ચોંકાવનારા છે. પીએમ બેન્જામીન નેતન્યાહૂની લિકુડ પાર્ટીને સૌથી વધુ 27 સીટો મળી છે. જ્યારે તેમના નેતૃત્વવાળા ગઠબંધનને 53 સીટ મળી છે. જો કે આમ છતાં સ્પષ્ટ બહુમતી ન હોવાના કારણે સરકાર બનાવવાનું ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. ઈઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિશેષ મતપત્રોની ગણતરી પણ પૂરી કરી લીધી છે. તેને ડબલ એનવેલેપ વોટ કહેવાય છે. જેમાં સૈનિકો, કેદીઓ, વિદેશમાં તૈનાત રાજનયિકો અને હોસ્પિટલોમાં દાખલ મતદારોના મત સામેલ હોય છે. જે પોતાના વોટિંગ સેન્ટર્સથી મત આપી શક્યા નહતા.
ઈઝરાયેલમાં આખરે મતગણતરી પૂર્ણ, નેતન્યાહૂને 53, તો વિપક્ષને મળી 48 બેઠકો, હવે કેવી રીતે બનશે સરકાર?
અન્ય પાર્ટીઓમાં ગાદી આઈઝનકોટની યાશાર પાર્ટીને 21 સીટ મળી છે. જ્યારે બીયાચાદે 12 અને જોઈન્ટ લિસ્ટે 11 સીટો મેળવી છે. ડેમોક્રેટ્સ અને રાઅમને 8-8 સીટો મળી છે. જ્યારે યુનાઈટેડ તોરાહ જૂડાઈઝમ, ઈઝરાયેલ બેઈતેનુ અને ઓત્ઝમા યેહુદિતને 7-7 સીટ મળી છે. શાસ અને રિલિઝિયસ જિયોનિઝ્મને 6-6 સીટ મળી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જણાવ્યું કે વિશેષ મતોની ગણતરી પૂરી થઈ ગઈ છે પરંતુ સત્તાવાર રીતે પરિણામ પછી જાહેર કરાશે.
નેતન્યાહૂની પાર્ટીના ગંભીર 'વોટચોરી' આરોપ
- પીએમ બેન્જામીન નેતન્યાહૂની પાર્ટી લિકૂડે અરબ નેતૃત્વવાળી પાર્ટીઓ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે.
- પાર્ટીનો દાવો છે કે ચૂંટણી દરમિયાન લાંચ, ધમકી, હિંસા, ફેક દસ્તાવેજો અને એકથી વધુ વખત મતદાન જેવી ગતિવિધિઓ થઈ છે.
- લિકુડે આ આરોપોની પોલીસ, શિન બેટ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિને તપાસ કરવાની માંગણી કરી છે.
- જો કે હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ નથી.
- અધિકારીઓએ મોટા પાયે ચૂંટણી ધાંધલીના કોઈ પણ સુનિયોજિત મામલાના સમર્થનમાં જાહેર પુરાવા રજૂ કર્યા નથી.
વિદેશી તાકાતોનો હસ્તક્ષેપ?
- બીબી એટલે કે બેન્જામીન નેતન્યાહૂએ ચૂંટણીમાં કથિત ગડબડીઓને મોટું રાજકીય સંકટ ગણાવતા તેને 'ભૂકંપ' જાહેર કર્યો.
- તેમણે આરોપ લગાવ્યો કે વિદેશી તાકાતોએ અરબ નેતૃત્વવાળી પાર્ટીઓ રાઅમ અને જોઈન્ટ લિસ્ટના પક્ષમાં ચૂંટણી પરિણામ પ્રભાવિત કરવાની કોશિશ કરી.
- નેતન્યાહૂના જણાવ્યાં મુજબ કથિત વિદેશી હસ્તક્ષેપનો હેતુ ઈઝરાયેલમાં દક્ષિણપંથી શાસનને નબળું પાડવું અને દેશની સુરક્ષા નીતિઓને પ્રભાવિત કરવાનો હતો.
UAEના રાષ્ટ્રપતિ કેપ્ટન સ્મિત મચ્છરને ભેટી પડ્યા, 'ઓર્ડર ઓફ ઝાયદ II'થી કર્યા સન્માનિત
કતાર અને તુર્કીનું નામ કેમ આવ્યું?
- હિબ્રુ ભાષાના મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ્સ મુજબ લિકુડને શંકા છે કે કતાર અને તુર્કી અરબ મતદારોને મતદાન માટે ભેગા કરવાની ભૂમિકા ભજવનારા સંગઠનોને ફંડિંગ કરવાના સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.
- જો કે કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખ ન્યાયમૂર્તિ નોઆમ સોલબર્ગે શિન બેટને મોકલેલા પત્રમાં કોઈ દેશનું નામ લીધુ નથી.
- પત્રમાં વિદેશી હસ્તક્ષેપ સાબિત કરનારા પુરાવા પણ અપાયા નથી.
- સોલબર્ગે કહ્યું કે આ આરોપોની વાસ્તવિકતાની પુષ્ટિ કરી શકાતી નથી પરંતુ આ મામલાની ગંભીરતા જોતા તેની ઊંડી તપાસ જરૂરી છે.
- ત્યારબાદ વિદેશી હસ્તક્ષેપી આશંકાઓની તપાસનો મામલો આગળ વધ્યો છે.
- બીજી બાજુ કતારે ઈઝરાયલી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની ના પાડી છે.
- આ વિવાદમાં અરબ પાર્ટીઓની ભૂમિકાને લઈને રાજકીય તણાવ વધ્યો છે.
અરબ પાર્ટીઓ હવે કિંગ મેકરની ભૂમિકામાં
- ઈઝરાયેલમાં કોણ સરકાર બનાવશે તમાં અરબ પાર્ટીઓ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.
- આ પાર્ટીઓએ કુલ 19 સીટ મેળવી છે અને નવી સરકારની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
- ઈઝરાયેલમાં કોઈ પણ પાર્ટી કે ગઠબંધનને સ્પષ્ટ ભૂમિકા નથી.
- વિપક્ષી નેતાઓએ ચેતવણી આપેલી છે કે પુષ્ટિ કર્યા વગરના આરોપોનો ઉપયોગ ચૂંટણી પરિણામો કે અરબ મતદારોની ભાગીદારીને નબળી પાડવા માટે થવો જોઈએ નહીં.
વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!
કેવી રીતે બનશે સરકાર?
- અંતિમ સ્થિતિ જોઈએ તો નેતન્યાહૂનું ગઠબંધન 53 સીટો સાથે બહુમતથી 8 સીટ દૂર છે.
- જ્યારે વિપક્ષી ગઠબંધન પાસે 48 સીટ છે.
- આવામાં બંને ગઠબંધન માટે સરકાર બનાવવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે.
- વિપક્ષની સરકાર બનવાની સંભાવના અરબ પાર્ટીઓના સમર્થન પર નિર્ભર રહી શકે છે.
- જો કે આ અનેક યહૂદી નેતૃત્વવાળી પાર્ટીઓ માટે રાજકીય રીતે વિવાદાસ્દ મુદ્દો છે.
ફાઈનલ પરિણામોની ખરાઈ બાદ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સરકાર બનાવવાની પ્રક્રિયાની નિગરાણી કરશે. જે હેઠળ કોઈ સાંસદને ગઠબંધન બનાવીને સરકાર રચવાના પ્રયાસ માટે પસંદ કરાશે. જો કોી પણ રાજકીય ગઠબંધન બહુમત મેળવવામાં સફળ ન થાય તો ઈઝરાયેલે ફરી એકવાર ચૂંટણીનો પણ સામનો કરવો પડી શકે.