• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ડંકાની ચોટ પર લખી રાખજો! નવમા નોરતાથી મેઘો ખેલૈયાઓનો મૂડ બગાડશે, જાણો અંબાલાલની વાવાઝોડું અને વરસાદની આગાહી

ડંકાની ચોટ પર લખી રાખજો! નવમા નોરતાથી મેઘો ખેલૈયાઓનો મૂડ બગાડશે, જાણો અંબાલાલની વાવાઝોડું અને વરસાદની આગાહી

Written ByKinjal Patel
Published: Oct 16, 2026, 08:52 AM IST|Updated: Oct 16, 2026, 08:58 AM IST
joinshare
Gujarat Rain Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન અંગે એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો ઘેરાવવાની શરૂઆત થઈ જશે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ રાજસ્થાનની બોર્ડર સાથે જોડાયેલા ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 

ક્યાં અને કેટલો કમોસમી વરસાદ પડશે?1/5

ક્યાં અને કેટલો કમોસમી વરસાદ પડશે?

રાજ્યના પાટનગર ગાંધીનગર અને સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માત્ર વાદળો જ નહીં, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા છાંટા પડવાની પણ સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
રાજસ્થાનની બોર્ડર પર આવેલા ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય છાંટા2/5

રાજસ્થાનની બોર્ડર પર આવેલા ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય છાંટા

આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા છાંટા કે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે, જ્યારે રાજસ્થાનની બોર્ડર પર આવેલા ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય છાંટા પડી શકે છે.
બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમોની અસર3/5

બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમોની અસર

હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સમુદ્રમાં બનનારી વિવિધ સિસ્ટમોને આકાર આપશે. બંગાળના ઉપસાગરમાં સર્જાનાર સિસ્ટમના કારણે 17 થી 20 તારીખ દરમિયાન નવી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ બનવાની સાથે જ ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) આવશે. અરબી સમુદ્ર સક્રિય થશે, પરંતુ આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા છે.
28 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ચક્રવાત અને ભારે વરસાદની શક્યતા4/5

28 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ચક્રવાત અને ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે આગામી ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆત અંગે વધુ ગંભીર આગાહી કરી છે. 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે, જ્યારે અરબ સાગરમાં ડિપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે.
કેટલાક ભાગોમાં બે ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા5/5

કેટલાક ભાગોમાં બે ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની શક્યતા છે. આ સિસ્ટમોના પ્રભાવથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને કેટલાક ભાગોમાં 1 ઇંચથી વધુ તો કેટલાક ભાગોમાં બે ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
Fatty Liver: ડોક્ટરે જણાવ્યો ફેટી લીવર રિવર્સ કરવાનો ઉપાય, 5 દેશી પીણા ફેટી લીવરના પેશન્ટ માટે ફાયદાકારક

Fatty Liver: ડોક્ટરે જણાવ્યો ફેટી લીવર રિવર્સ કરવાનો ઉપાય, 5 દેશી પીણા ફેટી લીવરના પેશન્ટ માટે ફાયદાકારક

2

સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં મધરાતે કર્યો મોટો ફેરફાર, સવારે જાહેર થયા નવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

3

Ramayana New Trailer: રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું નવું ટ્રેલર રિલીઝ, પહેલા ટ્રેલર કરતાં વધારે શાનદાર છે આ ટ્રેલર

4

એડનમાં રાષ્ટ્રપતિ મહેલ પર હુથીઓનો હુમલો, મિસાઈલ એટેકમાં 2 સુરક્ષાકર્મીના મોત, 5 થી વધુ ઘાયલ

5

જો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો અમે પાકિસ્તાન સાથે છીએ: રાજસ્થાન ભાજપ પ્રમુખ અને સાંસદ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.