કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને પોરબંદરની મહિલાઓએ લીધા મહેરના રાસડા, મણીયારા રાસથી સંસ્કૃતિ ખીલી ઉઠી
Porbandar News: શેરી ગરબીઓે અને અમુક ખાનગી ગરબીઓને બાદ કરતા નવરાત્રીના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા કે સાંભળા મળે છે ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે કરોડો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરના ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ વારસાનો આપણને ખ્યાલ આવે છે.
અજય શીલુ/પોરબંદર: શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરના ચોપાટી મેદાન પર મહેર સમાજ માટે નવરાત્રીનુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યુ છે.આજે જ્યારે નવરાત્રીમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાના સ્થાન કોઈ કોઈ જગ્યાએ ફિલ્મી ગીતો પણ સાંભળવા મળતા હોય છે ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહીલા અને પુરુષો રમે તે પ્રકારનુ આયોજન કરવામાં આવે છે.
Gujarat News Live: ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે, ગુજરાતમાં રહેતા વાઘને ડિસેમ્બરમાં પાર્ટનર મળશે, ધંધુકા-ભાવનગર હાઈ-વે પર અકસ્માત
કરોડો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ
પાંચમાં નોરતે જ્યારે મહેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે.મહિલાઓ પારંપરીક મહેરના રાસડા રમતી વેળાએ ઢારવો અને કાપડુ સાથે દરેક કરોડો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે
મણીયારો રાસ પોરબંદર જિલ્લામાં મહેર સમાજની ખાસ ઓળખ
ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે.આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે.મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપરીક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો, કાપડુ, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત કરોડો રુપિયાના સોનાના દાગીના પહેરે છે.
ડંકાની ચોટ પર લખી રાખજો! નવમા નોરતાથી મેઘો ખેલૈયાઓનો મૂડ બગાડશે, જાણો અંબાલાલની વાવાઝોડું અને વરસાદની આગાહી
મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો
આજના જમાના સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે. ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાઈ છે. પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે, મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે.
આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.ત્યારે આપણે આપણી સંસ્કૃતિ વારસાને જાણી તેને કઇ રીતે જતન કરતું રહેવું જોઈએ તેની પણ અહીંથી આપણે સૌને પ્રેરણા મળે છે તેમ કહીએ તો ખોટું નથી