• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /5 પોઈન્ટમાં સમજો દુનિયાની 3 મહાશક્તિઓની બેઠકમાં કઈ વાતોની ચર્ચા થઈ, પરમાણુ હથિયારનો મુદ્દો સૌથી મહત્વનો

5 પોઈન્ટમાં સમજો દુનિયાની 3 મહાશક્તિઓની બેઠકમાં કઈ વાતોની ચર્ચા થઈ, પરમાણુ હથિયારનો મુદ્દો સૌથી મહત્વનો

Trump-Putin-Jinping Meeting: ચીનમાં ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ, રુસના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ 90 મિનિટની બેઠક કરી હતી. આ બેઠકમાં કયા મુદ્દા પર આ 3 દેશ સહમત થયા છે ચાલો જાણીએ.

Written ByKrupa Shah
Published: Nov 20, 2026, 07:46 IST|Updated: Nov 20, 2026, 07:48 IST
joinshare
5 પોઈન્ટમાં સમજો દુનિયાની 3 મહાશક્તિઓની બેઠકમાં કઈ વાતોની ચર્ચા થઈ, પરમાણુ હથિયારનો મુદ્દો સૌથી મહત્વનો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

2

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

3

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

4

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

5

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Trump-Putin-Jinping Meeting: દુનિયાભરના દેશોની નજર ગુરુવારે ચીનમાં થયેલી ત્રણ મહાશક્તિઓની બેઠક પર હતી. આ પહેલી વખત હતું જ્યારે ચીન, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ એકસાથે એક મંચ પર જોવા મળ્યા. ત્રણ મહાશક્તિઓ ગણાતા દેશના રાષ્ટ્રપતિએ 90 મિનિટની ત્રિપક્ષીય બેઠક કરી. આ બેઠકમાં પરમાણુ હથિયાર સહિતના મુદ્દા ચર્ચાનો વિષય હતા. ચાલો જાણીએ આ ત્રણ મહાશક્તિઓ વચ્ચે થયેલી બેઠકમાં ત્રણ દેશના રાષ્ટ્રપતિ કયા મુદ્દે સહમત થયા છે.

ચીનમાં અપેક્ષ શિખર સંમેલન યોજાયું હતું. જેમાં ગુરુવારે દુનિયાભરના દેશોએ અલગ જ નજારો જોયો. પહેલી વખત થતું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ એ ત્રિપક્ષીય બેઠક કરી હોય. આ બેઠકમાં ત્રણ દેશો વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ અને આ ત્રણ દેશો કઈ બાબતોમાં એકબીજા સાથે સહમત થયા છે તે વાત પાંચ સરળ પોઇન્ટમાં તમને પણ જણાવીએ.

ચીન રશિયા અને અમેરિકાની બેઠકનું તારણ

1. ત્રિપક્ષીઓ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો હતો પરમાણુ હથિયારો. દુનિયાના જે ત્રણ દેશ પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર છે તે ત્રણેય દેશ એક મંચ પર હતા અને તેમણે પરમાણુ હથિયાર ઓછા કરવા, હથિયારનો પ્રસાર અટકાવવાની વાત પર ચર્ચા કરી અને ત્રણેય દેશ તેના માટે તૈયાર થયા. આગામી દિવસોમાં પણ પરમાણુ હથિયાર ઓછા કરવાની વાત પર આ ત્રણ દેશો ચર્ચા કરવા માટે તૈયાર થયા.

2. બેઠકમાં જીનપિંગ એ પરમાણુ યુદ્ધ રોકવા માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે પરમાણુ હથિયાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને તેને પૂરી રીતે નષ્ટ કરી દેવા જોઈએ. બેઠકમાં એવું પણ બોલ્યા કે પરમાણુ યુદ્ધ જીતી ન શકાય અને આ યુદ્ધ ક્યારેય થવું પણ ન જોઈએ.

3. ત્રિપક્ષી બેઠકની સૌથી મહત્વપૂર્ણ અને મોટી વાત એ છે કે ચીન, અમેરિકા અને રશિયા એ ત્રણે દેશ એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીની આલોચના કરી હતી અને કહ્યું હતું કે સરકારી અધિકારીઓને કોર્ટની કાર્યવાહીથી છૂટ મળવી જોઈએ. સાથે જ તેમનો મત હતો કે કોર્ટ તેમના અધિકાર ક્ષેત્રનો દુરુપયોગ ન કરે તે જરૂરી છે. બેઠકમાં ટ્રમ્પ એ પણ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની આલોચના કરી હતી. મહત્વનું છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 2023 માં પુતિન સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું. તેવામાં ત્રિપક્ષી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

4. શિખર સંમેલન પછી ચીન, રશિયા અને અમેરિકા શાંતિ નિવેદન માટે તૈયાર થયા જોકે આ ઘોષણામાં યુક્રેન અને ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં.

5. આ બેઠકમાં પુતિને કહ્યું કે યુદ્ધ સહિતના અન્ય વિવાદોનું સમાધાન લાવવાના મામલે ત્રણ દેશના ઘણા હિત એક સમાન છે. પુતિને એવું પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની જવાબદારી આ ત્રણેય દેશોની છે.  

દુનિયાની ત્રણ મહાશક્તિ ગણાતા દેશ વચ્ચે થયેલી બેઠક વિશે નિષ્ણાંતોનું કહેવું છે કે આ બેઠકમાં પરમાણુ હથિયાર અને યુક્રેનના મુદ્દા પર ચર્ચા થઈ પરંતુ તેમની વચ્ચે મહત્વના વિષય ઉપર કોઈ મજબૂત સહમતિ બની નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવાની વાત કરવામાં આવી પરંતુ અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ અને રશિયા તેમજ યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં. જોકે ચીનના રાષ્ટ્રપતિને આ બેઠકને સકારાત્મક, રચનાત્મક અને ફળદાયી ગણાવી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:
World News