વાવ-થરાદમાં સંબંધો શર્મસાર: 20 વર્ષીય યુવકની પથ્થર મારીને કરાઈ હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
Vav Tharad News: વાવ-થરાદ વિસ્તારના સુઈગામ તાલુકાના લીંબૂણી ગામના 20 વર્ષીય અમુ ઉર્ફે અમીરામ ઠાકોરની વાવ-ભાખરી રોડ પર પથ્થર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. 19 સપ્ટેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં બીજા દિવસે વહેલી સવારે યુવકનો મૃતદેહ મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે વાવ પોલીસે નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરની ધરપકડ કરી છે.
Vav Tharad News: વાવ-થરાદ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુઈગામ તાલુકાના લીંબૂણી ગામના 20 વર્ષીય અમુ ઉર્ફે અમીરામ ઠાકોરની વાવ-ભાખરી રોડ પર પથ્થર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. 19 સપ્ટેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં 20 સપ્ટેમ્બરની વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી. જોકે, પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા
આરોપીની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની આશંકા
મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની આશંકા હત્યા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના લીંબૂણી ગામના 20 વર્ષીય અમુ ઉર્ફે અમીરામ ઠાકોરની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
વાવ-ભાખરી રોડ પર પથ્થર મારીને યુવકની હત્યા કરાઈ
ગત 19 સપ્ટેમ્બરની રાત્રે વાવ-ભાખરી રોડ પર પથ્થર મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરની વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા લોકોની નજર યુવકના મૃતદેહ પર પડતાં ઘટનાનો પર્દાફાશ થયો હતો. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. આ મામલે મૃતકના પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરનું નામ સામે આવ્યું હતું.
તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો
આરોપીની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની આશંકાને લઈને વિવાદ
પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની આશંકાને લઈને વિવાદ ઊભો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ જ આશંકા હત્યા પાછળનું કારણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
માત્ર 20 વર્ષની ઉંમરે યુવકની હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું!
જોકે, ઘટનાની ચોક્કસ હકીકત, હત્યા પાછળના સંજોગો અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. માત્ર 20 વર્ષની ઉંમરે યુવકની હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે આ ચકચારી બનાવે સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં વાવ પોલીસ આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ કરી રહી છે.