ગુજરાતની રાજનીતિમાં 'આદિવાસી ફેક્ટર' કોની બાજી પલટશે? અધિકારોની લડાઈ વચ્ચે શું બદલાશે સત્તાના સમીકરણો?
Surat News: ગુજરાતમાં આદિવાસી વસ્તી 15 ટકા છે. જંગલની જમીન પર અધિકારની લડાઈ ચાલી રહી છે. ગુજરાતમાં રાજકારણી દિશા બદલાઈ છે. જંગલ, વન, જમીન, આદિવાસીઓ છે મુખ્ય મુદ્દો. શું આદિવાસી બદલશે સત્તાના સૂત્રો?
પ્રશાંત ઢીવરે/સુરત: ગુજરાતમાં આદિવાસી વસ્તી 15 ટકા છે. ગુજરાતમાં 14 જિલ્લામાં આદિવાસીની સંખ્યા નોંધપાત્ર છે. આદિવાસી સમાજ હવે માત્ર મતદાર નથી, પણ સત્તાની દિશા નક્કી કરનારી તાકાત બની રહ્યો છે. ગુજરાતમાં રાજકારણી દિશા બદલાઈ છે.
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીતનો પરચમ લહેરાવ્યો હતો. હવે નજર 2027ના મહાસંગ્રામ પર છે. સત્તાનો આ જ કિલ્લો અકબંધ રાખવા ભાજપે અત્યારથી જ મોરચો માંડી દીધો છે, અને આ રણનીતિના કેન્દ્રમાં છે, ગુજરાતનો આદિવાસી પટ્ટો...ભગવાન બિરસા મુંડાની જયંતી નિમિત્તે સરકારે જે મેગા પ્લાન જાહેર કર્યો છે, તેણે ગુજરાતના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ગંભીર બેદરકારી: ઉડાનના એક કલાક પહેલાં જ નાસિકની ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા
જંગલ, વન, જમીન, આદિવાસીઓ છે મુખ્ય મુદ્દો
જંગલની જમીન પર અધિકારની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. વન અધિકાર, જમીનના પટ્ટા, રોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાઓ આદિવાસી સમાજ માટે સૌથી મહત્વના છે. આ મુદ્દાઓ પર જ હવે રાજકારણ ગરમાયું છે
શું આદિવાસી બદલશે સત્તાના સૂત્રો?
આ સવાલ હવે દરેક રાજકીય પક્ષ માટે મહત્વનો બન્યો છે. 14 જિલ્લાની બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે જ તમામ પક્ષો આદિવાસી સમાજને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે
અંબાલાલ પટેલની આગાહી: 18 નવેમ્બરે બનશે વાવાઝોડું, ગુજરાતના આ જિલ્લાઓમાં 21 થી 27 નવેમ્બર સુધી માવઠાની શક્યતા
આદિવાસી વિસ્તારોમાં થઈ ભવ્ય જયંતીની ઉજવણી
સરકાર બિરસા મુંડાની 151 મી જયંતી સમગ્ર ગુજરાતમાં ઉજવશે. આદિવાસી વિસ્તારોમાં થઈ ભવ્ય જયંતીની ઉજવણી. બિરસા મુંડાને આદિવાસી સમાજ ભગવાન તરીકે પૂજે છે. તેમની જયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
આદિવાસી સમાજ હવે પોતાના અધિકાર માટે પોતાની દિશા જાતે નક્કી કરશે?
સવાલ એ છે કે શું આદિવાસી મતદારો પર સરકાર છે વધુ ભાર? કે પછી આદિવાસી સમાજ હવે પોતાના અધિકાર માટે પોતાની દિશા જાતે નક્કી કરશે? આવનારી ચૂંટણીમાં આનો જવાબ મળશે.