• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ! અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં પણ પલટાની કરી છે આગાહી

12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ! અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનમાં પણ પલટાની કરી છે આગાહી

Written ByViral Raval
Published: Oct 12, 2026, 09:23 AM IST|Updated: Oct 12, 2026, 09:30 AM IST
joinshare
ચોમાસાએ આમ તો વિદાય લઈ લીધી છે એવું કહીએ તો ખોટું નથી કારણ કે ચોમાસાના ચાર મહિના તો લગભગ પૂરા થઈ ગયા છે. પરંતુ હજુ જાણે મેઘરાજા જતા જતા પણ અટકચાળો કરવાનું મૂકે તેવું લાગતું નથી. એકબાજુ દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે. દિલ્હી એનસીઆરમાં રવિવારે મધરાતથી ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં દેશના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં આજે વરસાદની આગાહી છે. રવિવારથી મા અંબેના નવલા નોરતા પણ શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ કેવી રહેશે, હવામાનમાં પલટો આવશે કે નહીં તે ખાસ જાણો. 
 

આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી1/5

આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

IMDના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર સહિત 12 રાજયોમાં વરસાદ પડી શકે છે. દિલ્હીમાં બે કલાકથી વરસાદ ચાલુ છે. ભારે આંધી તોફાનના કારણે વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે.
ગુજરાત માટે શું આગાહી2/5

ગુજરાત માટે શું આગાહી

બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ રાજ્યમાં ગરમીની આગાહી કરી છે. તેમણે કહ્યું કે આગામી થોડા સમય માટે હજુ પણ ગરમી રહેશે. મધ્ય ગુજરાતમાં 38 થી 39 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. જ્યારે જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ ગરમી પડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી પડશે.
 ખેલૈયાઓ માટે સારા સમાચાર3/5

ખેલૈયાઓ માટે સારા સમાચાર

હાલ નવરાત્રી શરૂ થઈ ગઈ છે પરંતુ બધાને વરસાદની બીક છે કારણ કે ગત વખતે નવરાત્રીમાં અનેક દિવસોમાં વરસાદ પડ્યો હતો. અંબાલાલે જો કે આ વખતે ખેલૈયાઓને સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે મોટાભાગે ખેલૈયાઓ સારી રીતે નવરાત્રી રમી શકશે.
આ તારીખોમાં પડી શકે વરસાદ4/5

આ તારીખોમાં પડી શકે વરસાદ

અંબાલાલે કહ્યું કે, 17 થી 22 તારીખો દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ આ દરમિયાન વાદળો છવાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે છે.
દિવાળી પહેલા પડશે વરસાદ!5/5

દિવાળી પહેલા પડશે વરસાદ!

અંબાલાલે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે અરબ સાગરના ભેજના કારણે 21 ઓક્ટોબર બાદ વરસાદ આવવાની શક્યતા છે. મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દિવાળી પહેલા વરસાદ પડવાની શક્યતા છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

2

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું, રાહુલ ગાંધીને મળવાનો કેમ કર્યો ઇનકાર?

3

ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં RSS-BJP પાસ થશે કે ફેલ? IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશે?

4

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો! વધુ એક FIR દાખલ, લાગ્યા છે ગંભીર આરોપ

5

'વિરાટ કોહલીને નિવૃત્તિ માટે મજબૂર કરાયો...', અજીત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.