)
ગરબા રમ્યા બાદ ખેલૈયાઓને દુ:ખાવાની ફરિયાદ. જો ગરબા રમતા શરીરમાં જર્ક આવે તોં તરત આરામ કરવો જોઈએ. જો ગરબા રમ્યા બાદ વધુ દુખાવો થાય તોં બીજા દિવસે ગરબા રમવાનું ટાળવું જોઈએ. ગરબા રમતા લોકોમાં કમર, પગમાં મોચ આવી જવાની પણ ફરિયાદો. આવા સમયે દુખાવો મટ્યા બાદ જ ગરબા કરવા જોઈએ.
ભાજપ શાસિત ચકલાસી નગર પાલિકા પ્રમુખના રાજીનામા બાદ વધુ એક નગર પાલિકામાં રાજકીય ભૂકંપ. ચકલાસી બાદ હવે મહેમદાવાદ નગરપાલિકામાં પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ. મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપ પાસે 18 સભ્યોની બહુમતી છે. જેમાંથી 10 ચૂંટાયેલા સભ્યોએ કલેક્ટર અને ચીફ ઓફિસરને આપી લેખિત દરખાસ્ત આપી. પ્રમુખની કામગીરી અને વહીવટ સામે સભ્યો એ લેખિત નારાજગી વ્યક્ત કરી. પ્રમુખ દ્વારા વિકાસના કામોમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરવામાં આવતી હોવાના આરોપ. ખાસ સામાન્ય સભા બોલાવી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવાની માંગ. ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત.
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી. શાહપુરના મીરજાપુર ચોક, મટન માર્કેટ ખાતે જાહેરમાં ચાલતા આંકડાના જુગાર પર આ દરોડો પાડવામાં આવ્યો. પોલીસે સ્થળ પરથી રૂ. ૩૭,૨૬૦ રોકડા અને ૧૪ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧,૧૮,૧૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડા દરમિયાન કુલ ૧૮ આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૩ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે, આમ કુલ ૨૧ આરોપીઓ સામે ગુનો નોંધાયો. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસ હેઠળ જેલમાં બંધ ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે. MSWના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે જામીન અરજી કરી. સરકારે જામીન માટેના કારણોની ખરાઈ કરવા સમય માગ્યો.
વેલંજા સોસાયટીમાં ગરબા રમતા રત્નકલાકારનું અચાનક મોત. સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત. 39 વર્ષીય અજયભાઈ અકબરીનું અચાનક મોત થતાં પરિવારમાં શોક. નીલકંઠ વરણી સોસાયટીમાં ગરબા રમતી વખતે ઘટના બની. ગરબા રમતા અજયભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. છાતીમાં દુખાવા બાદ ગભરામણ થતાં બેભાન થઈ ઢળી પડ્યા. સોસાયટીમાં ગરબા રમતા લોકોમાં અચાનક દોડધામ મચી. પરિવારજનો તાત્કાલિક અજયભાઈને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. અજયભાઈ મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વતની હતા. વેલંજા રંગોલી ચોકડી પાસેની સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં દર્દીઓના સગા અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે થઈ હાથાપાઈ. કોઈ બાબતે બોલાચાલી બાદ દર્દીઓના સગા અને સિક્યુરિટી સ્ટાફ સમ સામે આવી ગયો હતો. સર ટી હોસ્પિટલમાં સુરક્ષાને લઈને અનેકવાર સમસ્યાઓ સામે આવી ચુકી છે. અત્યાર સુધીમાં ક્યાંક ડોક્ટર તો ક્યાંક દર્દીના સગા ના કારણે તો ક્યાંક સિક્યુરિટી સ્ટાફની મનમાની વિવાદમાં આવી છે. ગઈકાલે મોડિરાત્રે પણ કોઈ કારણસર દર્દીના સગા અને સિક્યુરિટી સ્ટાફ સામસામે આવી જતા બાખડી પડ્યા હતા. જે બબાલના વિડીયો પણ હાલ સામે આવ્યા છે, જો કે આ મામલે હજુસુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. શા કારણે બબાલ સર્જાઈ એનું સત્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે. પરંતુ હોસ્પિટલ પરિસરમાં થતી આવી માથકૂટ ને લઈને દર્દીઓ ની સ્થિતિ જરૂર કફોડી બને છે.
ભાવનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થીની ના નામે લવ લેટર ફરતો થતા વિવાદ. શહેરના શિવાજી સર્કલ નજીક આવેલી સેન્ટ મેરી શાળાની વિદ્યાર્થીનીના નામે લવ લેટર ફરતો થયો હતો. ટ્યુશન ક્લાસીસમાં જતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને લવ લેટર આપ્યો હતો. જે લવ લેટર અલગ અલગ વિદ્યાર્થીઓ મારફત શાળાની વિદ્યાર્થીની સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીની લવ લેટર મોકલનાર વિદ્યાર્થીને ઓળખતી પણ ના હોય તેમ જ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા દીકરીની મજાક ઉડાવવામાં આવતી હોવાનો વાલીએ આક્ષેપ કર્યો હતો. જે મામલે સેન્ટ મેરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના પ્રિન્સિપાલે તપાસ કમિટીની રચના કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાની ઓળખને લઈને પોલીસ તપાસમાં મોટો ખુલાસો. મહિલાએ અગાઉ પોતાની ઓળખ નેપાળની વતની તરીકે જણાવી હતી. તપાસ દરમિયાન મહિલાનું નામ ખાલેદા ઉર્ફે મીવિલા ઉર્ફે સાબી, પિતા અબ્દુલ મલેકખાન હોવાનું સામે આવ્યું. તપાસમાં મહિલા મૂળ બાંગ્લાદેશના નારણગંજ વિસ્તારની હોવાનું સામે આવ્યું. મહિલાના આધારકાર્ડમાં અગાઉ નાલાસોપારા, મહારાષ્ટ્રનું સરનામું દર્શાવાયું હતું. ત્યારબાદ આધારકાર્ડમાં કામરેજ, સુરત અને બાદમાં જૂનાગઢનું સરનામું બદલાવાયું. મહિલાએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વિવિધ બ્યુટી પાર્લરમાં નોકરી કરી હોવાની વિગતો સામે આવ. હાલ જૂનાગઢમાં છૂટક રીતે બ્યુટી પાર્લરનું કામ કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું. મહિલાના માતા-પિતા પણ બાંગ્લાદેશના નારણગંજના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાની ઓળખને લઈને પોલીસ તપાસમાં મોટો ખુલાસો. મહિલાએ અગાઉ પોતાની ઓળખ નેપાળની વતની તરીકે જણાવી હતી. તપાસ દરમિયાન મહિલાનું નામ ખાલેદા ઉર્ફે મીવિલા ઉર્ફે સાબી, પિતા અબ્દુલ મલેકખાન હોવાનું સામે આવ્યું. તપાસમાં મહિલા મૂળ બાંગ્લાદેશના નારણગંજ વિસ્તારની હોવાનું સામે આવ્યું. મહિલાના આધારકાર્ડમાં અગાઉ નાલાસોપારા, મહારાષ્ટ્રનું સરનામું દર્શાવાયું હતું. ત્યારબાદ આધારકાર્ડમાં કામરેજ, સુરત અને બાદમાં જૂનાગઢનું સરનામું બદલાવાયું. મહિલાએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વિવિધ બ્યુટી પાર્લરમાં નોકરી કરી હોવાની વિગતો સામે આવ. હાલ જૂનાગઢમાં છૂટક રીતે બ્યુટી પાર્લરનું કામ કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું. મહિલાના માતા-પિતા પણ બાંગ્લાદેશના નારણગંજના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વનું જાહેરનામું. ગર્ભ પરીક્ષણ પ્રતિબંધક કાયદા હેઠળ નવા 'સ્ટેટ સુપરવાઈઝરી બોર્ડ'ની રચના કરવામાં. રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી બોર્ડના અધ્યક્ષ તરીકે રહેશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને આ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને ડો. પાયલ કુકરાણી, સંગિતા પાટીલની સભ્ય તરીકે નિમણૂક. મહિલા બાળ વિકાસ, સામાજિક ન્યાય અને કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સભ્યપદે સમાવેશ. બોર્ડ માં કુલ 21 સભ્યોની નિમણૂંક કરવામાં આવી.
ધંધુકા-ભાવનગર હાઈવે પર અકસ્માત. ડમ્પરે ઈકો કારને ટક્કર મારતા કારમાં લાગી આગ. ધંધુકા ચાર રસ્તા પાસે થયો અકસ્માત. આગમાં ઈકો કાર બળીને ખાક થઈ. ડમ્પરનું કેબિન પણ બળી ગયું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર. ઈકો કારમાં એક વ્યક્તિ જીવતો ભડથું થયો.
કચ્છના બન્નીમાં ચિત્તાને આફ્રિકાથી લાવવામાં આવશે. બન્નીમાં ચિત્તાના આગમનની તૈયારી પૂર્ણ કરાઈ. ચિત્તાને પુરતો ખોરાક મળે તેવી પણ વ્યવસ્થા કરાઈ. વન વિભાગે ચિત્તાના આગમનની તૈયારીઓ કરી. ડિસેમ્બરના અંત સુધીમાં ચિત્તા કચ્છમાં આવી જશે.
ગુજરાતમાં રહેતા વાઘને ડિસેમ્બર અંત સુધીમાં પાર્ટનર મળશે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતને વાઘણ આપવાની આપી મંજૂરી. ગુજરાત વન વિભાગે વાઘણને આવકારવાની તૈયારી કરી. કેન્દ્રીય ટીમે ગુજરાત મુલાકાત બાદ આપ્યો રિપોર્ટ. ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં આવી જશે વાઘણ.
અમરેલી જિલ્લામાં શિક્ષણજગતમાં શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જાફરાબાદ પંથકના એક શાળામાં સરકારી શિક્ષક દ્વારા 4 જેટલી સગીરવયની વિધાર્થીનીઓ સાથે દુષ્કર્મ કર્યું. શિક્ષક દ્વારા છેલ્લાં 5 મહિનાથી દુષ્કર્મ કરતો હતો. પોલીસએ હેવાન શિક્ષક આરોપી સામે પોક્સો હેઠળ ગુન્હો નોંધ્યો. આરોપી સરકારી શિક્ષક રામશંકાર બટુકભાઈ પંડ્યા અગાવ પોલીસ કર્મચારી તરીકે ગીર સોમનાથ જિલ્લામાં હતો. જાફરાબાદ પોલીસએ ગુન્હો નોંધ્યો આવતી કાલે ધરપકડ કરી પૂછ પરછ કરશે. શિક્ષક દ્વારા વિધાર્થિનીઓ સાથે અડપલા અને એક સાથે તો શારીરિક સબંધ બાંધ્યા હતા. વાલીઓ અને લોકોમાં શિક્ષક સામે રોષ પોલીસએ ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવહી શરૂ કરી. અમરેલી SP એ જાફરાબાદ પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી.
જામનગરના રિલાયન્સ ટાઉનશીપમાં નવરાત્રિના પાંચમા નોરતે બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શાહિદ કપૂરને પોતાની વચ્ચે જોઈને ઉપસ્થિત હજારો દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાહિદ કપૂરના ડાન્સ અને એનર્જીથી નવરાત્રિ મહોત્સવમાં ચાર ચાંદ લાગી ગયા હતા, અને દર્શકો પણ ઝૂમી ઊઠ્યા હતા. રિલાયન્સ ટાઉનશીપમાં યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવમાં બોલિવૂડના સિતારાઓની હાજરી ઉત્સવને વધુ યાદગાર બનાવી રહી છે.
દિયોદર apmc ની ડિરેક્ટર પદ ની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. દિયોદર Apmc ની 16 બેઠકો માટે આજે મતદાન. દિયોદર ampc ની 16 બેઠકો માટે 24 ઉમેદવારો સામે ચૂંટણી જંગ. ખેડૂત વિભાગની -10 બેઠકો પર 15 ઉમેદવારો મેદાને. વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવારો મેદાને. ખરીદ્ય વેચાણ સંઘ ની 2 બેઠકો પર 3 ઉમેદવારો મેદાને. Apmc દિયોદર ખાતે થી વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતદાન. ખેડૂત વિભાગ ના અને વેપારી વિભાગના મતદારો કરશે મતદાન. 2599 મતદારો કરશે મતદાન...16 બેઠકો માટે 24 ઉમેદવારો માટે ચૂંટણી. Apmc ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો પર ભાજપ સમર્થન પેનલના 10 ઉમેદવારો અને કોંગ્રેસ સમર્થન ના 5 ઉમેદવારો મેદાને. વેપારી વિભાગ ની 4 બેઠકો માટે ભાજપ સમર્થન પેનલના 4 અને કોંગ્રેસ સમર્થન પેનલના 2 ઉમેદવારો મેદાને. ખરીદ્ય વેચાણ સંઘ ની 2 બેઠકો માટે 3 ઉમેદવારો મેદાને..
સુરતના દશેરાના ત્યોહાર માટે તૈયાર થઈ રહ્યું છે સુરતનું સૌથી મોટું રાવણનું પૂતળું. 80 ફૂટ જેટલો પૂતળું રામલીલા મેદાન ખાતે દહન કરવામાં આવશે. આગ્રાના ખાસ 15 જેટલા કારીગરો તૈયાર કરી રહ્યા છે રાવણનો પૂતળું. સમગ્ર સુરતમાં 12 જેટલા રાવણના પૂતળા દહન કરવાનું આયોજન આ વર્ષે કરાઇ રહ્યું છે. આતશબાજી સાથે પૂતળા દહન કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. રિમોટ કંટ્રોલ થી ઓપરેટ થતું રાવણ બનાવવા ની તૈયારી કરાઈ રહી છે. મુસ્લિમ સમાજના કારીગરો દ્વારા રાવણ ના પૂતળાઓ તૈયાર કરીને કોમી એકતા ના સંદેશ આપવામાં આવ્યા.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સરસાણા સ્થિત ડોમમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને એનઓસી સંબંધિત ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડોમમાં ૩ થી ૪ સ્થળોએ ખુલ્લું વાયરિંગ જોવા મળ્યું હતું. ડોમમાં સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ થયેલો હોવાથી ખુલ્લા વાયરિંગને લીધે આગ લાગવાનું મોટું જોખમ હતું. અગાઉના ઇન્સ્પેક્શનની સરખામણીએ એન્ટ્રન્સ સહિતની વ્યવસ્થામાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરેલા જણાયા હતા. અગાઉ બે નોટિસ આપી હોવા છતાં અંદર ફૂડ કોર્ટમાં ફરીથી ૬ થી ૭ એલપીજી સિલિન્ડર વપરાતા ઝડપાયા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ જનહિતને ધ્યાને રાખીને આ ડોમને ક્લોઝર નોટિસ ફટકારી બંધ કરવાનો આદેશ અપાયો. નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવા માટે આ અંગેની એક નકલ પોલીસ વિભાગને પણ મોકલી આપવામાં આવી.
WWF રેસલર ધ ગ્રેટ ખલી સુરતના મહેમાન બન્યા. સુરતની નવરાત્રીમાં હાજરી આપી. ડી જે ના તાલે ખલી ઝૂમી ઉઠ્યા. ખલી સૌ પ્રથમ વાર સુરતમાં આવ્યા છે. સુરતીઓના ભરપૂર વખાણ કર્યા. ખલીએ પણ ગરબાના તાલે તાળી પાળી ગરબાનો લ્હાવો લીધો.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ. રાજ્યના 28 જિલ્લામાં 101 નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શરૂઆત કરવામાં આવી. અમદાવાદના ચાણક્યપુરી, ઘાટલોડિયાથી CM ના હસ્તે શરૂઆત. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. ફક્ત કડિયા નાકા નહીં પરંતુ બાંધકામ સાઇટ પર શ્રમિકોને મળશે સસ્તુ ભોજન. બાંધકામ સાઇટ પર સરકાર કરશે ફુડ ડિલિવરી. ગાહેડ અને ક્રેડાઈ ને સાથે રાખી કરવામાં આવશે આયોજન.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...