SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

ભારત પર ફરી ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વળી પાછા ટેરિફગેમ તરફ વળ્યા હોય તેવું લાગે છે. ટ્રમ્પ પ્રશાસન એકવાર ફરીથી ભારત અને ચીન સહિત 16 જેટલા દેશો પર નવેસરથી ભારેભરખમ ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે આ દેશો પોતાના દેશની કંપનીઓને સરકારી સબસિડી અને આર્થિક મદદ આપીને વૈશ્વિક બજારમાં સસ્તા સામાનનું વેચાણ કરે છે જેના કારણે અમેરિકી કંપનીઓને નુકસાન થાય છે.

Written By Viral Raval
Published: Nov 25, 2026, 09:46 IST | Updated: Nov 25, 2026, 10:01 IST
Image Credit: AI Generated Image
Join

એકબાજુ ભારત અને અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની કોશિશમાં છે ત્યાં બીજી બાજુ એવા સમાચાર આવી રહ્યા છે કે  બંને દેશો વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલ અદ્ધર તાલે લટકી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરીથી અનેક દેશો પર ટેરિફનો હથોડો વિંઝવાની તૈયારીમાં છે. આ વખતે  ભારત, ચીન અને યુરોપીય સંઘ (ઈયુ) સહિત 16 દેશો પર અમેરિકાની નવી ઈમ્પોર્ટ ફીની તલવાર  લટકી રહી છે. આ તપાસમાં ચીન પર સૌથી વધુ ટેરિફ લાગે તેવી આશંકા છે.

અમેરિકાનો આરોપ

અમેરિકાનો એવો  આરોપ છે કે આ દેશોની સરકારો પોતાના ઘરેલુ ઉદ્યોગોને ભારે સબસિડી આપે છે અને તેનાથી ત્યાંની  કંપનીઓ ઓછા ભાવ સામાન બનાવીને અમેરિકી બજારમાં વેચી શકે છે. જેના કારણે અમેરિકી કંપનીઓને વધુ નુકસાન ઉઠાવવું પડે છે. વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ અમેરિકી પ્રશાસન છેલ્લા અનેક મહિનાથી દુનિયાના મુખ્ય દેશો તરફથી પોતાની કંપનીઓને અપાનારી ઈન્ડસ્ટ્રિયલ સબસિડીની તપાસ કરી રહ્યું હતું. માર્ચ 2026માં 16 દેશોની ઔદ્યોગિક સબસિડી વિશે તપાસ શરૂ થઈ હતી. આ તપાસ 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ થઈ રહી હતી. આ કાયદા હેઠળ અમેરિકા એવા દેશો પર ટેરિફ કે દંડાત્મક પગલું ભરી શકે છે જેમની વેપાર નીતિઓને તે અયોગ્ય ગણે છે.

બારૂદના ઢગલે બેઠેલા બાંગ્લાદેશમાં 16 ડિસેમ્બરે જ કેમ પાછા ફરવા માંગે છે શેખ હસીના? ખાસ જાણો કારણ

અમેરિકાની તપાસનો મુખ્ય હેતુ

શું બીજા દેશ સરકારી મદદ દ્વારા જરૂર કરતા વધુ પ્રોડક્શન કરે છે અને પોતાનો સામાન ઓછા ભાવે અમેરિકાના બજારોમાં વેચે છે...બસ આજ અમેરિકાની  તપાસનો મુદ્દો હતો. અમેરિકાનું માનવું છે કે તેનાથી તેમના ઘરેલુ વિનિર્મણ ઉદ્યોગ અને કંપનીઓને નુકસાન પહોંચે છે.

ભારત સહિત આ દેશો પર તોળાઈ રહ્યું છે જોખમ

આ તપાસના દાયરામાં ભારત, ચીન, યુરોપીયન સંઘ, જાપાન, દક્ષિણ કોરિયા, અને મેક્સિકો જેવા મોટા વેપારી ભાગીદારો સામેલ છે. આ ઉપરાંત તાઈવાન, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, કંબોડિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, સ્વિટ્ઝરલેન્ડ અને નોર્વે પણ તપાસના દાયરામાં સામેલ છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીયર પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે તપાસના આધારે આ દેશો પર નવા ટેરિફ લગાવવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે ચીન પર સૌથી વધુ ટેક્સ લાગે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

કયા સામાન પર પડશે અસર

ભારત પર કેટલો લાગી શકે ટેરિફ

ઈરાનની મહિલા સિંગરને મારવામાં આવ્યા 74 કોડા, હિજાબ વગર પરફોર્મ કરવા બદલ મળી સજા

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનું શું?

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ બાદ દુનિયાભરની નજર હવે અમેરિકી વેપાર પ્રતિનિધિ દ્વારા સત્તવાર રીતે જે જાહેરાત થાય તેના પર ટકેલી છે. જો અમેરિકા ભારત પર ભારે ટેરિફ લગાવશે તો તેની સીધી અસર ભારતીય નિકાસકારોના પ્રોફિટ અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર પડશે. આવનારા દિવસોમાં એ જોવાનું રહેશે કે ભારત સરકાર નવા ટેરિફ સંકટને પહોંચી વળવા માટે અમેરિકા સાથે કયા પ્રકારની કૂટનીતિક અને વેપારી રણનીતિને અપનાવે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES