SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એડનમાં રાષ્ટ્રપતિ મહેલ પર હુથીઓનો હુમલો, મિસાઈલ એટેકમાં 2 સુરક્ષાકર્મીના મોત, 5 થી વધુ ઘાયલ

Houthis Missile Attack: હુથી વિદ્રોહીઓએ યમનના એડનમાં આવેલા રાષ્ટ્રપતિ મહેલ પર પણ મિસાઈલ એટેક કર્યો છે. આ હુમલામાં 2 સુરક્ષાકર્મીઓના મોત થયા છે જ્યારે 5 થી વધુ ઘાયલ થયા છે.

Written By Krupa Shah
Published: Oct 16, 2026, 08:19 AM IST | Updated: Oct 16, 2026, 08:22 AM IST
Join

Houthis Missile Attack: ગુરુવારે પણ હુથી વિદ્રોહીઓના હુમલા યથાવત રહ્યા હતા. રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સૌથી મોટી કંપની પર મિસાઈલ હુમલો કર્યા પછી ગુરુવારે હુથી વિદ્રોહીઓએ યમનના એડનમાં આવેલા રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવ્યું. રાષ્ટ્રપતિ મહેલ પર મિસાઈલ એટેક કરવામાં આવ્યો. આ હુમલામાં બે સુરક્ષા કર્મીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે

આ હુમલા અંગે સત્તાવાર જાહેરાત યમનના યુવા મંત્રી નાયેફ સાલેહ એ કરી હતી. તેણે હુથી વિદ્રોહીઓએ કરેલા હુમલા ની પુષ્ટિ કરી અને સાથે જ જણાવ્યું કે કેબિનેટના બધા જ મંત્રી સુરક્ષિત છે. રાષ્ટ્રપતિ મહેલ પર થયેલા હુમલા પછી પણ સરકારના સભ્યો શહેર નહીં છોડે. હુતી આંદોલન અને સાઉદી અરબ વચ્ચે વધેલા ટેન્શન વચ્ચે હુથીઓએ યમનની રાજધાનીમાં આવેલા રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવ્યું છે જેને લઈને ટેન્શન વધી ગયું છે.

આ પણ વાંચો: Saudi Arab: સાઉદીમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલો, લોકોમાં ભયનો માહોલ

રાષ્ટ્રપતિ મહેલ પર થયેલા હુમલા પહેલા બુધવારે હુથી સૈન્ય ના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સંગઠને બેલેસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ અને ડ્રોનની મદદથી સાઉદી અરબના ઘણા બધા ઠેકાણા પર હુમલા કર્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં સાઉદી અરબની અરામકો કંપની, કિંગ ખાલીદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, તનુરા રિફાઇનરી સહિતના સ્થાન પર હુમલો કરાયા વાત કરવામાં આવી હતી. હુથી પ્રવક્તાએ એવું પણ કહ્યું હતું કે તેમણે કરેલા હુમલાના કારણે સાઉદી અરબમાં તબાહી મચી છે. સોશિયલ મીડિયા પર કરેલા દાવામાં એવું પણ કહેવાયું છે કે સાઉદી અરબ વિરુદ્ધ હુથી અભિયાન યથાવત રહેશે. સાથે જ તેમને શિપિંગ કંપની સહિતના સ્થળોએ સામાન્ય લોકોને કામ ન કરવા જવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

મહત્વપૂર્ણ છે કે યમનમાં શરૂ થયેલા આ તણાવને કારણે સમુદ્રી વેપારને લઈને ચિંતા વધી છે. સૌથી વધારે ટેન્શન લાલ સાગર અને બાબ અલ મંદેબની સુરક્ષા ને લઈને ચિંતા વધી છે. આ બંને જળમાર્ગ આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 માં પણ યમનમાં સંઘર્ષ વધ્યો હતો અને હુથીઓએ રાજધાની પર કબજો કરી સરકારને સત્તા પરથી બેદખલ કરી દીધી હતી. ત્યારબાદ 2015 માં સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન એ યમનની સરકારના સમર્થનમાં સૈન્ય હસ્તક્ષેપ કર્યો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES