Houthi Attacks: હુથી વિદ્રોહીઓની હિંમત વધી, મદીના પર એટેકનો પ્રયત્ન, રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવ્યું
Houthi Attacks: હુથી વિદ્રોહીઓની હિંમત ધીરે ધીરે વધી રહી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઓઈલ કંપની પછી રાષ્ટ્રપતિ ભવન અને મદીનાને ટારગેટ કરવામાં આવ્યા હતા. જો કે આ વાતને હુથી વિદ્રોહીઓએ નકારી કાઢી છે.
Houthi Attacks: જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ હુથી વિદ્રોહીઓની હિંમત વધી રહી છે. શુક્રવારે હુથીઓ વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરબના પવિત્ર શહેર મદીના પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર હુથી વિદ્રોહીઓએ મદીના તરફ ડ્રોન મોકલ્યું હતું. આ સિવાય દક્ષિણી યમન અદન શહેરના રાષ્ટ્રપતિ ભવન પર પણ મિસાઈલ દાગી હતી. સબનસીબે મદીનામાં મોકલવામાં આવેલા ડ્રોન અને નષ્ટ કરી દેવામાં આવ્યું.
આ પણ વાંચો: Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય
હુથી વિદ્રોહીઓ દ્વારા મદીના પર કરેલા હુમલાના પ્રયત્નો વિશે સાઉદી નેતૃત્વના ગઠબંધન તરફથી કહેવામાં આવ્યું કે શુક્રવારે મદીના વિસ્તાર ઉપર એક ડ્રોન મોકલવામાં આવ્યું હતું જેન રોકીને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મદીનામાં પૈગંબર મોહમ્મદની મસ્જિદ છે. આ જગ્યા ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળમાંથી એક છે.
મદીના સિવાય હુથીઓ દ્વારા બે મિસાઈલ અદન સ્થિત રાષ્ટ્રપતિ ભવન તરફ દાગવામાં આવી હતી. આ અંગેની જાણકારી સ્થાનિક અધિકારી દ્વારા આપવામાં આવી. યમન સરકારના સૈન્ય પ્રવક્તા ના જણાવ્યા અનુસાર શુક્રવારે હુથીઓએ અદન એરપોર્ટ અને અલ-માશિક રાષ્ટ્રપતિ ભવન પર બેલેસ્ટિક મિસાઈલ થી હુમલો કર્યો. જોકે આ મિસાઈલને પણ નષ્ટ કરી દેવામાં આવી. હુથીઓ દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ એટેકથી કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.
આ પણ વાંચો: Russia Ukraine: રશિયા યુક્રેન વચ્ચે શરુ થયું સીઝફાયર, મેલાનિયા ટ્રંપ એ આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે શુક્રવારે થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલા પહેલા બુધવારે હુતીઓએ અદન એરપોર્ટ પર હુમલો કર્યો હતો.. આ હુમલા પહેલા સમૂહ દ્વારા લોકોને જગ્યા ખાલી તે કરી દેવા ચેતવણી આપવામાં આવી હતી. અદન એરપોર્ટ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે આ એરપોર્ટ દક્ષિણી યમન માટે મહત્વપૂર્ણ એરપોર્ટ છે.
હુથી વિદ્રોહીઓએ મદીના પર હુમલો કર્યાની વાતને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે તેમનું સૈન્ય અભિયાન ફક્ત સાઉદી અરબ ના સૈન્ય ઠેકાણા અને અન્ય જગ્યાઓને નિશાન બનાવવા માટે છે તેમણે મક્કા કે મદીના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો નથી. શુક્રવારે જ્યારે મદીના પર હુમલાના પ્રયત્નોની વાત સામે આવી ત્યારે હુથી સૈન્ય પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સાઉદી અરબ તરફથી મદીના પર હુમલાની જે વાત કરવામાં આવી છે તે આરોપ ખોટો છે. પોસ્ટમાં તેમણે એ વાતની પુષ્ટિ પણ કરી કે સંગઠનના હુમલા ફક્ત સાઉદી અરબના તેલના ઠેકાણા અને સૈન્ય ઠેકાણા પર કરી રહ્યા છે.