વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો! વધુ એક FIR દાખલ, લાગ્યા છે ગંભીર આરોપ
FIR Against Jignesh Mevani: વડગામથી કોંગ્રેસનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગઈ કાલે પણ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જાણો શું છે મામલો.
હિતલ પારેખ, ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ગણતરીના કલાકોમાં બીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી અને અન્ય લોકો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાઉપરી પોલીસ ફરિયાદ દાખલ થતા હવે જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ ઘટનાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ! અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં પણ પલટાની કરી છે આગાહી
આચારસંહિતાનો ભંગ, પોલીસકર્મીઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ!
- અત્રે જણાવવાનું કે ચૂંટણી પ્રચારના સમયનો નિયમ પૂરો થયા બાદ મોડી રાત્રે જાહેર પ્રચાર કરવા અને આચારસંહિતાનો ભંગ કરવા અંગે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે. સેક્ટર-13 પોલીસ ચોકીમાં ગેરકાયદે મંડળી રચીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અને હલ્લાબોલ કરવા અંગે આ ફરિયાદ દાખલ કરાઈ છે.
- વાત જાણે એમ છે કે અરજીની તપાસ બાબતે પૂછપરછ ચાલુ હતી ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પોતાના સમર્થકો સાથે પોલીસ ચોકીમાં ઘૂસી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દો વાપરીને અધિકારીઓ વચ્ચે દુર્ભાવ ફેલાવવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે.
- આ સમગ્ર ઘટનાનો વિડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ કરવામાં આવ્યો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે.
- પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં બબાલ, વોર્ડ નં 11માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે
રવિવારે જ નોંધાઈ હતી એક એફઆઈઆર!
- અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના MLA જિજ્ઞેશ મેવાણી સહિત 20 લોકો સામે રવિવારે ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકમાં એક એફઆઈઆર દાખલ થયેલી છે.
- 189(2), 190 અને 191(2) કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે.
- 221, 351(2), 352, 353(1)(B) કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
- 351(C), 353(2) તેમજ જીપી એક્ટનો પણ તેમાં સમાવેશ છે.
- ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.
- જિજ્ઞેશ મેવાણી અને તેમના સમર્થકોએ કર્યો હતો હોબાળો
પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવી, ગેરકાયદેસર મંડળી રચીને હલ્લાબોલ કરવો, સરકારી જાહેરનામાનો ભંગ કરવો લાગણી ઉશ્કેરવાના બદઇરાદા જેવા ગંભીર આરોપો હેઠળ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે.