• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /દાઉદના 3 નવા ઠેકાણાંનો ખુલાસો! ઘરની નીચે ચાલે છે 'ગંદો ખેલ', કોકેઈનનો આદી, FBI એજન્ટે ખોલ્યા રાજ

દાઉદના 3 નવા ઠેકાણાંનો ખુલાસો! ઘરની નીચે ચાલે છે 'ગંદો ખેલ', કોકેઈનનો આદી, FBI એજન્ટે ખોલ્યા રાજ

Dawood Ibrahim: ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમને આજે મોટો ફટકો પડ્યો હશે કારણ કે યુપીમાં એન્કાઉન્ટરમાં નસીમ દુર્રાની નામના કુખ્યાત ગેંગસ્ટરનો ખાતમો થયો છે. દુર્રાનીના ડી કંપની સાથે તાર જોડાયેલા હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે દાઉદ ઈબ્રાહીમ અંગે એક મોટો ખુલાસો થયો છે. એવો દાવો થઈ રહ્યો છે કે પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહિમના એક કે બે નહીં પરંતુ 3 ઠેકાણા છે. જ્યાં તે મોજથી રહે છે.

Written ByViral Raval
Published: Nov 20, 2026, 15:47 IST|Updated: Nov 20, 2026, 15:53 IST
joinshare
દાઉદના 3 નવા ઠેકાણાંનો ખુલાસો! ઘરની નીચે ચાલે છે 'ગંદો ખેલ', કોકેઈનનો આદી, FBI એજન્ટે ખોલ્યા રાજ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
કોર્ટ કેસમાં વાહન પોલીસ સ્ટેશને રાખવાનો કોઈ ફરજિયાત નિયમ નથી: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

કોર્ટ કેસમાં વાહન પોલીસ સ્ટેશને રાખવાનો કોઈ ફરજિયાત નિયમ નથી: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

2

બારૂદના ઢગલે બેઠેલા બાંગ્લાદેશમાં 16 ડિસેમ્બરે જ કેમ પાછા ફરવા માંગે છે શેખ હસીના? ખાસ જાણો કારણ

3

બેટ્સમેન માટે ICC ઉભી કરી શકે છે મોટી મુશ્કેલી, IPLની જેમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જલ્દી લાગુ કરી શકે છે આ નિયમ, જાણો

4

દિવાળી બાદ ફરી ગાંધીનગર આંદોલનોનું એપી સેન્ટર બન્યું: સત્યાગ્રહ છાવણીમાં એક સાથે ત્રણ મોરચે આંદોલનથી સરકારની મુશ્કેલી વધી!

5

ટોલ ચોરીનો ખેલ ખત્મ! 8 ગણો વસૂલાશે દંડ, જાણો સરકારના નવા પ્લાન વિશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે હંમેશા એક વાત વારંવાર પૂછાયા કરે છે કે આખરે તે ક્યા છૂપાયેલો છે. આમ તો એ જગજાહેર પણ છે કે પાકિસ્તાને ભારતના આ મોસ્ટ વોન્ટેડ અપરાધીને શરણ આપેલી છે. આમ છતાં પાકિસ્તાન એવો ઢોંગ કર્યા કરે કે જાણે તેને કશી ખબર નથી. સમયાંતરે દાઉદ ઈબ્રાહિમના અલગ અલગ લોકેશનો વિશે જાણકારી સામે આવતી રહે છે.

દાઉદ વિશે મોટો ખુલાસો

હવે દાઉદ ઈબ્રાહિમના ઠેકાણા અને તેની જીવનશૈલી વિશે મોટો ખુલાસો થયો છે. નવાઈની વાત એ છે કે આ અંગે દાવા એક પાકિસ્તાની પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં થયા છે જે તમને ચોંકાવી શકે છે. પાકિસ્તાનમાં અમેરિકી તપાસ એજન્સી FBI માટે અંડરકવર એજન્ટ તરીકે કામ કરતો હોવાનો દાવો કરનારા કામરાન ફરીદીએ આ ખુલાસો કર્યો છે.

Goldy Brar: કેનેડાના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં ગોલ્ડી બરાર નંબર 1, કરોડોનું ઈનામ જાહેર

પાકિસ્તાનમાં દાઉદના 3 ઠેકાણા

  • ઈન્ટરવ્યુમાં એવો દાવો કરાયો છે કે દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાનમાં એક કે  બે નહીં પરંતુ ત્રણ ઠેકાણા છે. જેમાં કરાચીનું 22 જમીઝમા પણ સામેલ છે. 
  • એવો દાવો છે કે સામાન્ય દેખાતા આ ઘરમાં સાઉન્ડપ્રુફ બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે. જ્યાં મુજરો, નશો અને બિઝનેસ મીટિંગ થતી હોય છે. 
  • એટલે સુધી કે પાકિસ્તાની ઓફિસર, છોટા શકીલ અને ફરીદીની પણ આ ઠેકાણા પર અવરજવર હોવાનો દાવો કરાયો છે. 
  • આ દાવાઓમાં સૌથી વધુ ચર્ચા કરાચીના એક કથિત ઠેકાણા 22 જમીઝમા અંગે છે. 
  • ફરીદીના જણાવ્યાં મુજબ બહારથી કોઈ સામાન્ય ઘર જેવું દેખાય છે. જેથી કરીને તેની અંદર શું થઈ રહ્યું તેના વિશે કોઈને શક ન જાય. 
  • એવું કહેવાય છે કે અંડર વર્લ્ડનું કામ ઈસ્લામ બાબા સંભાળે છે.

બેઝમેન્ટમાં જબરદસ્ત ક્લબ બનાવેલી છે

  • પોડકાસ્ટમાં એવો દાવો કરાયો છે કે આ ઘરમાં કાચની કોઈ બારી નથી. આ ઉપરાંત બેઝમેન્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એક સાઉન્ડપ્રુફ ક્લબ પણ બનાવવામાં આવી છે. 
  • દાવા મુજબ અહીં પાકિસ્તાનના સરકારી અધિકારીઓ સાથે મહેફિલો, મુજરા અને બિઝનેસ મીટિંગ થવાની વાત કહેવાઈ છે. 
  • આ પોડકાસ્ટમાં ફરીદીએ કહ્યું કે તેમને પાકિસ્તાનમાં એવા ત્રણ ઠેકાણાની જાણકારી છે. જ્યાં દાઉદ ઈબ્રાહિમ રહેતો હોય કે નેટવર્ક હોવાનો દાવો કરાય છે. 
  • ફરીદીએ કહ્યું કે, દાઉદ મોટાભાગે રાતના સમયે બહાર નીકળે છે અને જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે તો તે કથિત રીતે પોતાનું ઠેકાણું બદલી નાખે છે.

કોણ કરે છે દાઉદની સુરક્ષા

  • રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ દાઉદની સુરક્ષાની જવાબદારી છોટા શકીલે  સંભાળી છે. 
  • એવો પણ દાવો છે કે દર શુક્રવારે સુરક્ષા સંબંધિત રિપોર્ટ આઈએસઆઈ હેડક્વાર્ટર  પહોંચે છે. 
  • ફરીદીના પોડકાસ્ટમાં એક એવા ફકીરનો પણ ઉલ્લેખ છે જેના વિશે કહેવાયું છે કે દાઉદ મુંબઈથી આ ફકીરને પોતાની સાથે પાકિસ્તાન લઈ ગયો હતો. અને ગેંગના લોકો કોઈ મોટા કામ કે ઓપરેશન પહેલા કથિત રીતે તેની મંજૂરી કે પરવાનગી લેતા હતા.

નશાનો આદી હતો દાઉદ!

  • ફરીદીએ એવો પણ દાવો કર્યો કે દાઉદ શરાબ અને કોકીનનો ઉપયોગ કરતો હતો. 
  • તે પોતાના માટે દારૂની ખરીદી કરતો અને એકવાર થાઈલેન્ડથી લગભગ 1.68 લાખથી 1.78 લાખ રૂપિયાની મોંઘી દારૂની બોટલ મંગાવી હતી. 
  • દારૂ છોડ્યા બાદ પણ તે  કોકીનનું સેવન કરતો હતો. 
  • આ સમગ્ર ઘટનાક્રમમાં 2018માં લંડનમાં દાઉદના નીકટના સાથી ઝાબિર મોતીવાલાની ધરપકડનો પણ ઉલ્લેખ છે.

FBI ઓપરેશન સાથે જોડાયેલો હતો ફરીદી

  • ફરીદીએ જણાવ્યું કે તે એફબીઆઈના ઓપરેશન સાથે જોડાયેલો હતો. 
  • આ ઓપરેશનનો હેતુ મોતીવાલાને અમેરિકાને સોંપીને દાઉદ, અને લશ્કર એ તૈયબાના કથિત સંબંધોને કોર્ટમાં સાબિત કરવાનો હતો. 
  • કામરાન ફરીદીનો દાવો છે કે પરિવારની સુરક્ષાની બીક અને કથિત ધમકીઓના કારણે તેણે અમેરિકી કોર્ટમાં જુબાની આપવાની ના પાડી દીધી હતી અને પાકિસ્તાન પાછા ફરતા તેણે ધરપકડ અને જેલનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં મોતીવાલા પણ પાકિસ્તાન પાછો ફર્યો હતો.

5 પોઈન્ટમાં સમજો દુનિયાની 3 મહાશક્તિઓની બેઠકમાં કઈ વાતોની ચર્ચા થઈ, પરમાણુ હથિયારનો મુદ્દો સૌથી મહત્વનો

અહીં એ ખાસ નોંધવું કે આ બધી વાતો કામરાન ફરીદીના દાવાઓ પર આધારિત છે. જ્યાં સુધી આ આરોપો અને ઠેકાણાઓની સ્વતંત્ર એજન્સીઓ અને સત્તાવાર સ્ત્રોતો  દ્વારા પુષ્ટિ ન થાય ત્યાં સુધી તેને દાવા તરીકે જ જોવા જોઈએ. જો કે ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓને લઈને ઉઠતા સવાલો અને ચર્ચા એકવાર ફરીથી ચર્ચામાં છે.

યુપીમાં એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર, ડી કંપની સાથે જોડાયેલા હતા  તાર

દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાની ઓફિસની બહાર ફાયરિંગ કરનારા ગેંગસ્ટર નસીમ દુર્રાનીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. યુપી એસટીએફ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ, અને બુલંદ શહેર પોલસીના એક જોઈન્ટ અભિયાનમાં તેનો ખાતમો થયો. નસીમ દુર્રાની કથિત રીતે દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે જોડાયેલો હોવાનું પણ કહેવાય છે. તેના પર 16 નવેમ્બરના રોજ દિલ્હીના સોનિયા વિહારમાં સમીર નામના વ્યક્તિની હત્યાનો આરોપ હતો. પોલીસે તેના પર 50000 રૂપિયા ઈનામ પણ રાખ્યું હતું. ગેંગસ્ટર નસીમ દુર્રાનીએ મંત્રી કપિલ મિશ્રાની ઓફિસ સામે સમીરની હત્યા કરી હોવાનો આરોપ હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેનું અંડરવર્લ્ડ સાથે પણ કનેક્શન હતું. તે છોટા શકીલના સંપર્કમાં રહી ચૂક્યો છે.

છોટા શકીલે વર્ષ 2016-17ના સમયમાં છોટા રાજનને મારવાની સોપારી નસીમ દુર્રાનીને જ આપી હતી. આ ઉપરાંત તેના પર એવો પણ આરોપ છે કે પાકિસ્તાની મૂળના તારિક ફતેહની હત્યાના ષડયંત્રમાં પણ તેનો હાથ હતો. એવું કહેવાય છે કે પોલીસને જેવી જાણકારી મળી કે ગેંગસ્ટર દુર્રાની યુપીના બુલંદશહેરમાં છૂપાયેલો છે, નોઈડા એસટીએફ અને દિલ્હી પોલીસની ટીમ ત્યાં પહોંચી. દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર થયો. 

Add Zee News as a Preferred Source
TAGS:
World News