• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો, સુરતમાં રહેણાંક ફ્લેટમાંથી 70 લાખનો ગાંજો ઝડપાયો
Live Now

Gujarat News Live: અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો, સુરતમાં રહેણાંક ફ્લેટમાંથી 70 લાખનો ગાંજો ઝડપાયો

Gujarat Breaking News Live Updates: 25 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Nov 25, 2026, 16:18 IST|Updated: Nov 25, 2026, 17:22 IST
joinshare
Gujarat News Live: અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો, સુરતમાં રહેણાંક ફ્લેટમાંથી 70 લાખનો ગાંજો ઝડપાયો
25 Nov 2026 17:20 IST
share

Gujarat News Live: સુરતમાં રહેણાંક ફ્લેટમાંથી 70 લાખનો ગાંજો ઝડપાયો

સુરત SOGએ ડ્રગ્સના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા પાંડેસરાના સત્યમ ટાવરના રહેણાંક ફ્લેટમાં દરોડા પાડીને 140.390 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા ગાંજાની કિંમત 70.19 લાખ આંકવામાં આવી છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે 26 વર્ષીય રોહિત કામળેની ધરપકડ કરી છે. આરોપીના ફ્લેટમાંથી મોબાઈલ ફોન સહિત કુલ 70.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું અને શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચે ગાંજાનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મહારાષ્ટ્રના જલગાંવનો વતની છે. 

25 Nov 2026 17:17 IST

Gujarat News Live: અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો

અમદાવાદમાં AMC દ્વારા આયોજિત ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રિક્રિએશનલ કમિટીની બેઠકમાં નવા દર નક્કી કરાયા છે. સોમવારથી શુક્રવાર સુધી ટિકિટનો ભાવ રૂપિયા 100, જ્યારે શનિવાર અને રવિવારે રૂપિયા 120 રહેશે. આ વખતે ફ્લાવર શોની ટિકિટમાં અટલબ્રિજની મુલાકાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગત વર્ષે સોમવારથી શુક્રવાર સુધી રૂપિયા 80 ટિકિટ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 60 સ્કલ્પચર મૂકવામાં આવશે. જેમાં 90 ફૂટથી વધુ લાંબી વ્હેલ માછલીનું સ્કલ્પચર ખાસ આકર્ષણ બનશે. આ વર્ષે ફ્લાવર શા માટે અંદાજે રૂપિયા 25 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. જ્યારે ગત વર્ષે રૂપિયા 21 કરોડનો ખર્ચ સામે રૂપિયા 10 કરોડની આવક થઈ હતી. ફ્લાવર શો માટે 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધીની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે.

25 Nov 2026 16:28 IST

Gujarat News Live: પાટીદાર-ચૌધરી સમાજની એકતા અંગે MLA કિરીટ પટેલનું નિવેદન

પાટીદાર અને ચૌધરી સમાજને લઈને ચાલી રહેલા નિવેદન વિવાદ વચ્ચે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે પાટીદાર અને ચૌધરી સમાજ એક થવાના વિચારને સમર્થન આપ્યું છે. કિરીટ પટેલના જણાવ્યા મુજબ, પાટીદાર, લેઉવા પટેલ, કડવા પટેલ અને ચૌધરી સમાજ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. ત્રણેય સમાજની સંસ્કૃતિ પણ એકસરખી છે અને વ્યવસાયિક રીતે પણ તેઓ જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાટીદાર કે કણબી કોઈ એક કોમ સાથે જોડાયેલા નથી, પરંતુ ખેતી સાથે સંકળાયેલા લોકો છે. ત્રણેય સમાજ એક થાય તેમાં કંઈ ખોટું નથી.

25 Nov 2026 16:24 IST

Gujarat News Live: હવે ઘર ખરીદતા પહેલા જાણી શકાશે બિલ્ડરની કુંડળી, ગુજરાત રેરાની નવી પહેલ

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રેરા દ્વારા 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' નામનું નવું સેક્શન શરૂ કરવામાં આવશે. આ સુવિધાથી ઘર કે અન્ય પ્રોપર્ટી ખરીદતા પહેલા બિલ્ડર અને પ્રમોટરનો ભૂતકાળ જાણી શકાશે. પ્રમોટરે અગાઉ કયા પ્રોજેક્ટ બનાવ્યા છે, તેમની સામે કેટલી ફરિયાદો થઈ છે, રેરાના ચુકાદા, દંડ અને લેવાયેલા પગલાંની વિગતો પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પ્રમોટરે અલગ-અલગ પ્રોજેક્ટમાં કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યા છે તેની માહિતી પણ મળશે. ગુજરાત રેરાના પોર્ટલ પર 17 હજારથી વધુ પ્રોજેક્ટની વિગતો ઉપલબ્ધ છે. આ પહેલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં સરળતા રહેશે.

25 Nov 2026 16:20 IST

Gujarat News Live: વટવામાં બાઇક પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

અમદાવાદના વટવા વિસ્તારમાં બચુભાઈના કૂવા પાસે આવેલા કૈલાશ નગર સામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઘટનાની જાણ થતાં વટવા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ટોળાને વિખેરી પપ્પુ ગુલાબ ચુનારા, પિયુષ પપ્પુ ચુનારા, વિશાલ ચંદેશ્વર રાય અને ગુલાબ જેરામ ચુનારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

25 Nov 2026 16:20 IST

Gujarat News Live: ડ્રગ્સ માફિયાઓ પર અમદાવાદ પોલીસનો સપાટો, અઠવાડિયામાં 40થી વધુ કેસ

અમદાવાદમાં ડ્રગ્સના કારોબાર સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં ડ્રગ્સ સંબંધિત 40થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. હવે પોલીસે NDPSના આરોપીઓની મિલકતોની તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ગેરકાયદેસર રીતે વસાવેલી પ્રોપર્ટી અને અન્ય સાધનો સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, ડ્રગ્સ પકડવાની રણનીતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવા પર વધુ ધ્યાન આપતી હતી, પરંતુ હવે અમુક ગ્રામની નાની પડીકીઓ સાથે પણ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. ડ્રગ્સના નાના જથ્થા સામે પણ કાર્યવાહી કરનાર પોલીસકર્મીઓને પોલીસ કમિશનર દ્વારા ઇનામ આપવામાં આવશે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

વડોદરા મનપામાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવ્યાનો આક્ષેપ, 250થી વધુ દરખાસ્તો મંજૂર થયાનો દાવો

2

ફાઈનલમાં ફરી એકવાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન, વૈભવ સૂર્યવંશી લેશે અપમાનનો બદલો!

3

8th Pay Commission: 8મા પગાર પંચમાં એક ફેરફારથી મિનિમમ બેઝિક સેલેરી થશે ₹69,000! ₹51,000 સુધી વધી શકે પગાર!

4

IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી

5

મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live Updates: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...