• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરત: ભેસ્તાનમાં પરિવાર દિવાળી ઉજવવા વતન ગયો અને ઘરમાંથી લાખોની ચોરી, 4 દિવસમાં 3 ચોરીના બનાવ

સુરત: ભેસ્તાનમાં પરિવાર દિવાળી ઉજવવા વતન ગયો અને ઘરમાંથી લાખોની ચોરી, 4 દિવસમાં 3 ચોરીના બનાવ

દિવાળીનો તહેવાર ઉજવવા માટે લોકો પોત પોતાના વતન જતા હોય છે. ત્યારે સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. ભેસ્તાનમાં પરિવાર દિવાળી મનાવવા વતન ગયો ત્યારે તસ્કરો ઘરમાંથી લાખોની ચોરી કરી ગયા છે. એક જ સોસાયટીમાં 4 દિવસમાં 3 ચોરીના બનાવ બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

Edited ByViral Raval
Published: Nov 10, 2026, 12:55 PM IST|Updated: Nov 10, 2026, 12:58 PM IST
joinshare
સુરત: ભેસ્તાનમાં પરિવાર દિવાળી ઉજવવા વતન ગયો અને ઘરમાંથી લાખોની ચોરી, 4 દિવસમાં 3 ચોરીના બનાવ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પ્રશાંત ઢીવરે, સુરત: હાલ દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. લોકો પોતાના વતન દિવાળીનો તહેવાર ઉજવવા માટે જતા હોય છે. આવામાં સુરતમાં પણ  અનેક લોકો પોત પોતાના વતન દિવાળીનો તહેવાર ઉજવવા માટે ગયા છે ત્યારે સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. દિવાળીના તહેવારમાં લોકો વતન જાય એટલે તસ્કરો સક્રિય થઈ જાય છે. આવો જ એક બનાવ ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો છે.

ડુંગરીમાં પ્રેમના નામે ખેલ: સગીરાને ફસાવી 32 તોલા સોનું અને લાખો પડાવનાર હવસખોર બેવફા સાતીર સનમ ઝડપાયો!

ભેસ્તાનમાં આવેલી શ્રી વિનાયક રેસીડેન્સીમાં રાત્રી દરમિયાન 2 તસ્કરો પ્રવેશ્યા હતા. તસ્કરોએ મકાન નંબર 6 નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. 2 પરિવાર દિવાળી મનાવવા માટે વતન ગયો હતો. ઘર બંધ હોવાનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ઘરમાં રહેલ સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા મળી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે પાડોશીઓને જાણ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘરનો નકુચો તૂટેલો જોતા સોસાયટીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

3 તસ્કરો સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો રાત્રે સોસાયટીમાં ફરતા અને ઘરમાં પ્રવેશતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બંને તસ્કરોએ મોઢા પર કપડું બાંધ્યું હતું. ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 4 ચોંકાવનારી વાત એ છે કે, એક જ સોસાયટીમાં 4 દિવસમાં 3 ચોરીનો બનાવ બન્યો છે. વારંવાર ચોરી થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. રહીશોનું કહેવું છે કે, તહેવારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ.

સુરતમાં રૂ. 30 હજારની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા: ધડ કબ્રસ્તાનમાં ફેંક્યું અને માથું રેલવે ટ્રેક પર ફેંકી દીધાનો પર્દાફાશ

5 ઘટનાની જાણ થતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઘરની તપાસ કરી, ફિંગરપ્રિન્ટ લીધા અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે. એકંદરે દિવાળીમાં ઘર બંધ કરીને વતન જતા લોકોના ઘરને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. 4 દિવસમાં 3 ચોરી બાદ હવે પોલીસ આ તસ્કરોને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News