ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ રાખી ભાગીદારે જ કરી પાર્ટનરની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
Vadodara News: વડોદરાના ગોરવા વિસ્તારમાં હત્યાના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં થયેલા મનદુઃખના કારણે ભાગીદારે જ પોતાના પાર્ટનરની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મૃતકને મધુરનગર પાસેની કેનાલમાં ધક્કો મારી દીધો હોવાનો પોલીસનો દાવો છે. આ મામલે પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકીને ઝડપી પાડ્યો છે.
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરાના ગોરવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મનમોહનસિંહ સંજયસિંહ અને આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકી ચા-નાસ્તાની દુકાનમાં ભાગીદાર હતા. મૃતક સમયસર દુકાને ન પહોંચતાં આરોપીને મનદુઃખ થયું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સાવધાન! ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું અર્નબ! અંબાલાલની આગાહીએ તો ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાડી, આ વિસ્તારોમાં મોટો ખતરો
- ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
- ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં મનદુઃખ
- ધંધાકીય વિવાદમાં હત્યા થઈ હોવાનો પોલીસનો દાવો
- મૃતક મનમોહનસિંહ સંજયસિંહની હત્યાનો મામલો
- ઉત્તર પ્રદેશનો આરોપી પોલીસના સકંજામાં
પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી રાત્રે મૃતકના ઘરે ગયો હતો અને ત્યાં ગાળાગાળી કર્યા બાદ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ મધુરનગર પાસેની કેનાલના વહેતા પાણીમાં મૃતકને ધક્કો મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. કેનાલમાં આશરે 10 કિલોમીટર સુધી શોધખોળ કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે, રિકવરી રેટ 50%ને પાર!
- રાત્રે મૃતકને બાઇક પર લઈ ગયો હોવાનો આક્ષેપ
- મધુરનગર કેનાલ પાસે હત્યા કર્યાનો પોલીસનો દાવો
- CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધી
- 10 કિલોમીટર સુધી કેનાલમાં શોધખોળ
- સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકીની ધરપકડ
પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી
ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં થયેલા મનદુઃખે ગંભીર ગુનાનું સ્વરૂપ લીધું હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ગોરવા પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાની અન્ય કડીઓ અને આરોપીની ભૂમિકા અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.