SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"હું કોંગ્રેસમાં જ રહીશ, પુરાવા હોય તો રજૂ કરો, જાહેર જીવન છોડી દઈશ", પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો મોટો ખુલાસો

Gandhinagar News: PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મંત્રી નિવાસ સ્થાનની મુલાકાત લીધી હોવાના મીડિયા અહેવાલો અંગે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન જાહેર કરીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પોતે કોંગ્રેસ પક્ષમાં જ રહેશે તેવી વાત કરી છે.

Written By Kinjal Patel
Published: Nov 15, 2026, 02:45 PM IST | Updated: Nov 15, 2026, 02:55 PM IST
Join

Gandhinagar News: પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વડાપ્રધાનની હાજરી સમયે મંત્રી નિવાસ સ્થાનની મુલાકાત અંગેના મીડિયા અહેવાલો મુદ્દે સ્પષ્ટતા કરી છે. બળદેવજી ઠાકોરે જણાવ્યું છે કે તેઓ થોળ તળાવના લોકપ્રશ્ને રજૂઆત કરવા માટે મંત્રી અર્જુનભાઈના બંગલે ગયા હતા અને લોકહિતના કાર્યો માટે મંત્રીને મળવામાં કંઈ ખોટું નથી. આ સામાન્ય મુલાકાતને રાજકીય રંગ આપવો યોગ્ય ન હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે જો આ અંગે કોઈ પુરાવો હોય તો રજૂ કરવામાં આવે, અન્યથા તેઓ જાહેર જીવન છોડી દેશે. વધુમાં, બળદેવજી ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસના સૈનિક અને રાહુલ ગાંધીના 'બબ્બર શેર' છે, અને તેઓ કોંગ્રેસમાં જ રહીને પક્ષને મજબૂત કરવાનું કામ કરતા રહેશે.

રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ડબ્બાનો ભાવ સાંભળી લાગશે આંચકો!

પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હોવાના અહેવાલો પર ખુલ્લો પડકાર
પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને લઈને મીડિયામાં ચાલી રહેલી અટકળો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હોવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. તેમણે આ મુદ્દે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, જો આ વાતનો કોઈની પાસે કોઈ પણ પ્રકારનો પુરાવો હોય તો તે રજૂ કરે, જો પુરાવો સાબિત થશે તો તેઓ જાહેર જીવન છોડી દેશે.

'થોળ તળાવ' અને લોકપ્રશ્નો માટે મંત્રીને મળ્યાનો દાવો
બળદેવજી ઠાકોરે મંત્રી નિવાસ સ્થાને જવાનું સાચું કારણ જણાવતા સ્પષ્ટતા કરી હતી કે, તેઓ કલોલ વિસ્તારના મહત્વપૂર્ણ એવા 'થોળ તળાવ'ના પ્રશ્ને તેમજ લોકોના અન્ય લોકઉપયોગી કામોની રજૂઆત કરવા માટે મંત્રી અર્જુન મોઢવાડિયાના બંગલે ગયા હતા. તેમના મતે જાહેર જીવનમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીઓને મળવું એ એક સામાન્ય પ્રક્રિયા છે.

અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર

કોઈપણ મંત્રીને મળવામાં કોઈ શંકા કે ખોટી વાત નથી
બળદેવજી ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે, લોક પ્રશ્નો અને જનહિતના કાર્યો માટે કોઈપણ મંત્રીને મળવામાં કોઈ ખોટી વાત નથી. પરંતુ, પ્રજાના કામ અર્થે થયેલી આવી સામાન્ય મુલાકાતને ખોટી રીતે રાજકીય રંગ આપવો એ બિલકુલ યોગ્ય નથી.

"હું કોંગ્રેસનો સૈનિક અને રાહુલ ગાંધીનો બબ્બર શેર છું"
વીડિયોના અંતમાં તેમણે પુનઃ ઉચ્ચાર્યું કે તેઓ કોંગ્રેસ પક્ષ પ્રત્યે વફાદાર છે, કોંગ્રેસમાં જ રહેશે અને પક્ષને મજબૂત કરવા માટે હંમેશા લડતા રહેશે. પૂર્વ ધારાસભ્યએ એવું પણ જણાવ્યું હતું કે, "હું કોંગ્રેસનો સૈનિક અને રાહુલ ગાંધીનો બબ્બર શેર છું."

જેતપુરમાં સંબંધો શર્મસાર: સગા ભત્રીજા સાથેના અનૈતિક સંબંધોની અદાવતમાં ફઈની ઘાતકી હત્યા, ભત્રીજીઓ સહિત 4 આરોપીઓની ધરપકડ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES