)
દિવાળીના દિવસે ફડાકડા ફોડવા જેવી બાબતે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફાયરિંગની ઘટના બની હતી. ટોળાના હુમલાથી બચવા માટે બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિનલ રબારી સહિત 25 લોકો સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીના દિવસે હત્યાનો બનાવ બન્યો છે. ફટાકડા ફોડવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે પર જીવલેણ હુમલો કરાયો હતો. યુવકને છાતીના ભાગે ધારદાર હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
દિવાળીના દિવસે અનેક જગ્યાએ આગની ઘટના બની હતી. ભરૂચ, સુરત, અમદાવાદ સહિત ઘણી જગ્યાએ આગ લાગી હતી. ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી.
અમરેલીમાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. ખાંભા ભગવતીપરા વિસ્તારમાં મનદુઃખને કારણે તીક્ષ્ણ હથિયાર દ્વારા મારામારી થઈ છે. તહેવારમાં છરી વડે હુમલો થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દિવાળીની રાત્રે હિંમતનગરમાં આગની ઘટના બની છે. મંડપના ગોડાઉનમાં આગ લાહી હતી, જેથી ખુરશીઓ, મંડપના કાપડ, ગાદલા અને ફર્નિચર બળી ગયા છે. આગમાં લાખો રૂપિયાનો સામાન ખાક થયો છે. આગના સમાચાર મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
ગુજરાતમાં તહેવારોને કારણે છેલ્લા પાંચ દિવસમાં વીજ માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોમાં ઉદ્યોગો અને રહેણાંકોમાં વીજની માંગ ઘટી છે. હજુ પણ લાભપાંચમ સુધી વીજની માંગમાં ભારે ઘટાડો રહી શકે છે.
8 નવેમ્બરે દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેની અસર હવાના પ્રદૂષણ પર જોવા મળી છે. અનેક શહેરોમાં AQI વધી ગયો છે. અમદાવાદમાં AQI 195 પર પહોંચ્યો છે. બીજીતરફ દિલ્હીનો એક્યુઆઈ 1000 જેટલો પહોંચ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં આતિશબાજીને કારણે હવાનું સ્તર વધુ ખરાબ થઈ ગયું છે. સોમવારે સવારે 7 કલાકે દિલ્હીનો એક્યુઆઈ 1000 નજીક પહોંચી ગયો. સવારે એક્યુઆઈ 955 પર હતો.
#WATCH | Delhi | Air Quality Index (AQI) around Akshardham is 337, categorised as 'Very Poor', as per the CPCB (Central Pollution Control Board). (Visuals shot at 06:20 am) https://t.co/s49zF6OIxU
— ANI (@ANI) November 9, 2026
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..