Ambalal Patel Rain Forecast: આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ અને ગરમીના બેવડી ઘાતને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે. આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 18થી 20 ઓક્ટોબરે છુટોછવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતના હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી અને મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે વરસાદ અને ગરમીનું બેવડું વાતાવરણ જોવા મળશે.
1/5
પશ્ચિમી વિક્ષેપ અને વાદળછાયું વાતાવરણ
પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ની અસર હેઠળ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફેરફાર જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાઈ શકે છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે.
2/5
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધવાની શક્યતા
12 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે અકળાવનારી ગરમી અનુભવાશે. ત્યારબાદ 13થી 15 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોના હવામાનમાં પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે.
3/5
ઓક્ટોબર મહિનામાં વાદળો વચ્ચે અકળાવનારી ગરમીની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 16થી 18 ઓક્ટોબરે દક્ષિણ અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 17 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. 18થી 20 ઓક્ટોબરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
4/5
નવરાત્રી દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી
ખેલૈયાઓ અને નાગરિકો માટે નવરાત્રી દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન જ નહીં, પણ મોડી સાંજ સુધી લોકોને ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે. આ પછી પણ 24થી 26 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે.
વાતાવરણમાં આવતા આ પલટા અને ભેજના કારણે ખેતરોમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખેડૂતોને ખેતરમાં કામ કરતી વખતે ઝેરી જીવજંતુઓથી વિશેષ સાવચેત રહેવા સલાહ આપી છે.