• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા

અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા

Nana Patekar Death News: બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની વયે દુનિયાને અલવિદા કરતા બોલીવુડ શોકમગ્ન થયું છે. નાના પાટેકર તેમની પાછળ પત્ની અને પુત્રને છોડી ગયા છે. ગોવાની એક હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરાઈ હતી પરંતુ જીવ ન બચી શક્યો.

Written ByViral Raval
Published: Oct 08, 2026, 09:37 AM IST|Updated: Oct 08, 2026, 09:42 AM IST
joinshare
અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અભિનયના જાદુગર નાના પાટેકરની અંતિમ ભેટ: હવે આ ફિલ્મમાં જોવા મળશે અભિનેતા, જાણો ક્યારે થશે રિલીઝ

અભિનયના જાદુગર નાના પાટેકરની અંતિમ ભેટ: હવે આ ફિલ્મમાં જોવા મળશે અભિનેતા, જાણો ક્યારે થશે રિલીઝ

2

Nana Patekar Net Worth: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા અભિનેતા નાના પાટેકર?

3

અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા

4

રામભક્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: અયોધ્યામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે બનશે 80 કરોડના ખર્ચે આધુનિક યાત્રી નિવાસ

5

નાના પાટેકર બાળપણમાં હતા ઓફ સ્પીનર, આ ભારતીય ક્રિકેટરના હતા ફેન, આઉટ થાય તો ખાવાનું છોડી દેતા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નાના વિશ્વનાથ પાટેકર એટકે કે નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે ગોવામાં છેલ્લા શ્વાસ લીધા. નાના પાટેકરના નિધનના સમાચારથી બોલીવુડ અને થિયેટર જગતમાં શોકની લહેર ફરી વળી છે. પરિવાર પણ દુખમાં ગરકાવ થયો છે. નાના પાટેકર કોઈ બીમારીથી પીડાતા નહતા. તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા પણ નહતી. અચાનક છાતીમાં દુખાવો થયો અને તેમનું નિધન થઈ ગયું. ગુરુવારે વહેલી સવારે 5.30 વાગે ગોવાની મણિપાલ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરાયા. નાના પાટેકરના નિધન પર ડોક્ટર શેખર સાલકરનું પણ નિવેદન સામે આવ્યું છે.

નિધન અંગે ડોક્ટરનું નિવેદન

  • ડોક્ટરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે જ્યારે નાના પાટેકરને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. તેમને સવારે લગભગ 5.30 કલાકે મૃત જાહેર કરાયા. 
  • ડોક્ટરે  કહ્યું કે, તેમને બચાવવાની પૂરેપૂરી  કોશિશ કરાઈ હતી પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નાનાને લગભગ 45 મિનિટથી એક કલાક સુધી કાર્ડિયાક મસાજ આપવામાં આવ્યો હતો  પરંતુ કોઈ ફાયદો થયો નહીં. 
  • તેમના જણાવ્યાં મુજબ નાના સાથે ફેમિલીનું કોઈ નહતું. મિત્ર અને કેર ટેકર હતા. 
  • રાતે લગભગ 2.30 કલાકે નાના પાટેકરે પોતાના એક મિત્રને મેસેજ કર્યો હતો કે તેમને તબિયત ઠીક લાગતી નથી. સારું નથી લાગતું. 
  • પરંતુ રાતનો સમય હતો એટલે તેમના મિત્રએ તે મેસેજ  ત્યારે જોયો નહીં. ત્યારબાદ તેમણે નાનાને ફોન કર્યો અને લગભગ 4 વાગે તેમના ઘરે પહોંચ્યા. 
  • તે સમયે નાનાને ખુબ પરસેવો વળી રહ્યો હતો અને તેમની હાલત બગડી રહી હતી. તેમને સંભાળવાની ખુબ કોશિશ કરાઈ પરંતુ  તેઓ ધીરે ધીરે બેહોશ થવા લાગ્યા હતા. 
  • ત્યારબાદ કેરટેકરને હોસ્પિટલ મોકલવામાં આવ્યો અને હોસ્પિટલની એમ્બ્યુલન્સ બોલાવાઈ. 
  • હોસ્પિટલની ઈમરજન્સી ટીમ જ્યારે તેમના ઘરે પહોંચી તો નાના પાટેકર સંપૂર્ણ રીતે નોન રિએક્ટિવ હતા. 
  • ટીમે તરત કાર્ડિયાક મસાજ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમને સવારે લગભગ 4.20 થી 4.30 વાગ્યા વચ્ચે મણિપાલ હોસ્પિટલ લઈ જવાયા. 
  • ડોક્ટરોએ તેમને બચાવવાની પૂરેપૂરી  કોશિશ કરી હતી પરંતુ તેમને મૃત અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

નાનાના અંતિમ પળોનું દર્દ જાણીને ફેન્સ પણ દુખી થઈ રહ્યા છે ત્યારે અહીં એ સવાલ પણ થાય કે શું સમયસર મેડિકલ મદદ મળત તો નાના બચી શકે તેમ હતા?

#WATCH | Goa: Dr. Shekhar Salkar, Chief of the Oncology Department, Manipal Hospital, says, "Nana Patekar was brought dead to the hospital... he was declared dead by 5:30 am. We had tried our best to save him, but he was brought dead. Cardiac massage was given for almost 45 minutes to an hour, but he just could not be saved. As per what we recalled, at around 2:30, he sent a message to his friend that he was not feeling well. But as it was nighttime, his friend could not see the message. So he just called him. He went to his house at around 4 o'clock. By that time, he was sweating and all. They moved him, all those primary things. But he was slowly becoming unconscious... So they sent his caretaker to the hospital... He took our ambulance. When our ER team went there, they started cardiac massage because he was totally unresponsive... They shifted him to our hospital at around 4:20 or 4:30 am. We also tried our best, but he was brought dead. Then we had to file a police case because there's an MLC (medico-legal case). The body has now been taken to the Goa Medical College for post-mortem. His family was not there. His friends were there with him and a caretaker."

— ANI (@ANI) October 8, 2026

 

નાના પાટેકરના અંગત જીવન વિશે..
નાના પાટેકરનું નામ વિશ્વનાથ પાટેકર હતું. તેમનો જનમ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરા (હાલ રાયગઢ જિલ્લો)માં થયો થતો. તેમણે સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ અપ્લાઇડ આર્ટસ, મુંબઈમાંથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો.

અભિનય કારકિર્દી 

  • નાના પાટેકરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત રંગભૂમિ (થિયેટર) અને નાટકોથી કરી હતી.   
  • તેમણે 1978માં આવેલી ફિલ્મ 'ગમન' થી બોલિવુડમાં ડગ માંડ્યા હતા. તેઓ હિન્દી અને મરાઠી બંને સિનેમાના અત્યંત પ્રભાવશાળી ગણાતા હતા.
  • તેમની અનોખી સંવાદ શૈલી (ડાયલોગ ડિલિવરી) અને ગંભીર પાત્રો ભજવવાની આગવી શૈલી દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા.

નાના પાટેકરની યાદગાર ફિલ્મો
પરિંદા, ક્રાંતિવીર, અગ્નિસાક્ષી, ત્રિરંગા, ઘાતક, વેલકમ, અબ તક છપ્પન, અને મરાઠી ફિલ્મ નટસમ્રાટ.  

મુખ્ય ઉપલબ્ધિઓ અને રેકોર્ડ્સ

  • નાના પાટેકર ભારતીય સિનેમાના એવા એકમાત્ર અભિનેતા છે, જેમણે બેસ્ટ એક્ટર (મુખ્ય અભિનેતા), બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (સહાયક અભિનેતા) અને બેસ્ટ વિલન (નેગેટિવ રોલ) ત્રણેય શ્રેણીઓમાં ફિલ્મફેર પુરસ્કાર જીત્યા છે.
  • તેમને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards) પણ મળ્યો છે.   
  • ભારતીય કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ શ્રી' (Padma Shri - 2013) થી નવાજવામાં આવ્યા છે.
  • ફિલ્મો ઉપરાંત નાના પાટેકર તેમની સામાજિક સેવકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા છે. તેઓ ખાસ કરીને મહારાષ્ટ્રમાં કાળઝાળ દુષ્કાળ કે મુશ્કેલીમાં મુકાયેલા ગરીબ ખેડૂતો અને તેમના પરિવારોની આર્થિક મદદ કરવા માટે પણ કાર્યરત રહેતા હતા. તેઓ ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ (Honorary Lieutenant Colonel) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news