SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!

Rajkot Saraza Hotel Liquor Party Raid: રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં LCB ઝોન-2ની ટીમે દરોડા પાડી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપી પાડી હતી. ચિરાગ પટેલના નામના વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ ઉપસ્થિત હતી, જ્યાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ખાલી બોટલો કબજે કરી હતી. આ પાર્ટીમાં મોટી હસ્તીઓ હોવાનું બહાર આવ્યું હતું.

Written By Kinjal Patel
Published: Nov 01, 2026, 08:59 AM IST | Updated: Nov 01, 2026, 09:19 AM IST
Join

Rajkot Saraza Hotel Liquor Party Raid: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે પણ કાયદાના ધજાગરા ઉડાવતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં રેડ કરી પોલીસે 33 મહિલા અને 43 પુરૂષોને પાર્ટી કરતાં ઝડપ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ડેકોરા બિલ્ડર ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસ નિમિતે સરાઝા હોટલમાં દારૂ પાર્ટીની મહેફિલ જામી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાંની એક  છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ

આ વિશે મળતી માહિતી પ્રમાણેસ રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં આ ભવ્ય દારૂ અને હુક્કા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડેકોરા બિલ્ડર ગ્રુપના જમન પટેલના પુત્ર નિખિલ પટેલ અને ચિરાગ પટેલ દ્વારા આ પાર્ટી રાખવામાં આવી હતી. ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળીના સમય નજીક હોવાથી એડવાન્સમાં આ જન્મદિવસની ઉજવણી માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી.

 

દારૂની મહેફિલ પર LCBની રેડ, 76થી વધુ લોકોની અટકાયત

મળતી માહિતી મુજબ, સરાઝા હોટલના બીજા માળે ચાલી રહેલી પાર્ટી પર એલસીબી પોલીસ દ્વારા રેડ કરાઈ હતી. આ પાર્ટીમાંથી કુલ 76 જેટલા લોકો ઉપસ્થિત હતા, જેમાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, તબીબો, રાજનેતાઓના સંબંધીઓ તેમજ જાણીતા પરિવારના નબીરાઓ અને તેમની પત્નીઓ પણ સામેલ હતી. એવું જાણવા મળી રહ્યું છે કે અંદાજિત 33 જેટલી મહિલાઓ અને 43 જેટલા પુરૂષો આ પાર્ટીમાં હાજર હોવાનું ખુલ્યું છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, સરદાર પટેલ વગર ભારતની કલ્પના અશક્ય : PM મોદી

જે સમયે હાઇપ્રોફાઇલ પાર્ટી પૂરજોશમાં ચાલી રહી હતી, તે જ સમયે LCB ઝોન-2ની ટીમે બાતમીના આધારે હોટલ પર રેડ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે રેડની કાર્યવાહી કરી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી અને મહિલાઓએ પોતાના ચહેરા છુપાવવા માટે ટેબલના ક્લોથનો સહારો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી તમામ મહિલાઓ અને પુરૂષોને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ અને બ્લડ સેમ્પલ લેવા માટે ખસેડ્યા હતા.

પોલીસે હોટલના 15થી વધુ કેટરિંગ સ્ટાફના સભ્યોની અટકાયત કરી

પોલીસની પ્રાથમિક તપાસમાં સરાઝા હોટલમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 કેરેટ ભરીને દારૂની બોટલો તેમજ અંદાજે 25થી વધુ દારૂની બોટલો અને હુક્કાઓ કબ્જે કરાયા છે. પાર્ટીમાં મહેમાનોને દારૂ પીરસવા માટે હોટલના કેટરિંગ સ્ટાફની પણ સંડોવણી સામે આવી છે. પોલીસે 15થી વધુ કેટરિંગ સ્ટાફના સભ્યોની અટકાયત કરી છે અને તેમને પણ મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ACP બી.જે. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

દ્વારકા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી!

પોલીસ અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો સામે આવતા ઉભા થયા સવાલો

આ સમગ્ર મામલે DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "પાર્ટીનું આયોજન કોણે કર્યું તે તપાસનો વિષય છે, દારૂનો જથ્થો અને બોટલો કેટલી છે તેની તપાસ ચાલી રહી છે અને કેટલા લોકોએ દારૂ પીધો હતો તેનો ચોક્કસ આંકડો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો કે, પોલીસના આ પ્રકારના ગોળગોળ નિવેદનો અને ઢીલી કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

નોંધનીય છે કે પોલીસના દરોડાને 8 કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ પાર્ટીનું આયોજન કોનું હતું તે અંગે પોલીસ અસ્પષ્ટ કેમ છે? પોલીસે કરેલા દરોડામાં કોણ દારૂ લાવ્યું હતું અને હોટેલમાંથી કેટલી દારૂની બોટલ ઝડપાઇ તે સ્પષ્ટ કેમ સામે નથી આવ્યું? સામાન્ય ગુનેગારોને પ્રોહિબિશનના કેસમાં તાત્કાલિક જેલભેગા કરતી પોલીસ, આ હાઇપ્રોફાઇલ કેસમાં કેમ માત્ર નોટિસ આપવાની વાતો કરી રહી છે? જો પોલીસ કાયદાકીય પ્રક્રિયામાં કંઈ છુપાવી રહી નથી, તો દરોડા દરમિયાન અચાનક હોટેલની લાઇટો કેમ બંધ કરવામાં આવી હતી? 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES