• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટમાં વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો ખુલાસો, 5.5 લાખ સામે 50 લાખ માંગી ખેડૂતની જમીન પચાવી પાડી, પિતા-પુત્ર સહિત 3 ઝડપાયા

રાજકોટમાં વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો ખુલાસો, 5.5 લાખ સામે 50 લાખ માંગી ખેડૂતની જમીન પચાવી પાડી, પિતા-પુત્ર સહિત 3 ઝડપાયા

Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ગામે વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ખેડૂતે પુત્રવધૂના પ્રસંગ અને વાડીના કામ માટે માસિક 3 ટકા વ્યાજે લીધેલા 5.5 લાખ રૂપિયા સમયસર ન ચૂકવાતા, વ્યાજખોરોએ ધાકધમકી આપીને 2016માં તેમની જમીન સિક્યુરિટી વેચાણ દસ્તાવેજ તરીકે પોતાના નામે કરાવી લીધી હતી. જમીન પરત મેળવવા જતાં આરોપીઓએ વ્યાજનું વ્યાજ ઉમેરી રૂ. 50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આખરે પીડિત ખેડૂતની ફરિયાદના આધારે આટકોટ પોલીસે કાર્યવાહી કરીને પિતા ભગુભાઈ જેબલિયા અને તેમના બંને પુત્રો પ્રતાપ અને રાજુ જેબલિયા સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

Written ByKinjal Patel
Published: Oct 08, 2026, 12:10 PM IST|Updated: Oct 08, 2026, 12:19 PM IST
joinshare
રાજકોટમાં વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો ખુલાસો, 5.5 લાખ સામે 50 લાખ માંગી ખેડૂતની જમીન પચાવી પાડી, પિતા-પુત્ર સહિત 3 ઝડપાયા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

2

શું હતી દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની અંતિમ ઇચ્છા? કહ્યું હતું કે 'મારા અંતિમ સંસ્કાર'......

3

હાર્દિકને ફરી નહીં મળે ટિકિટ? કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પર શંકરસિંહ વાઘેલાનો સણસણતો કટાક્ષ

4

35 KM ની માઇલેજ, કિંમત 3.69 લાખથી શરૂ, દેશની સૌથી સસ્તી કાર, સુરક્ષા પણ જોરદાર

5

રાજકોટમાં વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો ખુલાસો, 5.5 લાખ સામે 50 લાખ માંગી ખેડૂતની જમીન પચાવી પાડી, પિતા-પુત્ર સહિત 3 ઝડપાયા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajkot News: જસદણના સાણથલી ગામે વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસિક 3 ટકા વ્યાજે લીધેલા સાડા પાંચ લાખ રૂપિયા સમયસર ન ચૂકવતા ખેડૂતની જમીન સિક્યુરિટી વેચાણના બહાને લખાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.જમીન પરત માંગતા વ્યાજના વ્યાજ સહિત રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે આટકોટ પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

જતા-જતા ગુજરાતમાં ચોમાસું આ વિસ્તારોમાં લાવશે વરસાદ; ફરી માવઠાને લઈને અંબાલાલની ઘાતક

જમીનનો સિક્યુરિટી વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાનો ખેડૂતે આક્ષેપ
જસદણ તાલુકાના સાણથલી ગામના ખેડૂત વશરામભાઈ મોહનભાઈ શિરોયાએ આટકોટ પોલીસ મથકમાં તેમના ગામના ભગુભાઈ વલકુભાઈ જેબલિયા તેમજ તેમના બંને પુત્ર પ્રતાપભાઈ અને રાજુભાઈ જેબલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષો અગાઉ પુત્રની વહુના શ્રીમંત પ્રસંગ તેમજ વાડીમાં નાણાંની જરૂરિયાત હોવાથી વશરામભાઈએ ભગુભાઈ જેબલિયા પાસેથી માસિક 3 ટકા વ્યાજે સાડા પાંચ લાખ રૂપિયા લીધા હતા. જોકે, સમયસર વ્યાજની રકમ ચૂકવી ન શકતા આરોપીઓએ ધાકધમકી આપી વર્ષ 2016માં જસદણ મામલતદાર કચેરી ખાતે લઈ જઈ જમીનનો સિક્યુરિટી વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે.

આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી..
ખેડૂતનો આક્ષેપ છે કે, જમીન પરત મેળવવા માટે જ્યારે પણ આરોપીઓ પાસે રૂપિયા આપવા અંગે વાત કરી ત્યારે વ્યાજના વ્યાજ સહિત વધારાની રકમની માંગણી કરવામાં આવતી હતી.ફરિયાદ મુજબ, શરૂઆતમાં સાડા પાંચ લાખ રૂપિયાની લેવડદેવડ બાદ જમીન પરત કરવા માટે રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આરોપીઓ દ્વારા હાથ-પગ ભાંગી નાખવા, જાનથી મારી નાખવા તેમજ ગામ છોડાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

રામભક્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: અયોધ્યામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે બનશે

ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 
આ રીતે વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા ખેડૂતે અંતે રાજકોટ રૂરલ એસપી કચેરીનો સંપર્ક કર્યો હતો.ફરિયાદ મળતા એસપી વિજયસિંહ ગુર્જરની ટીમે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને સાણથલી ગામે પહોંચી ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.આટકોટ પોલીસે ભગુભાઈ જેબલિયા, પ્રતાપભાઈ જેબલિયા અને રાજુભાઈ જેબલિયાની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News