)
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચરખા ગામ નજીક ગારિયાધાર-રાજકોટ રૂટની ST બસ અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાનસડા ગામના અશોક કાચા નામના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં ઈકો કારના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને બાબરા પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એક આઈસ્ક્રીમ પાર્લરની અચાનક મુલાકાત લઈને મોડી રાત્રે આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. આ દરમિયાન તેઓ પાર્લરમાં બાળકો સાથે સહજ ભાવે જોવા મળ્યા હતા. CM ને પોતાની વચ્ચે જોઈને ઉત્સાહિત થયેલા લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી. પાર્લરમાં હાજર એક નાગરિકે આ ખાસ ક્ષણની તસવીરો અને અનુભવ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા હતા.
પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે આ વખતે રવિવારના દિવસે કાળી ચૌદશ અને દિવાળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે. કાળી ચૌદશના આ શુભ દિવસે મહુડી મંદિરમાં ખાસ પ્રક્ષાલ વિધિ સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે દાદાના દર્શન અને યજ્ઞનો લાભ લેવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહુડી ખાતે ઉમટી પડશે.
દ્વારકા જિલ્લાના ખોખામાં આંતરિક વિધિ કરી રૂપિયા ડબલ કરવાનું કહી 49,85,000 ચેતરપિંડીની ફરિયાદ ઓખા મરીન પોલીસમાં નોંધાઈ. દ્વારકા જિલ્લાના ગઢેચી ગામના યુવાન સહિત અનેક લોકો ને વિશ્વાસ લઈ ત્રણ શખ્સોએ તાંત્રિક વિધિના નામે રૂપિયા ડબલ કરવાનું કહી આચરી છેતરપિંડી. અનવર અબુ ઠેબા ,આરીફ જાફર સીદી,અને અલી જાફર. સીદી નામ 3 સકસો સામે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
અમદાવાદ ડિવિઝનના DRM વેદ પ્રકાશઆજે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાતે. મુસાફરોની ભીડ અને ટ્રેનોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવેની તૈયારીઓની સમીક્ષા. DRM વેદ પ્રકાશ મુસાફરોની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ. અમદાવાદ બાદ સાબરમતી રેલવે સ્ટેશનની પણ લેશે મુલાકાત. દિવાળી અને છઠ પૂજાની વ્યવસ્થાને લઈને તમામ અધિકારીઓ સાથે કરશે વાતચીત
ગાંધીનગર મનપાના નવા હોદેદારો પદભાર ગ્રહણ કર્યો. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, દંડક અને પક્ષના નેતા લીધો ચાર્જ. ગાંધીનગર મહાનગરપાલિકા નો વિકાસમાં યોગદાન આપવાની ખાતરી મેયર સહિત ના હોદ્દેદારોએ આપી.
વડોદરા કોર્પોરેશને ઈ બસની ટિકિટ માટે એપ્લિકેશન લોન્ચ કરી. મ્યુનિ કમિશનર, મેયર સહિત પાલિકાના હોદ્દેદારોએ એપ લોન્ચ કરી. Vadodara Green Mobility નામની એપ લોન્ચ કરાઈ. એપ પરથી શહેરીજનો બસની ટિકિટ લઈ શકશે. UPI, ક્રેડિડ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ કે ડિજિટલ વોલેટથી પેમેન્ટ કરી શકાશે. પોતાની બસ અત્યારે કયા છે તે જોઈ શકાશે તેમજ બસ સ્ટોપની માહિતી પણ મેળવી શકાશે. 5 વર્ષથી નાના બાળકો બસમાં ફ્રી માં મુસાફરી કરી શકશે. ડિજિટલ વોલેટ તથા કાર્ડ આધારિત ટિકિટ લેનાર વ્યક્તિને 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. કાર્યક્રમમાં 115 થી વધુ સફાઈ કર્મીઓને કાયમી નિમણૂક પત્ર પણ આપ્યા
અંકલેશ્વરના કાંસિયા ગામેથી 8 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવ્યો. ગામના અંકુરભાઈ વસાવાની વાડીમાં અજગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ. અજગર દેખાતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમને કરાઈ જાણ. યોગેશભાઈ મિસ્ત્રી અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમ દોડી આવી. ભારે જહેમત બાદ મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું. અજગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.
સલાયા-ગોઈંજ માર્ગ પર બાઈક લઈને પસાર થતા ચુડેશ્વર ગામના યુવાનને બનાવાયો નિશાન. એજાજ રજાક સંઘાર નામના શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવાન પાસેથી રૂ. 2,000 રોકડ અને પાકીટમાં રહેલા જરૂરી દસ્તાવેજોની લૂંટ. લૂંટ ચલાવી આરોપી ઘટનાસ્થળેથી ફરાર. સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. સલાયા મરીન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી.
શેર બજારમાં આજે દિવાળી જોવા મળી રહી છે. સતત છઠ્ઠા દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સેન્સેકસમાં 1400 પોઇન્ટ કરતાં વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ 370 પોઇન્ટ કરતાં વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ઘટેલા ભાવની અસર. ક્રુડનો ભાવ 94 ડોલરી નીચે પહોચ્યો. અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પની થયલી હારની પણ અસર જોવા મળી છે.
વડોદરાના રામવાડી વિસ્તારમાં રાત્રે કારમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાના સમાચાર મળી રહ્યો છે. કારમાં રાત્રે આગ લાગતા લોકો જોવા ઉમટ્યા. એકાએક કારમાં રહેલો CNG ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં 5 થી વધુ લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સિલિન્ડર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની બારીઓના કાચ તૂટી ગયા. ઘટનાના પગલે સ્થળ પર રાત્રે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરત મનપા ચોથા વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ આપશે. દિવાળી એડવાન્સ-બોનસ પેટે મ્યુનિ.ના 11633 કર્મચારીને 18 કરોડ ચૂકવાશે. કર્મચારીઓનાં બેંક ખાતાંઓમાં નાણાં જમા થઈ જશે. વર્ગ-4ના 12,500થી વધુ કર્મચારીને 8 કરોડનું બોનસ ચૂકવાશે. મહાપાલિકા અંદાજિત ૭૦૦૦ કર્મચારીઓને ૭૦૦૦ રૂપિયા બોનસ અને ૧૫૦૦૦ ફેસ્ટિવલ એલાઉન્સ ચુકવશે.
બોટાદ જિલ્લામા ૩૩ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીઓ. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ કર્યા બદલીના ઓર્ડર. બોટાદ ટાઉન, રૂરલ, LCB, પાળીયાદ, બરવાળા પોલીસ સ્ટેશને આંતરીક બદલીઓ, તો ગઢડા, રાણપુર, ઢસા, તેમજ બોટાદ મા કરાઈ આંતરીક બદલીઓ.
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. શહેરના મુખ્ય બજારોમાં સવારથી જ ગ્રાહકોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે.ખાસ કરીને ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર ખરીદી માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. AMC સંચાલિત પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં ચાર્જ વધી જશે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા પાર્કિંગના દરોમાં કેટલાક ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે. નવા દરો મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે કલાક પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે.
દિવાળીના તહેવારોમાં મિલકતોના દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો. મહેસાણા તાલુકામાં 10 દિવસમાં 922 દસ્તાવેજોની થઈ નોંધણી. દસ્તાવેજ નોંધણી પેટે સરકારને ₹5.93 કરોડની થઈ જંગી આવક. સ્ટેમ્પ ડ્યુટી પેટે ₹5.05 કરોડ અને નોંધણી ફી પેટે ₹87.76 લાખની આવક. ધસારાને પગલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન 96થી વધારીને 145 કરાયા. અરજદારોની સુવિધા માટે બેને બદલે ત્રણ સબ રજિસ્ટ્રારની કરાઈ વ્યવસ્થા. ઊંઝાથી વધારાના સબ રજિસ્ટ્રારને મહેસાણા ખાતે ફરજ પર મુકાયા. પાંચોટ, નુગર, નાગલપુર અને લાખવડમાં દસ્તાવેજ નોંધણીમાં મોટો વધારો.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી સુરતની 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ. અકસ્માતો અને ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતાને પગલે ખાસ આયોજન. શહેરની તમામ 41 એમ્બ્યુલન્સનું મિકેનિકલ ચેકઅપ પૂર્ણ કરાયું. ટેકનિકલ ખામી સર્જાય તો તાત્કાલિક ઉપયોગ માટે 3 વાહનો રિઝર્વ રાખવામાં આવશે. તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં 26.83 ટકા સુધીનો વધારો થવાનો અંદાજ. 8 નવેમ્બરે 672 ઇમરજન્સી કોલ્સ આવવાની શક્યતા. 10 નવેમ્બરે 697 અને 11 નવેમ્બરે 638 કોલ્સનો અંદાજ. દ્વિચક્રી વાહનોના અકસ્માતોમાં મોટો ઉછાળો થવાની શક્યતા. રોજના સરેરાશ 57 અકસ્માતો સામે 8 નવેમ્બરે 112 કેસ થવાનો અંદાજ. મારામારીના કેસ 23થી વધીને 75 સુધી પહોંચી શકે છે. ઊંચાઈ પરથી પડવાના બનાવો પણ 33થી વધીને 42 થવાની શક્યતા. ઇમરજન્સી પહોંચી વળવા આશરે 185 કર્મચારીઓની રજાઓ રદ કરાઈ. કર્મચારીઓને 24 કલાક ફરજ પર તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો. એમ્બ્યુલન્સમાં વધારાની દવાઓ અને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ. GPS મોનિટરિંગ સાથે 9 હાઇ ઇમરજન્સી હોટસ્પોટ પર 3થી 5 કિમીના દાયરામાં એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.
વગર ટિકિટે મુસાફરી કરનારાઓ સામે પશ્ચિમ રેલવેએ લાલ આંખ કરી. એપ્રિલથી ઓક્ટોબર 2026 સુધી સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ. સાત મહિનામાં ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરીના 17.93 લાખ કેસ પકડાયા. અનબુકડ લગેજના કેસો સામે પણ રેલવેએ કડક કાર્યવાહી કરી. તમામ કેસોમાંથી કુલ રૂ.138.05 કરોડનો દંડ વસૂલાયો. સિનિયર કોમર્શિયલ અધિકારીઓની દેખરેખ હેઠળ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ. મુંબઈની સબર્બન લોકલ ટ્રેનથી લઈને લાંબા અંતરની ટ્રેનોમાં તપાસ કરાઈ. મેલ-એક્સપ્રેસ, પેસેન્જર અને હોલીડે સ્પેશિયલ ટ્રેનો પણ ચેકિંગના દાયરામાં. માત્ર ઓક્ટોબર મહિનામાં જ 2.44 લાખ કેસ પકડાયા. ઓક્ટોબરમાં જ રૂ.21.53 કરોડની દંડ વસૂલાત કરવામાં આવી. મુંબઈ સબર્બન રેલવે નેટવર્કમાં પણ ચેકિંગની કડકાઈ વધારાઈ. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન સબર્બન વિભાગમાં 6.28 લાખ કેસ નોંધાયા. સબર્બન નેટવર્કમાં ટિકિટ ચેકિંગથી રૂ.36 કરોડની વસૂલાત થઈ. AC લોકલ ટ્રેનમાં સામાન્ય ટિકિટ લઈને મુસાફરી કરનારાઓ સામે ખાસ ઝુંબેશ. AC લોકલમાં જ લગભગ 1.13 લાખ કેસ પકડાતાં રેલવેની કડક કાર્યવાહીથી ટિકિટ વગરના મુસાફરોમાં ફફડાટ.
દિવાળી વેકેશનમાં સુરતીઓ માટે મહાનગરપાલિકાની ખાસ સુવિધા. સરથાણા નેચર પાર્ક હવે સોમવારે પણ ખુલ્લો રહેશે. દિવાળીના મિની વેકેશનને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી વિશેષ વ્યવસ્થા. આ સમયગાળા દરમિયાન સાપ્તાહિક રજા રદ કરવામાં આવી. તમામ સોમવારે પણ નેચર પાર્કના દરવાજા ખુલ્લા રહેશે. સામાન્ય દિવસોની જેમ મુલાકાતીઓ પાર્કની મુલાકાત લઈ શકશે. પરિવાર સાથે ફરવા જવા માંગતા સુરતીઓ માટે ખુશીના સમાચાર. ખાસ કરીને બાળકોને મળશે વન્યજીવો નિહાળવાની તક. નેચર પાર્કમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર. રંગબેરંગી પક્ષીઓને નજીકથી નિહાળવાની મળશે તક. બાળકો પ્રકૃતિ અને વન્યજીવન વિશે મેળવી શકશે જાણકારી. દિવાળી વેકેશનમાં નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધવાની શક્યતા. રજાના દિવસે પણ પ્રવાસીઓ નિરાંતે માણી શકશે પ્રકૃતિનો આનંદ. સુરત મહાનગરપાલિકાના નિર્ણયથી વેકેશનમાં ફરવા જતાં પરિવારોને મોટી રાહત મળી છે.
શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે તત્પર બની છે. ખેડૂતોને પાક ઉગાડવામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આગોતરી તૈયારીઓ આરંભી દીધી છે. આ વ્યવસ્થા હેઠળ ખાસ કરીને પીવાના પાણી અને મૂંગા પશુઓ માટે પણ પાણીનો પૂરતો જથ્થો સુરક્ષિત (રિઝર્વ) રાખવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જેથી નાગરિકો તેમજ ખેડૂતો બંનેની જરૂરિયાતો સુપેરે સંતોષાઈ શકે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..