SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: ઈઝરાયલના રાજકારણમાં મોટો ઉલટફેર, દેશની રાજધાની ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ, લાલકૃષ્ણ અડવાણીનો આજે 100મો જન્મદિવસ

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 8 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Nov 08, 2026, 08:22 AM IST | Updated: Nov 08, 2026, 09:17 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

08 Nov 2026, 9:17 AM

Gujarat News Live: દિવાળી અને છઠ પૂજાની ઉજવણી માટે વતનની વાટે પરપ્રાંતિયો; મુસાફરોનો મહાસાગર ઉમટ્યો

દિવાળી અને છઠ પૂજાના મહાપર્વની ઉજવણી માટે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો અને નાગરિકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. આ ઉજવણીના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે જનમેદની અને ઉત્સાહ જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતી તમામ ટ્રેનો સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગઈ છે. એક જ દિવસમાં 50 હજારથી પણ વધુ મુસાફરો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા વતન તરફ રવાના થતાં રેલવે સ્ટેશન પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે.

 

08 Nov 2026, 9:16 AM

Gujarat News Live: ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 100મો જન્મદિવસ: મોદીએ ખાસ આર્ટિકલ લખી પાઠવી શુભેચ્છાઓ

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ખાસ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીજીના જીવન અને યોગદાન પર એક વિશેષ આર્ટિકલ લખીને તેમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. પોતાના આલેખમાં પ્રધાનમંત્રીએ અડવાણીજીના પ્રેરણાદાયી જીવન, નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેના અપ્રતિમ સમર્પણ ભાવને આદરપૂર્વક યાદ કર્યા છે. ભારતીય રાજકારણમાં તેમના અમૂલ્ય યોગદાન અને સંગઠનને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને દેશ સદાય યાદ રાખશે.

08 Nov 2026, 9:16 AM

Gujarat News Live: દેશની રાજધાની દિલ્લી ફરી એકવાર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ: AQI 400ને પાર પહોંચતા શ્વાસ લેવામાં મુશ્કેલી

દેશની રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તાનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા સમગ્ર શહેર ફરી એકવાર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત જોખમી બની છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર પહોંચી જતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર શહેરી જ નહીં, પણ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રદૂષણનો કોપ વધુ જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન અને આરોગ્ય પર ભારે વિપરીત અસર પડી રહી છે.

08 Nov 2026, 9:16 AM

Gujarat News Live: ઈઝરાયલના રાજકારણમાં મોટો ઉલટફેર: સરકાર રચવામાં અરબ પક્ષો બની શકે છે કિંગમેકર; નેતન્યાહૂ માટે કપરા ચઢાણ...

ઇઝરાયલના રાજકારણમાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો છે, જ્યાં સામાન્ય ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ વિપક્ષી નેતા આઇઝેનકોટને નવી સરકાર બનાવવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું છે. વર્તમાન સમીકરણો જોતાં નવી સરકારના નિર્માણમાં અરબ પક્ષો મહત્વપૂર્ણ 'કિંગમેકર'ની ભૂમિકા ભજવે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ, આ રાજકીય ફેરબદલને કારણે પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે સત્તામાં વાપસીના માર્ગો અત્યંત કઠિન અને કપરા બની ગયા છે.

08 Nov 2026, 8:43 AM

Gujarat News Live: દીપાવલી પર્વે રોશનીના ઝળહળાટથી જગમગી ઊઠ્યું શ્રી વડવાળા મંદિર દુધરેજધામ

પવિત્ર દીપાવલીના પાવન પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે ભવ્ય રોશની અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી લાઇટિંગ અને દિવ્ય રોશનીથી મંદિરનો સમગ્ર પરિસર ઝળહળતો બની ગયો હતો. મંદિરના ભવ્ય સ્થાપત્ય પર કરવામાં આવેલી આકર્ષક રોશનીએ મંદિરની સુંદરતામાં અનેરો નજારો ઉમેર્યો હતો. રાત્રિના સમયે રોશનીથી ઝગમગતા મંદિરનાં દર્શન ભક્તો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

08 Nov 2026, 8:43 AM

Gujarat News Live: સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ

સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. હજારોની સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશનથી મુસાફરો પોતાના વતન જઈ રહ્યા છે. યુપી, બિહાર તરફ દોડાવવામાં આવી રહી છે આજે 16 થી વધુ ટ્રેનો. આજે 50 હજારથી વધુ લોકો પોતાના વતન તરફ  રવાના થશે. યુપી બિહાર ઝારખંડ સહિતના રાજ્યોમાં જઈ રહ્યા છે મુસાફરો વતન. દિવાળી, છઠ પૂજાના પર્વ પર મોટી સંખ્યામાં મુસાફરો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે તહેવાર. અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા. હજુ બે લાખથી વધુ લોકો પોતાના વતન રવાના થશે.

08 Nov 2026, 8:43 AM

Gujarat News Live: કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા મીઠાઈનું વિતરણ કરીને દિપોત્સવ પર્વની ઉજવણી

દિવાળી નો શુભ તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર ખાતે અખંડ ભારત અને દેશની જનતાની શાંતિ સલામતીના ખેવનહાર વિર જવાનોને કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા મીઠાઈનું વિતરણ કરીને દિપોત્સવ પર્વની ઉજવણી કરી હતી. આપણે સૌ કોઈ દિવાળી તહેવારની હર્ષોલ્લાસ સાથે પરિવાર ભેગા ઉજવણી કરીએ છીએ પણ દેશની સુરક્ષા કાજે સરહદ પર તૈનાત રહેતા બીએસએફના જવાનો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ ભુજમાં સીમા સુરક્ષા દલના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

08 Nov 2026, 8:42 AM

Gujarat News Live: ગુજરાતના ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો, નવેમ્બરના મધ્યમાં માવઠો વરસવાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના ખેડૂતોના માથે ફરી એકવાર કમોસમી વરસાદ (માવઠા) ના સંકટના વાદળો ઘેરાયા છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવેમ્બર મહિનાના મધ્ય ભાગમાં રાજ્યમાં હવામાન પલટાઈ શકે છે. આગામી તારીખ ૧૨ થી ૧૪ નવેમ્બર દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. અચાનક આવી રહેલી આ કુદરતી આપત્તિને કારણે શિયાળુ પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

08 Nov 2026, 8:41 AM

Gujarat News Live: અયોધ્યાના સરયૂ ઘાટ પર ભવ્ય દીપોત્સવનું આયોજન, 30 લાખ દીવડાથી ઝગમગી ઉઠી અયોધ્યા

અયોધ્યામાં સરયૂ નદીના તટે આ વર્ષે અલૌકિક અને અદ્ભુત દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર અયોધ્યા નગરી ૩૦ લાખથી પણ વધુ માટીના દીવડાઓના પ્રકાશોથી ઝગમગી ઊઠી હતી, જેણે એક નવો જ સાંસ્કૃતિક અને આધ્યત્મિક માહોલ સર્જ્યો હતો. આ પાવન અવસરે યોજાયેલા વિશેષ લેસર શો અને ડિજિટલ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત હજારો ભક્તોએ સંપૂર્ણ રામાયણના મનમોહક પ્રસંગો નિહાળ્યા હતા. રોશની, ભક્તિ અને ઉલ્લાસથી છલકાતો આ નજારો જોઈને અયોધ્યા પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

08 Nov 2026, 8:41 AM

Gujarat News Live: દેશભરમાં આજે દિવાળીના પર્વની થશે ઉજવણી, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

દેશભરમાં આજે આસો વદ અમાસના દિવસે રોશની અને આનંદના મહાપર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી છે. દર વર્ષની પોતાની અનોખી પરંપરાને જાળવી રાખીને, આ વર્ષે પણ PM મોદી દેશની સીમાઓ પર તૈનાત વીર જવાનો સાથે દિવાળીનું પર્વ મનાવશે. તેમના આ કદમથી સરહદ પર દેશનું રક્ષણ કરી રહેલા જવાનોમાં નવો ઉત્સાહ અને પ્રેરણા સંચરે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES