SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Florida Plane Crash: ફ્લોરિડામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, આગનો ગોળો બનેલા પ્લેનમાં સવાર 9 લોકોના મોત

Florida Plane Crash: ફ્લોરિડામાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. બહામાસ જઈ રહેલું બિઝનેસ જેટ અચાનક ક્રેશ થયું. રસ્તા પર પડતાની સાથે જેટ આગનો ગોળો બની ગયું. જાણવા મળતી માહિતી અનુસાર પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

Written By Krupa Shah
Published: Nov 02, 2026, 07:36 AM IST | Updated: Nov 02, 2026, 07:47 AM IST
Join

Florida Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં એક ભયંકર વિમાન દુર્ઘટના થઈ છે. અહીં એક પ્રાઇવેટ જેટ ક્રેશ થઈ ગયું છે. પ્રાઇવેટ જેટમાં સવાર પાયલટ સહિત નવ લોકોના મોત થયા છે. બહામાસ માટે રવાના થયેલું આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. પ્લેન ક્રેશ થયાની સાથે જ તેમાં ભયંકર વિસ્ફોટ થયો અને પ્લેન બળીને ખાખ થઈ ગયું. દુર્ઘટનાની પુષ્ટિ અમેરિકી પરિવહન મંત્રીએ પણ કરી છે.

આ પણ વાંચો: Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

ફ્લોરિડામાં થયેલા દુર્ઘટના અંગે મળતી જાણકારી અનુસાર ક્રેશ થયું તે એક પ્રાઇવેટ જેટ હતું. જેણે ટેક્સાસના ઓસ્ટીન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ કર્યું હતું. આ વિમાન ટેક્સાસથી બહામાસ જઈ રહ્યું હતું. પ્લેન ટેકઓફ થયું ત્યાં સુધી બધું બરાબર હતું પરંતુ અચાનક જ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. નજરે જોનારા લોકોનું કહેવું છે કે જ્યારે વિમાન રસ્તા પર પડ્યું ત્યારે જોરદાર બ્લાસ્ટ થયો અને ભીષણ આગ લાગી ગઈ.

 

સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશના વિડીયો વાયરલ થયા છે. સબનસીબે આ પ્લેન ખાલી રસ્તા પર ક્રેશ થયું જેના કારણે ઘર અને રસ્તા પરથી પસાર થતા વાહનો તેની ચપેટમાં ન આવ્યા. જો આવું થયું હોત તો મૃત્યુ આંક વધી ગયો હોત.

આ પણ વાંચો: Russia Ukraine: રશિયા યુક્રેન વચ્ચે શરુ થયું સીઝફાયર, મેલાનિયા ટ્રંપ એ આપી જાણકારી

આ દુર્ઘટના અંગે અમેરિકી પરિવહન મંત્રી સીન ડફી એ જણાવ્યું છે કે પ્લેન ક્રેશ કયા કારણે થયું તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. પ્લેનમાં કોણ સવાર હતું તેની જાણકારી પણ સાર્વજનિક કરવામાં આવી નથી. જાણકારી ફક્ત એટલી આપવામાં આવી છે બહામાસ જતું એક પ્રાઇવેટ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં પાયલેટ સહિત નવ લોકોના મોત થયા છે. પ્લેન ક્રેશ થયા પછી કલાકો સુધી આસપાસના વિસ્તારોમાં લાઈટ બંધ રહી અને રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES